આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર:

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. શ્વાનોના ખસીકરણ માટે વર્ષે 1.25 કરોડનો ધૂમાડો

   રાજકોટમાં રોજ પાંચ લોકોને શ્ર્વાન કરડે છે: 7 માસમાં 1029ને બચકા ભર્યાં

શ્વાનને કાબૂમાં કરવા તંત્ર ગમે એટલા પ્રયાસો કરે, વસ્તી ઘટવાને બદલે વધતી જ જાય છે: અત્યારે શહેરનો એક પણ રસ્તો એવો નહીં હોય જ્યાં નડાઘીયાથ ઉભા ન હોય!

વાહન પસાર થાય કે શ્વાન તુરંત જ દોટ લગાવતું હોવાને કારણે અકસ્માતોમાં પણ વધારો: સિવિલમાં જૂનાની સાથે સાથે નવા દર્દીઓનો પણ ઈન્જેક્શન માટે ધસારો

2. હિમાલયમાં ભૂકંપના અનુભવી ન શકાય તેવા આંચકા રોજ આવે છે: ઉત્તરાખંડ-હિમાચલમાં થતા ભૂસ્ખલનોનું આ સૌથી મોટું કારણ

   ઉત્તરાખંડ અને હિમાચલમાં 5 વર્ષમાં 130થી વધુ વખત નાના ભૂકંપ આવ્યા.

મોનસૂનમાં હિમાચલના પહાડી જિલ્લાઓમાં ધસી પડતા પહાડ હોય કે ઉત્તરાખંડના ઓલ વેધર રોડ પર પડતા બોલ્ડર. બંને હિમાલયી રાજ્યમાં વાદળ ફાટવા બાદ જે ઘટનાથી સૌથી વધુ મોત થાય છે તે છે ભૂસ્ખલન.

Read Saurashtra Kranti E-Paper : Click Here

3. મહાકાલ મંદિરમાં પ્રાચીન શિવલિંગ-વિષ્ણુની મૂર્તિ મળી:ખોદકામમાં પોણા 2 ફૂટ ઊંચું શિવલિંગ મળ્યું, પરમારકાળથી અલગ શૈલી, 9મી-10મી શતાબ્દી વચ્ચેનું હોવાનો અંદાજ

    ઉજ્જૈનમાં મહાકાલ મંદિર પરિસરમાં છેલ્લા એક વર્ષથી મહાકાળેશ્વર મંદિર પરિસરના વિસ્તરણ માટે ખોદકામ ચાલી રહ્યું છે. ખોદકામ દરમિયાન મંગળવારે એક શિવલિંગ અને બુધવારે સવારે વિષ્ણુ ભગવાનની મૂર્તિ મળી છે. પુરાતત્ત્વ વિભાગના નિષ્ણાંતોની હાજરીમાં શિવલિંગને બહાર કાઢવામાં આવી રહ્યું છે.

4.  એરપોર્ટમાં ‘નાના સામાન’ માટે અલગ ‘ક્ધવેયર બેલ્ટ’: પ્રવાસીઓને રાહત થશે

     વિમાની પ્રવાસીઓને એરપોર્ટ પર સામાન હેરફેરમાં સરળતા રહે તે માટે નાના સામાન માટે અલગ બેલ્ટ બનાવવા માટે એરપોર્ટ ઓથોરીટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

     ભારતીય એરપોર્ટમાં પ્રવાસીઓનો સામાન ‘ચેક-ઈન’માં કલીયર થયા બાદ વિમાનમાં ચડાવવા માટે ક્ધવેયર બેલ્ટમાં મુકવામાં આવે છે. નાનો સામાન કયારેક અટવાઈ જાય છે.પરીણામે કયારેક વિમાન મોડું કરવું પડે તેવી પણ હાલત ઉભી થાય છે. સામાનના મુદ્દે વિમાન મોડું થયાના કેટલાંક કિસ્સા ધ્યાને આવતા એરપોર્ટ ઓથોરીટીએ હવે નાના સામાન માટે બીજો બેલ્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.

5.  દુનિયાની સૌથી નાની બાળકી 13 મહિના પછી હોસ્પિટલથી આઝાદ, જન્મ વખતે એક સફરજન જેટલું હતું વજન

    દુનિયામાં ઘણીવાર એવી ઘટનાઓ સામે આવે છે, જેને સાંભળ્યા અને જોયા પછી એના પર વિશ્ર્વાસ કરવો સરળ નથી હોતો. સિંગાપોરમાં પણ આવી જ એક ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. હકીકતમાં અહીં દુનિયાની સૌથી નાની, એટલે કે પ્રીમેચ્યોર બાળકીનો જન્મ થયો છે. જન્મ સમયે સામાન્ય રીતે બાળકીનું એવરેજ વજન 2થી 3 કિલો જ હોય છે, પરંતુ આ બાળકીનું વજન એક સફરજન જેટલું જ, એટલે કે 212 ગ્રામ જ હતું. આ બાળકીનો જન્મ 5મા મહિને જ થઈ ગયો હતો. એન કારણે તેનાં ઘણાં અંગ પણ વિકસિત જ નહોતાં થઈ શક્યાં. જોકે હવે 13 મહિના હોસ્પિટલમાં રહ્યા પછી બાળકીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

