આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

મંગળવાર, 14 ડિસેમ્બર 2021

તમે તમારી વ્યવહાર કુશળતા અને સમજણ દ્વારા કોઈ અધૂરા કામને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. લોકોની વચ્ચે તમારા વખાણ પણ થશે. કોઈ નજીકના મિત્રની કાર્યપ્રણાલીમાં પણ તમારું યોગદાન રહેશે.કામ વધારે હોવા છતાંય તમે તમારા પારિવારિક કાર્યોને પ્રાથમિકતા પર રાખશો. બાળકોની કોઈ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે તમારું યોગદાન જરૂરી છે. પાર્ટનરશિપને લગતા વેપારમાં એકબીજા સાથે તાલમેલ રાખવો જરૂરી છેપતિ-પત્નીનો એકબીજા સાથેનો તાલમેલ સારો રહેશે યોગ અને કસરત નિયમ સાથે કરો

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

આજે તમારે તમારા કોઈ પ્રિય મિત્રની આર્થિક મદદ કરવી પડી શકે છે. આવું કરવાથી તમને સુકૂન મળશે. પારિવારિક લોકો સાથે ઘરને લગતી વસ્તુઓની ખરીદદારી કરવામાં સમય પસાર થશે. મિત્રો સાથે હરવા-ફરવાનો પણ પ્રોગ્રામ બનશે.અજાણ્યામાં જ ઘરના વડીલોના સન્માનને ઠેસ પહોંચાડવી તેમને નિરાશ કરી શકે છે. યુવાઓ ખોટી ગતિવિધિઓથી ધ્યાન હટાવીને પોતાના કરિયરને પ્રાથમિકતા આપો.વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઈ નવી યોજનાઓને અંજામ આપતી સમયે યોગ્ય વિચાર કરો ઘરની વ્યવસ્થાને જાળવી રાખવા માટે પતિ-પત્નીઓ એકબીજા સાથે તાલમેલ હોવો જરૂરી છે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આજે કોઈ ખાસ વિષય ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. સાથે જ ધાર્મિક તથા અધ્યાત્મિક પ્રવૃત્તિના લોકો સાથે થોડો સમય પસાર કરવો તમને માનસિક સુકૂન આપશે.અન્ય લોકોના મામલે દખલ કરશો નહીં. કેમ કે તેના કારણે એકબીજાના સંબંધોમાં અંતર વધી શકે છે. જમીનને લગતી ખરીદદારી કે વેચાણને લગતી કોઈપણ યોજના આજે ટાળો તો યોગ્ય રહેશે.વેપારમાં થોડા પડકાર સામે આવી શકે છે.ઘરમાં સુખમય વાતાવરણ રહી શકે છે.ગેસ અને કબજિયાતની સમસ્યા રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજના દિવસનો થોડો સમય તમારા રસના કાર્યો માટે કાઢો. આવું કરવાથી તમને સુકૂન અને નવી ઊર્જા અનુભવ થશે. પરિવારને લઈને ચાલી રહેલી કોઇ સમસ્યાનો પણ ઉકેલ મળી શકે છે.જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. તેના કારણે નજીકના વ્યક્તિ સાથે સંબંધ પણ ખરાબ થઈ શકે છે. કોઈ નજીકના સંબંધીના લગ્નજીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને લઈને તમને ચિંતા પણ રહી શકે છે.

પબ્લિક ડીલિંગ તથા માર્કેટિંગને લગતા કાર્યોમાં સફળતા મળશે.લગ્નજીવનમાં યોગ્ય તાલમેલ રહી શકે છે.શરદી અને ઉધરસની સમસ્યા રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

તમારા વ્યક્તિગત મામલાઓમાં અન્ય લોકોની સલાહની જગ્યાએ પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપવી તમારા માટે યોગ્ય રહેશે. આ સમયે ઘરમાં કોઈ પ્રકારના પરિવર્તનની યોજનાઓ બનશે.સમય પ્રમાણે તમારી લાઇફ સ્ટાઇલમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. તમારું દરેક કામ ખૂબ જ વધારે અનુશાસન અને રોકટોક રાખવો અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે.વ્યવસાયિક કાર્યોમાં કર્મચારીઓ તથા સ્ટાફની સલાહને પણ મહત્ત્વ આપે.પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.વધારે તણાવ તથા કામના કારણે માથાનો દુખાવો રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

ઘરમાં સંબંધીઓ કે નજીકના મિત્રના આવવાથી સુખમય વાતાવરણ રહેશે. સંતાનને લઈને ચાલી રહેલી કોઈ ચિંતા દૂર થવાથી રાહત રહેશે. થોડો સમય ધાર્મિક કે આધ્યાત્મિક સ્થળે પસાર કરો.આજે કોઈ ગેરકાયદેસર કાર્યોમાં રસ લેશો નહીં. વધારે વિવાદમાં પડશો નહીં, નહીંતર સમાજમાં તમારી છાપ ખરાબ થઈ શકે છે. આ સમયે તમારી દરેક ગતિવિધિઓને ધૈર્ય અને સંયમથી કરવું જરૂરી છે.વેપારને લગતો કોઈ ખાસ નિર્ણય લેતા પહેલાં ઘરના કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો.લગ્નજીવનમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.કામનો ભાર વધારે રહેવાથી થાકની સ્થિતિ રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આજે કોઈ ખાસ સફળતા મલી શકે છે. સાથે જ તમને તમારી આવડત દર્શાવવાનો અવસર મળી શકે છે. ઘરની દેખરેખને લગતા કાર્યોમાં સુધારને લગતું કામ થઈ શકે છે.થોડો સમય આત્મમનન અને પોતાના વ્યક્તિત્વમાં નિખાર લાવવા માટે પસાર કરો. ગુસ્સાના કારણે સ્થિતિ ખરાબ થઈ શકે છે. બાળકોની કોઈ નકારાત્મક વાત જાણ થવાથી મન થોડું ચિંતિત રહી શકે છે.ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં કાર્યોમાં સફળતા મળશે.પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.સાંધાનો દુખાવો વધી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

