1. અમેરિકન રાષ્ટ્રપતિએ હાથ ઊંચા કર્યા: બાઇડને કહ્યું, અફઘાન સેનાએ લડ્યા વિના જ હાર સ્વીકારી, ત્યાંથી અમેરિકન સૈનિકોને હટાવવાના નિર્ણય અંગે મને કોઈ અફસોસ નથી
અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોને પરત બોલાવ્યા પછી પ્રથમવાર રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ અચાનક બદલાઈ ગઈ. એની અસર બીજા દેશો પર પણ પડી છે. આતંકવાદ વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રહેશે.
2. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી ન શકાય, મોંઘા ફ્યૂલ માટે UPA સરકાર જવાબદાર
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ મોંઘા ફ્યૂલ માટે ગત સરકાર એટલે UPA સરકારને જવાબદાર ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે અમે તેમના નિર્ણયોનો ભાર વેંઢારી રહ્યાં છીએ. એવામાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની સંભાવના ઓછી જ છે. આ વાત તેઓએ તમિલનાડુ સરકાર તરફથી એક લીટર પેટ્રોલની કિંમત 3 રૂપિયા ઘટાડવા અંગેના સવાલના જવાબમાં કહ્યું.
Visit Saurashtra Kranti Homepage here
3. પવનદીપ-અરૂણિતા 10 દિવસ કેદારનાથના પ્રવાસે જશે, સાથે સ્પર્ધકો પણ જોવા મળશે
અરૂણિતા કાંજીલાલ ફર્સ્ટ તથા સાયલી કામ્બલે સેક્ધડ રનરઅપ છે.સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 12’ની ટ્રોફી પવનદીપ રાજને પોતાના નામે કરી છે. પવનદીપને ટ્રોફી ઉપરાંત ઈનામમાં એક કાર તથા 25 લાખ રૂપિયા મળ્યા છે. 15 ઓગસ્ટ, રવિવારના રોજ યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં પવનદીપ, અરૂણિતા કાંજીલાલ, મોહમ્મદ દાનિશ, શન્મુખા પ્રિયા, નિહાલ ટૌરો તથા સાયલી કામ્બલે હતા. શો જીત્યા બાદ પવનદીપે એક ઇન્ટરવ્યૂમાં ફ્યૂચર પ્લાન અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે શોના સ્પર્ધકો સાથે 10 દિવસ માટે કેદારનાથ જશે.
4. દેશભરમાં સ્કૂલ ખુલ્યા પછી 600થી વધુ સ્ટુડન્ટ્સ કોરોનાથી ઈન્ફેક્ટ થયા; તેના પછી પણ એક્સપર્ટ શા માટે ઈચ્છે છે કે તમે બાળકોને સ્કૂલે મોકલો
16 મહિના સુધી બંધ રહ્યા પછી હવે દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કૂલો ખુલી ગઈ છે કે ખુલી રહી છે. મોટાભાગના રાજ્યોએ નક્કી કર્યુ કે સિનિયર ક્લાસીસને પ્રથમ ખોલવામાં આવે, પછી નાના વર્ગો શરૂ કરવામાં આવશે. સ્ટુડન્ટ્સ માટે કોવિડ પ્રોટોકોલનું પાલન પણ ફરજિયાત કરાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા બે સપ્તાહમાં સમગ્ર દેશમાં 600થી વધુ બાળકો કોવિડ-19થી ઈન્ફેક્ટ થયા છે.
5. ક્રૂડ-ખાદ્ય પદાર્થોની કિંમત ઘટતા જથ્થાબંધ ફુગાવો ઘટી 11.16%
ફુગાવાનો દર છેલ્લા કેટલાક સમયથી સતત વધતો હતો તેને બ્રેક લાગી છે. જુલાઇ માસમાં ક્રૂડઓઇલની કિંમતો અને ખાધ ચીજવસ્તુઓની કિંમતોમાં ઘટાડો થવાના કારણે જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો સતત બીજા મહિને નરમ રહ્યો હતો. જથ્થાબંધ ફુગાવાનો દર ઘટીને 11.16 ટકા રહ્યો છે.
