આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. અફઘાનિસ્તાનથી ભારતના રસ્તે ડ્રગ્સની તસ્કરીનો રુટ, તાલિબાને હેરાફેરી વધારી; 21 હજાર કરોડના હેરોઇન બાદ કચ્છમાં શંકાસ્પદ વિસ્ફોટકો મળ્યા

      તાલિબાન સત્તા પર આવ્યા બાદ કચ્છ કાંઠે ગંભીર હિલચાલો વધી

2. ભારત 23 સપ્ટેમ્બરે અગ્નિ-5 મિસાઈલનો યુઝર ટેસ્ટ કરવા જઈ રહ્યું છે. ન્યુક્લિયર હથિયારો લઈ જવામાં સક્ષમ આ મિસાઈલનો આ 8મો ટેસ્ટ હશે. 5000 કિલોમીટર સુધી રેન્જની આ મિસાઈલની રેન્જમાં ચીનના અનેક શહેર પણ આવી જશે.

Visit Saurashtra Kranti Homepage here

   મીડિયામાં મિસાઈલના ટેસ્ટના અહેવાલો વચ્ચે પોતાની વિસ્તારવાદી નીતિઓ માટે કુખ્યાત ચીન પણ શાંતિ અને સુરક્ષાની વાતો કરવા લાગ્યું છે. ભારતે આ વર્ષે જ જૂનમાં અગ્નિ પ્રાઈમનો પણ ટેસ્ટ કર્યો હતો અને અગ્નિ-6 પર પણ કામ ચાલી રહ્યું છે.

3. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોબા જેવડા ગામના યુવાધને નવી જ કેડી કંડારી છે. બે વર્ષ પહેલાં તિરુપતિ યુથ ક્લબની શરૂઆત કરી અને આજે આ ક્લબમાં 50 જેટલા યુવાનો મેમ્બરશિપ ધરાવે છે.

    આ ક્લબની ખાસિયત એ છે કે એમાં કોઇ પ્રમુખ, ઉપ-પ્રમુખ જેવા હોદ્દા રાખ્યા નથી. તમામ યુવાનો સ્વયંસેવકો બનીને કામ કરે છે. દર મહિને આ ગ્રુપના યુવાનો પોતાના પોકેટમનીમાંથી 100-100 રૂપિયા કાઢે છે, જેમાંથી સારા કાર્યો કરે છે.

આ વર્ષે વૃક્ષારોપણનું અભિયાન હાથ ધર્યું છે અને ગામના ગ્રીન વિલેજ બનાવવાની નેમ લીધી છે.

   અત્યારસુધીમાં ગામમાં 800 જેટલાં વૃક્ષો વાવી ચૂક્યાં છે અને આગામી વર્ષમાં 2000થી 2500 જેટલાં વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

4. હીરો મોટોકોર્પે તમામ ટૂ-વ્હીલર્સના મોડેલની એક્સ-શોરૂમ કિંમત પર મિનિમમ 1000 રૂપિયા અને મેક્સિમમ 3000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. નવી કિંમતો 20 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગઈ છે.

   એટલે કે હવે હીરોની બાઈક અને સ્કૂટર ખરીદવા માટે બજેટ વધી જશે. કિંમતોમાં વધારા પાછળનું મુખ્ય કારણ રો મટિરિયલનું મોંઘું થવું છે. તેમાં સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અને મેટલ સામેલ છે.

5. એમેઝોને 8546 કરોડ ખર્ચ્યા, આ લાંચ છે. કેન્દ્ર તપાસ કરશે

    કેન્દ્ર દ્વારા મેજિસ્ટ્રિયલ તપાસની શક્યતા. CAIT દ્વારા વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સમક્ષ CBI તપાસની માંગ

સરકારની નીતિ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની: કેન્દ્ર સરકાર

6. બેંગલુરુમાં ગેસ લીક થવાથી 4 માળના એપાર્ટમેન્ટમાં લાગી આગ, બાલ્કનીમાં ફસાઈ ગયેલી વૃદ્ધ મહિલા જીવતી સળગી ગઈ

    રડતાં રડતાં પોતાને બચાવી લેવા માટે બહાર રહેલા લોકોને આજીજી કરી રહી હતી

7. છેલ્લી ઓવરમાં 4 રન પણ ન કરી શકી પંજાબની ટીમ; કાર્તિક ત્યાગીએ નિર્ણાયક ઓવરમાં 1 રન આપી 2 વિકેટ લીધી

   કાર્તિક ત્યાગીની મેચ વિનિંગ ઓવર. રાજસ્થાનનો નેટ રન રેટ -0.190 અને પંજાબનો નેટ રન રેટ -0.368 છે.

કે.એલ.રાહુલ અને મયંક અગ્રવાલ વચ્ચે 5મી વાર 100+ રનની પાર્ટનરશિપ

8.  અમેરિકાનો મેટ રિવેરા રેસલર કંજૂસાઈ કરી મહિને ₹22,000 બચાવે છે, તેની પાસે માત્ર 2 અન્ડરવેર; સૂંઘી તેના ફરી ઉપયોગનો વિચાર કરે છે

  અમેરિકાનો મેટ રિવેરા નામનો યુવક તેનું નાક લૂંછેલું ટિશ્યુ પણ ફરી વાપરે છે. મોંઘા પ્રોટીન શેકને બદલે તે કેળાંની છાલમાંથી શેક બનાવી પીવે છે

9. દેશની બેન્કિંગ સિસ્ટમમાં અંદાજે 102 લાખ કરોડ રૂપિયાની રિટેલ ડિપોઝિટો

SBIઅર્થશાસ્ત્રીઓએ રિટેલ થાપણદારોના નકારાત્મક વળતર પર ચિંતા વ્યક્ત કરી. સામાન્ય રોકાણકારો જે બચતનાં નાણાં બેંકોમાં રાખે છે તેમને નકારાત્મક વળતર મળી રહ્યું છે. 

Read About Weather here

   આનો અર્થ એ છે કે આ રિટેલ ડિપોઝીટરોને બેંક થાપણોમાંથી નફો કરી રહ્યા નથી, પરંતુ નુકસાન કરી રહ્યા છે. એસબીઆઈના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આવી સ્થિતિમાં વ્યાજની આવક પરના ટેક્સની સમીક્ષા થવી જોઈએ.

10. ખરીફ પાકનું ઉત્પાદન રેકોર્ડ 15.05 કરોડ ટન થવાનો અંદાજ, તેલીબિયાં-મકાઇનું ઉત્પાદન ઘટશે

    દેશના મોટા ભાગના રાજ્યોમાં અનિયમિત વરસાદ છતાં નવા પાકનો સરકારી અંદાજ રેકોર્ડ બ્રેક મુકાયો

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here