ગ્રહ ગોચર અનુકૂળ છે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા અને તણાવથી રાહત મળશે. ભાઈઓ સાથે પણ સંબંધ મધુર બનવાથી પારિવારિક વાતાવરણમાં સુખદ ફેરફાર આવશે.પારિવારિક સભ્યોની વચ્ચે થોડા મનમુટાવ જેવી સ્થિતિ બની શકે છે. એકબીજાના વિચારોને સમજો અને તેનું સન્માન કરો. કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક સ્થળે જવાથી સુકૂન અને શાંતિ મળશે.

વ્યવસાયને લગતી નાનામાં નાની વાત ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે.એલર્જીને લગતી કોઈ મોટી સમસ્યા રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

સમય અનુકૂળ છે. તમારા કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળતા મળવાની શક્યતા છે. તમારી વાણી તથા કાર્ય કરવાની શૈલીથી લોકો પ્રભાવિત થશે. દોડભાગ વધારે હોવા છતાંય તેનો થાક રહેશે નહીં.સમયની કિંમતને ઓળખો. યોગ્ય સમયે યોગ્ય કામ ન કરવાથી તમને જ નુકસાન થઈ શકે છે. તમારા વ્યવહારમાં ધૈર્ય અને સૌમ્યતા રાખવી જરૂરી છે. જૂની સંપત્તિને લગતી સમસ્યાનું સમાધાન મળવું મુશ્કેલ છે.પાર્ટનરશિપને લગતા વેપારમાં જૂના મતભેદ દૂર થઈ શકે છે.તમારે બધી જ સુખ-સુવિધાનું ધ્યાન રાખવું જરૂરી છે.સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

આજે લોકો સાથે મુલાકાત થશે. કોઈ સમારોહ વગેરેમાં જવાનો અવસર મળી શકે છે. તમારા મનમાં જે પણ સપના કે કલ્પનાઓ છે, તેને સાકાર કરવા માટે યોગ્ય સમય છે.અચાનક જ ઘરમાં મહેમાન આવી જવાથી ચિંતા તથા નકારાત્મકતા હાવી થઈ શકે છે. હાલ કોઈપણ પ્રકારની યાત્રા કરવી નુકસાનદાયી રહી શકે છે. પાડોસીઓ સાથે સંબંધ ખરાબ ન થાય તેનું ધ્યાન રાખો.

વેપારને લગતા થોડા મહત્ત્વપૂર્ણ નિર્ણય તરત લેવા પડી શકે છે.પરિવારના લોકો વચ્ચે સુખદ અને યોગ્ય તાલમેલ રહી શકે છે.

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય અનુકૂળ નથી.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આ સમયે સમજી-વિચારીને લેવામાં આવેલ નિર્ણય ભવિષ્યમાં લાભ આપી શકે છે. તમારી યોગ્યતા અને યોગ્ય કાર્ય પ્રણાલી તમારા કાર્યોમાં વધારે ગતિ આપશે.યુવાઓ પોતાની બેદરકારી કે વ્યવહાર કુશળતાની ખામીના કારણે વ્યવસાયિક મામલે દગો ખાઈ શકે છે. અનેકવાર વધારે વિચાર કરવાથી મહત્ત્વપૂર્ણ સફળતા હાથમાંથી સરકી શકે છે.તમારી વ્યવસાયિક ગતિવિધિઓમાં બહારના લોકો દખલ ન કરે.

લગ્નજીવનમાં થોડો મનમુટાવ રહી શકે છે.સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

સમય અનુકૂળ છે. માત્ર અવસરવાદી થઈને અવસરનો લાભ ઉઠાવવાની જરૂરિયાત છે. જોકે, તમને તમારી યોગ્યતા પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.અચાનક કોઈ ખર્ચ સામે આવી શકે છે. આ સમયે બજેટ બનાવીને ચાલવું જરૂર છે. તમારી ઉપર જવાબદારીનો ભાર રહેશે, જેને યોગ્ય રીતે નિભાવી ન શકવાના કારણે ચીડિયાપણું રહી શકે છે.વ્યવસાયિક મામલે તમારી સમજણ અને યોગ્યતા તમને કોઈ સફળતા પ્રાપ્ત કરાવશે.

લગ્નજીવનમાં એકબીજા સાથે તાલમેલ જાળવી રાખવામાં થોડી મુશ્કેલીઓ આવશે.તમારી દિનચર્યા અને ખાનપાન વ્યવસ્થિત રાખવાથી સ્વસ્થ અને ઊર્જાવાન અનુભવ કરશો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here