6. રિયલમી સ્લિમ લેપટોપની કિંમત ₹.55,000 અને રિયલમી GST ફોનની કિંમત ₹30,000; લોન્ચિંગ પહેલાં જાણો તેનાં સ્પેસિફિકેશન્સ
સિક્યોરિટી માટે લેપટોપમાં ફિંગર પ્રિન્ટ સ્કેનર પણ મળશે. રિયલમી GST સ્માર્ટફોનમાં ક્લોલકોમ સ્નેપડ્રેગન 888 5G પ્રોસેસર અને 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. રિયલમી કંપની તેનું પ્રથમ લેપટોપ પરિયલમી બુક સ્લિમથ 18 ઓગસ્ટે લોન્ચ કરવા જઈ રહી છે.
7. મોહમ્મદ અલીના દોહિત્ર વોલ્શે પ્રોફેશનલ બોક્સિંગમાં ડેબ્યૂ કર્યું; ‘નાના’ના શોર્ટ્સ પહેરીને ઉતર્યો અને વિરોધીઓને નોકઆઉટ કર્યા
21 વર્ષના અલી વોલ્શે કહ્યું, હું પરિવારના વારસાને આગળ વધારવા આવ્યો છું. નિકો અલી વોલ્શને બોક્સિંગ કેટલી પ્રસિદ્ધિ અપાવશે એ સ્પષ્ટ નથી, પરંતુ પરિવારના નામને કારણે તેને ડેબ્યુએ સૌનું ધ્યન આકર્ષિત કર્યું છે. 21 વર્ષનો અલી વોલ્શ ત્રણ વખતના હેવીવેઈટ વર્લ્ડ ચેમ્પિયન અને દુનિયાના સર્વશ્રેષ્ઠ બોક્સરમાંથીએક મોહમ્મદ અલીનો દોહિત્ર છે.
8. અમદાવાદના પીરાણામાં કચરાના 200 ફૂટ ઊંચા પહાડ પર ભરાય છે ખાણી-પીણીનું બજાર, નર્કની વચ્ચે પણ ખુશીઓ શોધતા લોકો કેવું જીવન જીવે છે
અહીં નર્ક જેવા જીવનની વચ્ચે ગરીબ પણ નાની-નાની ખુશી મેળવે છે. કચરો વીણી રોજના 200થી 2000 કમાતા લોકો સુખ-દુ:ખમાં એકબીજાના સાથી બને છે.
9. સ્કૂલ-કોલેજો બંધ પણ બુરખાની દુકાનો ખૂલી, માતાને લાગે છે કે તે બુરખો પહેરાવી મને તાલિબાનોથી બચાવી લેશે
અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસીની સાથે જ મહિલાઓની દુર્દશાની પીડાદાયક કથનીઓ સામે આવવા લાગી. કાબુલ પર કબજાની સાથે જ ફરી એકવાર અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો થઈ ગયો છે. દેશના 75% વિસ્તાર પર હવે તાલિબાનનો કબજો છે. તેની સાથે જ અફઘાનિસ્તાનમાં ભારે વિનાશ, મહિલાઓની દુદર્શા અને કત્લેઆમવાળો દોર પાછો આવી ગયો છે.
Read About Weather here
10. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ભણતાં અફઘાન વિદ્યાર્થીઓ સ્વદેશ પાછા નહીં જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા કબજે કરતાં ગુજરાત યુનિવર્સિટીમાં યુજી અને પીજી કોર્સમાં અભ્યાસ કરતા અફઘાન વિદ્યાર્થીઓમાં, જ્યારે અફઘાનિસ્તાનમાં રહેતા તેમના વાલીઓમાં ડરનો માહોલ છે. વિદ્યાર્થીઓના વાલીઓએ અપીલ કરી છે કે, નઅમે હાલમાં અહીં અફઘાનિસ્તાનમાં સલામત નથી. અમને તમારી સલામતિની પણ ચિંતા થઈ રહી છે. તમે અહીં ના આવશો, તમે હાલમાં ભારતમાં જ રહો. ભારત સરકારને વિનંતી કરીને વિઝાની મુદત લંબાવો, જરૂર લાગે તો ભારત સરકારની મંજૂરી લો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here