આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. ભૂપેન્દ્ર પટેલ  IAS અધિકારીઓની બદલીનું લિસ્ટ લઇને દિલ્હીથી આવ્યા; ટૂંક સમયમાં કરશે જાહેરાત

   લગભગ તમામ વિભાગના અધિકારીઓની બદલી થશે, રાજીવકુમાર ગુપ્તાને ઉદ્યોગમાંથી નહીં બદલવામાં આવે. નવી સરકાર રચાયાં બાદ સચિવાલયમાં અધિકારીઓની ધરખમ બદલી થવા જઇ રહી છે.

   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓને અધિકારીઓની બદલીની યાદી આપી દેવાઇ હોવાનું સૂત્રો જણાવે છે.

2. કેનેડાએ 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઈટ્સની અવરજવર ફરી શરૂ કરી

   દિલ્હી સૌપ્રથમ કનેક્ટ થશે. હવે થર્ડ ક્ધટ્રી ટ્રાન્ઝિટ ઓપ્શનની આવશ્યકતા નહીં રહે. આખરે પાંચ મહિના પછી ભારત અને કેનેડા વચ્ચે ડાઈરેક્ટ કનેક્ટિવિટી પુન:સ્થાપિત થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

   કેનેડાએ નવા પ્રોટોકોલ સાથે દિલ્હી-ટોરોન્ટો નોનસ્ટોપ ફ્લાઈટ્સ ફરી શરૂ કરી દીધી છે. જેમાં WHO દ્વારા અપ્રુવ્ડ રસી પ્રાપ્ત મુસાફરોએ આરટી-પીસીઆર અથવા રેપિડ પીસીઆર ટેસ્ટ પેસેન્જરે કોવિડ-19 ટેસ્ટિંગ સેન્ટર અને દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3ની લોન્જથી પોતાની ફ્લાઈટ્સમાં બેસતી વખતે કરાવવાનો રહેશે.

3. શહેરમાં ડેન્ગ્યુની લહેર : એક જ સપ્તાહમાં 24 સાથે કુલ 90 કેસ, ગત વર્ષ કરતા દર્દીઓ વધ્યા

   ઓગસ્ટ માસ સુધીમાં 32 જ કેસ હતા સપ્ટેમ્બરના 20 જ દિવસમાં 55થી વધુ ડેન્ગ્યુના દર્દી નોંધાયા. સિવિલ હોસ્પિટલના બે રેસિડેન્ટ ડોક્ટર ડેન્ગ્યુના ભરડામાં, આખી હોસ્ટેલમાં ફોગિંગ કરાવાયું

4. વોડાફોન આઈડિયાએ 5G ટેસ્ટિંગમાં 3.7 Gbps ની સ્પીડ હાંસલ કરી, જિયો અને એરટેલ કરતાં પણ ક્યાંય વધુ ડેટા સ્પીડ

     પુણેમાં થયેલાં ટેસ્ટિંગમાં કંપનીને 1.5 Gbpsની ડાઉનલોડ સ્પીડ મળી. દેવાદાર બનેલી ટેલિકોમ ઓપરેટર કંપની વોડાફોન આઈડિયાએ દાવો કર્યો છે.

   તે તેણે ડાઉનલોડ સ્પીડમાં જિયોની સ્પીડનો રેકોર્ડ તોડી 3.7 Gbpsની પીક સ્પીડનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. કંપનીના 5G નેટવર્કની આ સ્પીડ પુણેમાં થયેલા એક ટ્રાયલમાં હાંસલ થઈ છે.

5. 13MP  કેમેરા અને 5000mAhની બેટરીથી સજ્જ ‘ઓપ્પો A16’સ્માર્ટફોન લોન્ચ થયો, જાણો કિંમત અને ફીચર્સ

    સિક્યોરિટી માટે ફોનમાં ફેસ અનલોક ફીચર અને સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર છે. વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે

6. ટોપ-ઓર્ડરના પ્રદર્શનથી નક્કી થશે પરિણામ

     આઈપીએલ-2021ની 32મી મેચમાં મંગળવારે પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સ ટકરાશે. આ મેચ દુબઈમાં રમાશે. પ્રથમ ફેજ પછી રાજસ્થાન ટેબલમાં 5મા અને પંજાબ છઠ્ઠા નંબરે છે. બંનેના 6-6 પોઈન્ટ છે, પરંતુ પંજાબે એક વધારની મેચ રમી છે.

7. વરુણ અને ગિલના ચક્રવ્યૂહમાં ફસાઈ વિરાટ સેના, 10 ઓવરમાં કોલકાતાએ ટાર્ગેટ ચેઝ કર્યો; 7મી વાર RCBનો 100થી ઓછો સ્કોર

     કોલકાતાનું ઓલરાઉન્ડ પ્રદર્શન, ટોસ હાર્યો પણ મેચ જીતી. વિરાટ RCBની કેપ્ટનશિપ પણ છોડશે: કોહલીએ કહ્યું- કેપ્ટન તરીકે આ મારી અંતિમ IPL

8. ‘શેરબજાર એટલે સટ્ટો’ની માનસિકતા દૂર થઈ, સ્ટોક માર્કેટમાં રોજના એક લાખથી વધુ નવા રોકાણકારો આવી રહ્યા છે

     બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ઇન્વેસ્ટર્સની સંખ્યા 8 કરોડ પર પહોંચી. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 21 લાખ નવા રોકાણકારો ઉમેરાયા

9. કાર્તિક આર્યન પર્વતોની વચ્ચે રસ્તો ભૂલી ગયો, પોલીસ રસ્તો બતાવવાને બદલે સેલ્ફી લેવા લાગી

    બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન હાલમાં ફિલ્મ પફ્રેડીથના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પંચગનીમાં થઈ રહ્યું છે. પંચગની એક હિલ સ્ટેશન છે.

Read About Weather here

શૂટિંગ જતા સમયે કાર્તિક પર્વતોની વચ્ચે રસ્તો ભૂલી ગયો હતો. અહીંયા પોલીસ રસ્તો બતાવવાને બદલે સેલ્ફી ક્લિક કરવા લાગી હતી. આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે.

10. ખાંડની તેજીના પગલે નવી સિઝનમાં નિકાસ સબસિડી નહિં મળે : અંદાજ

    દેશમાં ખાંડના જંગી ઉત્પાદન સામે સુગર મિલો અને ખેડૂતોને પુરતા નાણા મળી રહે તે માટે નિકાસ સબસિડીમાં વધારો કર્યો હતો. કેન્દ્ર સરકારે આ મહિને 2020-21 સીઝનમાં 60 લાખ ટન ખાંડની ફરજિયાત નિકાસ હાથ ધરવા માટે ખાંડ મિલોને સબસિડીમાં 1,800 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here