આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.કાશ્મીરમાં શીતલહેર શરૂ થતાં જનજીવન ખોરવાયું:શ્રીનગરમાં તાપમાનનો પારો માઈનસ ૨.૪ ,પહેલગામમાં માઈનસ ૪.૧, ગુલમર્ગમાં માઈનસ ૧, કુપવાહામાં માઈનસ ૨.૮, કોકરનાગમાં માઈનસ ૨.૩ તાપમાન નોંધાયું :જમ્મુ-કાશ્મીરના મોટાભાગના સ્થળોમાં તાપમાન શૂન્ય કે શૂન્યથી નીચે પહોંચ્યું

2. રાજકોટ મનપા દ્વારા બનાવાઇ નવી વોટર પોલીસી

નવા વર્ષે પાણીનો મીટર મુજબ ચાર્જ ચુકવવા તૈયાર રહેજો

૧ એપ્રીલથી નવા તમામ પ્રકારના નળ કનેકશનોમાં મ.ન.પા. લગાડશે વોટર મીટરઃ જુના નળ કનેકશનોમાં જયાં સુધી મીટર ન લાગે ત્યાં સુધી હાલની પાણીવેરા પધ્ધતી મુજબ ચાર્જ લેવાશે

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. કૃષિ કાયદાઓ હટાવ્યા બાદ દિલ્હીની ત્રણ સરહદો પર ખેડૂતોની હડતાળ ક્યારે સમાપ્ત થશે: કાલે ચિત્ર થઇ શકે સ્પષ્ટ : શનિવારે સવારે સિંઘુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચા (SKM) ની બેઠક :MSP કાયદા માટેની સમિતિ અને પ્રદર્શન દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવા જેવી પડતર માંગણીઓ પર ચર્ચા કરાશે અને આગળની વ્યૂહરચના બનાવશે

4. ફિલ્મ ફે૨ ઓટીટી એવોર્ડના નોમિનેશન જાહે૨

આશ્રમ, ક્રિમીનલ જસ્ટિસ – બિહાઈન્ડ કલોઝ્ડ ડોર્સ, સ્કેમ ૧૯૯૨ – ધી હર્ષદ મહેતા સ્ટોરી  સહિતની સીરીઝ તેમજ પ્રકાશ ઝા, હસલ મહેતા જેવા નિર્દેશકો અને પ્રતીક ગાંધી, બોબી દેઓલ, મનોજ બાજપેયી, હુમા કુરેશી, સામંથા સહિતા કલાકારો  નોમિનેટ થયા

5. નિઃસંતાન મહિલાઓ માટે આશાનું કિરણ:હવે એગ ડોનર સાથે અન્યાય નહીં થાય, એગની સંખ્યાની લિમિટ નક્કી થશે, સ્ત્રીના હકમાં IVF કાયદો

સમગ્ર વિશ્વમાં આશરે 90 લાખ બાળકો IVFથી જન્મી રહ્યા છે

ઈનફર્ટિલિટીનું મુખ્ય કારણ લાઈફસ્ટાઈલ અને મોટી ઉંમરે થતા લગ્ન છે.

6. નેશનલ ફેમિલી હેલ્થ સરવે-5:ગુજરાતમાં ગર્ભનિરોધકના વપરાશમાં 18%નો વધારો

55% વસતીવાળાં 11માંથી 10 રાજ્યોમાં ફેમિલી પ્લાનિંગ વધ્યું.  જ્યારે બિહારમાં 31% વપરાશ વધ્યો

7. WHOના ચીફ સાઇન્ટિસ્ટે કહ્યું- ઓમિક્રોનથી ઝડપી સંક્રમણ પણ ડરવાની જરૂર નથી, મોત નહીં એ રાહત

આરોગ્ય મંત્રાલયે પણ કહ્યું – ભારતમાં વ્યાપક રસીકરણ હોવાને કારણે ગંભીર અસર નહીં થાય

દિલ્હીમાં 12 અને જયપુરમાં 9 વધુ શંકાસ્પદ કેસ મળ્યા, આંધ્રમાં 30, કર્ણાટકમાં 10 ફોરેન રિટર્ન લાપતા થયા

8. મૂળ સુરતી પરિવારના 7 વર્ષના બાળકે ઈઝરાયલમાં કોરોનાની વેક્સિન લીધી, કહ્યું- હું એકદમ સ્વસ્થ છું

બાળકોને વેક્સિનેશનની વાત સાંભળ્યા બાદ સુરતથી પરિવાર એક મહીના માટે ઇઝરાયેલ ગયું

9. કોરોનાકાળમાં ગુજરાતની 99% કંપનીઓના ડિરેક્ટર-સીઇઓનાં પગાર અને ભથ્થાંમાં 10% સુધી વધારો થયો

કંપનીઓના વાર્ષિક અહેવાલોમાં બહાર આવી વિગતો, કોર્પોરેટ લીડર્સ પર કોરોના મહામારીની નહિવત્ અસર

ઝાયડસ કેડિલાના ડિરેક્ટર શર્વિલ પટેલનો સૌથી વધુ 18 કરોડ સેલેરી જ્યારે અદાણી કરતાં તેમના CEOનું ચાર ગણું 11.23 કરોડ વેતન

Read About Weather here

10. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલેની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ના બીજા રોડ-શો અંતર્ગત એક દિવસીય મુંબઇ મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ

મુખ્યમંત્રીએ વન-ટુ-વન બેઠકમાં મુંબઇના ઉદ્યોગકારો-મૂડીરોકાણકારોને જરૂરી મદદ – સહયોગની આપી ખાતરી:વન -ટુ-વન બેઠકમાં ચર્ચા કરતા ઉદ્યોગકારોએ આગામી વાયબ્રન્ટમાં જોડાવા અને ગુજરાતમાં મૂડીરોકાણ માટે મુખ્યમંત્રી સમક્ષ દર્શાવી તત્પરતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here