6.  પ્રથમ ડોઝ કોવિશીલ્ડનો, બીજો કોવેક્સિનનો; જાણો ઈમ્યુનિટી વધારવા, વેરિએન્ટ્સ સામે લડવામાં વેક્સિનનું મિક્સિંગ કેટલું અસરકારક

     ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોવિડ-19 વેક્સિનના મિક્સિંગના સ્ટડીના પરિણામો જાહેર કર્યા છે. આ સ્ટડીમાં 98 લોકોને સામેલ કરવામાં આવ્યા. પ્રથમ ડોઝ કોવિશીલ્ડનો અને બીજો ડોઝ કોવેક્સિનનો આપવાથી શું થાય છે? કોવિશીલ્ડ કે કોવેક્સિનના બંને ડોઝના મુકાબલે વેક્સિનની મિક્સિંગના પરિણામો કેટલા અલગ છે? આ સવાલોના જવાબ આ સ્ટડી દ્વારા આપવામાં આવ્યા છે.

7. રાની મુખર્જી ક્રિકેટર હાર્દિક-કુણાલ પંડ્યાની પડોશી બની, 7 કરોડમાં 4BHKનો ફ્લેટ

    બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીએ હાલમાં જ મુંબઈના ખાર વિસ્તારમાં 7.12 કરોડનો ફ્લેટ ખરીદ્યો છે. રાની મુખર્જીનો આ ફ્લેટ 4+3 BHK (બેડરૂમ, હોલ, કિચન)નો છે. રાની મુખર્જીએ એ અપાર્ટમેન્ટમાં ઘર લીધું છે, ત્યાં ઘણી જાણીતા સેલેબ્સના ઘર આવેલા છે. રાની મુખર્જીએ ગયા મહિને પ્રોપર્ટી રજિસ્ટર્ડ કરાવી હતી.

8.  મંગળ પર જીવનની શોધ: નાસાએ જાતે ગુફા શોધે તેવો રોબોટ બનાવ્યો, નકશો પણ બનાવશે

    રોબોટમાં લાગેલાં સેન્સર્સ અવરોધો જાતે દૂર કરશે. પૃથ્વી પરથી બીજા ગ્રહો પર જઇને જીવન શોધવા વિજ્ઞાનીઓએ ગુફાઓને મહત્ત્વપૂર્ણ સ્થાન માન્યું છે. નાસાના વિજ્ઞાનીઓએ બોસ્ટન ડાયનેમિક્સ સાથે મળીને એક એવો રોબોટ તૈયાર કર્યો છે કે જે ગુફાઓમાં જઇને મંગળ જેવા ગ્રહો પર જીવનની શોધ કરશે. નાસાએ આ અભિયાનનું નામ બ્રેલ રાખ્યું છે. તે અંતર્ગત તૈયાર કરાઇ રહેલા રોબોટ બીજા ગ્રહો પર ઓછા પ્રકાશવાળા વાતાવરણમાં જૈવિક તથા સંસાધનોની તપાસ કરશે.

9. નીરજ ચોપરાના જર્મન કોચે ભાલા ફેંકમાં 104.8 મીટરનો વિશ્વ વિક્રમ બનાવેલો, પણ ગોલ્ડ મેડલથી વંચિત રહેલા

    નીરજ ચોપરાએ ટોક્યો 2020 એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેણે ભાલા ફેંકની ફાઈનલમાં 87.58 મીટર દૂર થ્રો કર્યો હતો. જેવલિન થ્રોમાં સફળ થવા પાછળ નીરજનો સખત પરિશ્રમ રહેલો છે. આ ઉપરાંત તેને જર્મનીના દિગ્ગજ અને મહાન જેવલિન થ્રોઅર ઉવે હોન (Uwe Hohn)નો સાથ મળ્યો હતો. 59 વર્ષના જર્મનીના ભૂતપુર્વ મહાન ખેલાડીનું નીરજ સાથે જોડાવવાની ઐતિહાસિક બાબત આ દિશામાં મહત્વનું પગલું હતું.

Read About Weather here

10. હેડક્વાર્ટરમાં 70 પોલીસ કર્મીઓના વાહનોને પોલીસે જ લોક મારી દીધાં

    ઉચ્ચ અધિકારીઓની મધ્યસ્થી બાદ દંડ વિના લોક ખોલી દેવાયા. ટ્રાફિક પોલીસની કામગીરી સામે પોલીસકર્મીઓમાં કચવાટ

અઠવાલાઇન્સ પોલીસ હેડકવાર્ટરમાં નિયમ વિરુદ્ધ પોલીસકર્મીઓએ વાહન પાર્ક કરતાં ટ્રાફિક પોલીસં લોક મારી દીધાં હતાં. 70 જેટલાં પોલીસ કર્મચારીઓના વાહનને લોક કરતાં તેમણે તેમના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. જેના પગલે હેડક્વાર્ટરમાં નો પાર્કિંગમાં વાહનો ન મૂકવાની સૂચના સાથે લોક ખોલી દેવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here