આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.અર્બન-20 સમિટ હોસ્ટ કરનાર અમદાવાદ દેશનું પ્રથમ શહેર, ​​​​​​​દુનિયાના 20 દેશોના મોટાં શહેરના મેયર અને કમિશનર સમિટમાં હાજર રહેશે

પાણી, પૂર, અર્બન હીટ વગેરે સમસ્યાઓ પર ચિંતન થશે: જાન્યુઆરી, 2023માં અમદાવાદમાં સમિટ યોજાશે

2. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના 4000 ગામડાઓમાં ફ્રી ઈન્ટરનેટ વાઈફાઈ આપવાનું આયોજન છે.

ગુજરાતના ચાર હજાર ગામડે ઇન્ટરનેટની વાઈ ફાઈ સુવિધા વિનામુલ્યે ઉપલબ્ધ કરવવાનુ આયોજન ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ હાથ ધરવામાં આવ્યું છે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

3. પ્રેક્ટિકલમાં શિક્ષકે ઓછા માર્ક્સ આપતાં વિદ્યાર્થીઓ નાપાસ : શિક્ષકને ઝાડ સાથે બાંધીને માર માર્યો

વિદ્યાર્થીઓએ શિક્ષકને બેઠક કરવાના બહાને બોલાવ્યા : વહીવટી તંત્ર હરકતમાં આવ્યું, શિક્ષકો અને નારાજ વિદ્યાર્થીઓ સાથે વાત કરી

4. ગુજરાતના એજન્ટ 30 વર્ષ પાકિસ્તાનની જેલ યાતના ભોગવી સ્વદેશ પરત ફર્યા

ભારત સરકાર અને અન્ય નાગરિકો પાસેથી નાણાકીય સહાયની માંગ કરી : 30 વર્ષ પછી પરિવારને પહેલી વાર મળ્યા

5. ગુજરાતમાં 95 ટકા વાવણી હવે અઠવાડિયામાં વરસાદની જરૂર

સૌરાષ્‍ટ્રમાં કપાસના વાવેતરમાં સુરેન્‍દ્રનગર અને મગફળીના વાવેતરમાં રાજકોટ જિલ્લો મોખરે : સૌથી વધુ 25,45,105 હેકટરમાં કપાસનું વાવેતરઃ મગફળી1708163 હેકટરમાં: સોયાબીન 2,21,461 હેકટરમાં

6. સૌરાષ્ટ્રના 3 જિલ્લાના 3 તાલુકામાં અતિવૃષ્ટિથી ખેતીને થયેલ નુકસાનનો સર્વે કરાશે

રાજ્ય સરકારને મળેલી રજૂઆતના કારણે કૃષિ વિભાગે 3 તાલુકામાં સર્વેના આદેશ આપ્યા : 82 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર

7. પત્રકારત્વ ભવનમાં સુવર્ણજયંતી માટે 6.32 લાખ, આંકડાશાસ્ત્રમાં કોન્ફરન્સ માટે 7 લાખની દસ્ખાસ્ત: ભવનો, વિભાગોની દરખાસ્ત રજૂ થશે

8. જામનગરમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં ગાય લોહીલુહાણ થતાં અફડાતફડી, ઇજાગ્રસ્ત ગાયની સારવાર બાદ મામલો થાળે પડયો

9. સરકાર રિફોર્મ પ્રોસેસ ઝડપી બનાવશે તેવી આશાએ PSU શેર્સમાં સારા વળતરની આશા

ચંચળતાભર્યા વાતાવરણમાં ઊંચા ડિવિડંડ યીલ્ડને કારણે કંપનીઓની મૂડીમાં વૃદ્ધિ જોવાશે

Read About Weather here

10. ઉત્તરાખંડમાં વ્યાપક ગેરરીતિ બાદ ભરતી પરીક્ષા રદ કરવાની તૈયારી

1 પરીક્ષા રદ, 3 પણ રદ થશે, સેંકડો યુવાઓ મુશ્કેલીમાં: 2700 પદ માટે પરીક્ષાઓ યોજાઈ હતી, અનેક 5 વર્ષથી નોકરી કરે છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here