આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.જાહેરમાં નૉનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય; આજથી અમલ, નિયમનું પાલન નહીં તો કાર્યવાહી થશે

હવે અમદાવાદમાં પણ માંસ, મચ્છી, ઇંડાંની લારીઓ પર પ્રતિબંધ

અગાઉ રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં પ્રતિબંધ મુકાયો હતો

અમદાવાદમાં જાહેર રસ્તા, મંદિર, ગાર્ડન જેવાં સ્થળે 100 મીટરમાં લારી ઊભી નહીં રાખી શકાય

2. હાર્દિક પંડ્યાની 5 કરોડની 2 ઘડિયાળ એરપોર્ટ પર જપ્ત, સંતોષકારક જવાબ ન આપતા કાર્યવાહી થઈ

હાર્દિક પાસે બંને વૉચના ઈનવોઈસ ન હતા, કસ્ટમને ડિક્લેર પણ નહોતી કરી

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. હાર્દિકનું 90 કિલોના શહેઝાદને ફંગોળવાથી લઈને ઓસ્ટ્રેલિયન પ્લેયર્સનું શૂઝ સેલિબ્રેશન, જાણો આ WCના રોમાંચક કિસ્સાઓ વિશે

4. 5 એજન્સી અને 35 ટીમોની તપાસ છતાં 11 દિવસ પછી દુષ્કર્મીઓ પોલીસ પકડથી દૂર, હજી સુધી દુષ્કર્મનો ગુનો નોંધાયો નથી!

વેક્સિન ઇન્સ્ટિટ્યૂટના ગ્રાઉન્ડમાં દિવસે અને રાત્રે પોલીસના ધાડાઓ સતત આવતાં રહે છે અને તપાસ ચાલી રહી હોવાનું માત્ર રટણ કરે છે

પોલીસનું હ્યુમન ઇન્ટેલિજન્સ નેટવર્ક ખાડે જવાના કારણે દુષ્કર્મીઓ બિન્ધાસ્ત રીતે સમાજની વચ્ચે ફરી રહ્યા છે

5. મુસ્લિમ વિલનના હોબાળા અંગે રોહિત શેટ્ટીએ કહ્યું, હિંદુ વિલન અંગે ક્યારેય વિવાદ થયો નહોતો’

‘સૂર્યવંશી’એ 10 દિવસમાં 150 કરોડની કમાણી કરી

6. જમ્મુ-કાશ્મીર : 149 વર્ષ જૂની ‘દરબાર મૂવ’ ની પરંપરાનો અંત, સરકાર ખુશ પણ જમ્મુ-કાશ્મીરનો વેપારી વર્ગ નારાજ

10 હજાર કર્મચારી 6 મહિના માટે જમ્મુ આવતા હતા, તેનાથી બજારોમાં રોનક વધી જતી હતી

7. અમેરિકામાં ભણતા દર પાંચમાંથી એક વિદેશી વિદ્યાર્થી ભારતીય

આ વર્ષે 62 હજારને વિઝા

8.  કેટરિનાનો મિત્ર સલમાન લગ્નમાં હાજર નહીં રહે

વિકી કૌશલ-કેટરિના કૈફના લગ્નને લઈને આતુરતા : ટ્યૂબલાઈટ ફિલ્મ બાદ સલમાન-કબીર ખાનના સંબંધોમાં ખટાશ આવી હોઈ અભિનેતા હાજર ન રહે એવું અનુમાન

9. ફેબ્રુઆરી ૨૦૨૨માં રિલીઝ થશે ‘ગંગુબાઇ કાઠિયાવાડી’

ફરીવાર બદલાઈ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ, ‘RRR’ સાથે ટક્કર ટાળવા લેવાયો નિર્ણયઃ ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ અને ‘RRR’ બંને ફિલ્મોમાં આલિયા ઉપરાંત અજય દેવગણ પણ છેઃ ફિલ્મનું ટ્રેલર આ વર્ષની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવ્યું હતું જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો

Read About Weather here

10. સતત ૧૦ દિવસથી નથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

લોકો માટે રાહતના સમાચાર : આંતરરાષ્ટ્રીય ધોરણે કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here