મેષ
(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)
ગુરુવાર, 16 ડિસેમ્બર 2021
ઘરમાં કોઈ ધાર્મિક આયોજનને લગતી યોજના બનશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી પણ રાહત મળશે. કામ વધારે રહેશે, પરંતુ તમે તમારી કાર્ય કુશળતા અને ઊર્જાથી તેને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.બાળકોના કરિયરને લઈને ચિંતા રહી શકે છે. સમય આવે ત્યારે પરિસ્થિતિ અનુકૂળ થઈ જશે. પાડોસીઓ સાથે કોઈ નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે. અન્ય લોકોની સમસ્યાઓથી દૂર રહો.પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં સાવધાની જાળવો.વધારે કામના કારણે પરિવારને સમય આપી શકશો નહીં.વધારે કામના ભારને લીધે શારીરિક અને માનસિક શાક રહી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
વૃષભ
(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)
સમય ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક વિચાર રાખવાનો છે. તમે સંપૂર્ણ મહેનત અને લગનથી તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. કોઈ સંબંધીને ત્યાં ઉત્સવ વગેરેમાં પણ સામેલ થવાનો અવસર મળી શકે છે.વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો પ્રયોગ કરો. નહીંતર કોઈ વિવાદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. સંતાનને લગતી પરેશાનીમાં તેમનો સહયોગ કરવો તથા મનોબળ જાળવી રાખવું તમારી જવાબદારી છે.આ સમયે માર્કેટિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં તમારો સમય ખરાબ ન કરો.પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.આ સમયે તણાવનો પ્રભાવ તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.
મિથુન
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
પારિવારિક તથા સામાજિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું ખાસ યોગદાન રહેશે. તમારો પોઝિટિવ તથા ઉદારવાદી દૃષ્ટિકોણ સંબંધો તથા ઘર-પરિવારમાં પણ સંબંધને વધારે મજબૂત કરશે.થોડી વ્યક્તિગત સમસ્યાઓના કારણે ભાઈઓ સાથે સંબંધ ખરાબ થવાની પણ સ્થિતિ બની શકે છે. અન્ય લોકોના મામલે વધારે દખલ ન કરો. બાળકોની સંગત અને ગતિવિધિઓ ઉપર નજર રાખો.વ્યવસાયમાં કામ વધારે રહેવાના કારણે થોડી અથોરિટી પોતાના કર્મચારીઓને પણ આપવી યોગ્ય રહેશેપતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહી શકે છે.ગેસ અને કબજિયાતના કારણે દિવસ અસ્ત-વ્યસ્ત રહી શકે છે.
કર્ક
(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)
થોડા રાજનૈતિક કે સામાજિક સંબંધોથી તમને ફાયદો થવાની આશા છે, એટલે પોતાના સંપર્કોને વધારે મજબૂત કરો. તમારી સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન રહેશે.જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં, તેના કારણે વર્તમાનમાં પણ સમસ્યા ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓને તેમની પરીક્ષાને લગતું અનુકૂળ પરિણામ ન મળવાથી મન થોડું પરેશાન રહી શકે છે.ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. તમને કોઈ મહત્ત્વપૂર્ણ કામ મળી શકે છે.જીવનસાથીનો સહયોગ તમારા મનોબળ અને આત્મવિશ્વાસને જાળવી રાખશે.વધારે કામના કારણે થાક રહી શકે છે.
સિંહ
(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)
તમે તમારા વ્યક્તિગત સંબંધને મહત્ત્વ આપશો. તમે ઘર-પરિવારની જરૂરિયાતો અંગે પણ જાગરૂત રહી શકો છો. કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત ખૂબ જ ઉત્તમ રહી શકે છે. ખાસ મુદ્દા અંગે વિચાર પણ થશે.વર્તમાન પરિસ્થિતિઓ વધારે અનુકૂળ નથી. એટલે ધૈર્ય જાળવી રાખો. સંતાન સાથે સંબંધિત કોઈ આશા પૂર્ણ ન થવાના કારણે મન નિરાશ રહી શકે છે.વ્યક્તિગત કાર્યોના કારણે વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.પારિવારિક જીવન સુખમય રહી શકે છે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
કન્યા
(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)
ગ્રહ ગોચર પૂર્ણ તમારા પક્ષમાં છે. સમયનો ભરપૂર સહયોગ કરો. બાળકોના અભ્યાસને લગતી થોડી લાભદાયક યોજનાઓ ફળીભૂત થશે. તેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ પણ વધશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો.તમારા કોઈ વ્યવહારના કારણે ઘરમાં કોઈ ગેરસમજ ઊભી થઈ શકે છે. જો કોઈ વાહનને લગતી લોન લેવાની યોજના બની રહી છે, તો તેના અંગે ફરી વિચાર કરવાની જરૂરિયાત છે.માર્કેટમાં તમારી છાપ ખૂબ જ સારી રહી શકે છે.ઘર કે વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.માથાનો દુખાવો પરેશાન કરી શકે છે.
તુલા
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
તમે તમારા કામ પ્રત્યે અનોખી હોશિયારીનું પ્રદર્શન કરશો. સ્ત્રીઓ પોતાના ઘરેલૂ કાર્યોને સહજતા અને સરળતા સાથે પૂર્ણ કરી લેશો અને પોતાના વ્યક્તિગત કાર્યો ઉર પણ તેમનું ધ્યાન કેન્દ્રિત રહેશે. કોઈ મહત્ત્વપૂર્ણ યાત્રા પણ શક્ય છે.તમારી ઇચ્છાઓની પૂર્તિ માટે વધારે કોશિશ કરવી પડી શકે છે. ક્યારેક-ક્યારેક કોઈ નકારાત્મક વાત તમને ઠેસ પહોંચાડી શકે છે. ઘરના વડીલ સભ્યોના સ્વાસ્થ્ય તથા માન-સન્માન પ્રત્યે વધારે ધ્યાન રાખો.વ્યવસાયિક સ્થળે ચાલી રહેલી પરેશાનીઓથી આજે થોડી રાહત મળી શકે છે.પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.નાની-મોટી સિઝનલ બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.
વૃશ્ચિક
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
ઘરમાં નવી વસ્તુ કે ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદદારી માટે સારો સમય પસાર થશે. રોકાણને લગતા કાર્યો પણ સંપન્ન થશે. હિંમત અને સાહતના બળે તમે મુશ્કેલમાં મુશ્કેલ કામને પણ સરળતાથી પૂર્ણ કરી લેશો.કોઈ નજીકના સંબંધીને લગતા અપ્રિય સમાચાર મળવાથી મન દુઃખી થઈ શકે છે. તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડી શકે છે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ અને કરિયરને લઈને વધારે ફોકસ રહેશે.કાર્યક્ષેત્રમાં કરિયરને લગતું કોઈ સપનું સાકાર થઈ શકે છે.જીવનસાથીનો સહયોગ તમારા મનોબળ અને આત્મવિશ્વાસને વધારશે.
અસંતુલિત ભોજનના કાણે પેટની સિસ્ટિમ ખરાબ થઈ શકે છે.
ધન
(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)
આજે કોઈ મોટી દુવિધા દૂર થવાથી માનસિક સુકૂન રહેશે. કોઈ પૂર્વ યોજનાને શરૂ કરવાનો અનુકૂળ સમય છે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ જળવાયેલો રહેશે. કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બની શકે છે.અન્ય લોકોના મામલે વિના માગ્યે સલાહ આપશો નહીં. કોઈ મુશ્કેલી અચાનક ઊભી થઈ શકે છે. વધારે ઈગો રાખવાના કારણે તમારા બનતા કામ પણ ખરાબ થઈ શકે છે. સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો.ફોન ઉપર કોઈ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ તમારા માટે લાભદાયી સ્થિતિઓ બનાવશે.જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છેસ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની જાળવવાની જરૂરિયાત છે.
મકર
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
આજે મોટાભાગના કામ દિવસના પહેલાં ભાગમાં પૂર્ણ કરવાની કોશિશ કરો. કોઈ અટવાયેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. ઘરની દેખરેખ કે રિનોવેશનને લગતી યોજનાઓ બનશે.બપોર પછી પરિસ્થિતિઓ થોડી પ્રતિકૂળ રહેશે. કોઈ અપ્રિય સમાચાર મળવાથી મનમાં નિરાશા રહેશે. ઘરમાં વધારે દખલ કરવાથી પરિવારના લોકોમાં પરેશાની ઊભી થઈ શકે છે.કાર્યક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે,પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.બ્લડ પ્રેશરને લગતી પરેશાની વધી શકે છે
કુંભ
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
આધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં તમારો રસ વધશે તથા તમે તમારી અંદર અદભૂત શાંતિ અનુભવ કરશો. પારિવારિક જવાબદારીઓને ઘરના સભ્યોમાં વહેંચવાની કોશિશ કરો. તમને તમારા વ્યક્તિગત કાર્યો માટે વધારે સમય મળી શકે છે.બેંક કે રોકાણને લગતા કોઈ કામમાં ગડબડ થવાથી મનમાં થોડો તણાવ રહી શકે છે. ધૈર્ય અને સંયમથી કામ લેવું. યુવાઓ મોજ-મસ્તીના કારણે પોતાના મહત્ત્વપૂર્ણ કાર્યો પ્રત્યે બેદરકારી કરશે, જેના કારણે નુકસાન થઈ શકે છે.વ્યક્તિગત ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.પારિવારિક સંબંધ મધુર રહી શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
Read About Weather here
મીન
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
આજે તમને જે સુખની ઇચ્છા હતી, તે પ્રાપ્ત થશે. તમારું આત્મ વિશ્લેષણ તથા આત્મમંથન કરીને તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવશો. કોઈ નવા કાર્યની રૂપરેખા પણ બની શકે છે.હાલ આર્થિક મામલે હાથ થોડો તંગ રહી શકે છે. એટલે બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો. પોતાને સાબિત કરવા માટે હાલ વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. ઉતાવળમાં કરેલાં કાર્યો ખરાબ પણ થઈ શકે છે.કાર્યક્ષેત્રમાં તમારી યોગ્યતા અને ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરોપતિ-પત્નીના સંબંધોમાં ઇગોની સ્થિતિ બની શકે છે.ઉધરસ અને તાવની સ્થિતિ રહી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here