આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજનાં મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. નીતિન પટેલ માટે બનાવેલી ચેમ્બર હવે રાજેન્દ્ર ત્રિવેદી પાસે, જ્યાં સ્ટાફ બેસતો હતો ત્યાં જિતુ વાઘાણી બેસશે

   ચૂડાસમાના સ્થાને રાઘવજી પટેલ, પ્રદીપસિંહની ચેમ્બર આર.સી. મકવાણાને અપાઈ.

    નવા મંત્રીમંડળની રચના સાથે હવે સ્વર્ણિમ સંકુલમાં પણ પાવર સેન્ટર બદલાયા છે. જૂના મંત્રીઓએ ખાલી કરેલી ચેમ્બરો નવા મંત્રીઓને ફાળવવાના વિધિવત્ આદેશ સામાન્ય વહીવટ વિભાગે આપ્યા છે.

    નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ નીતિન પટેલ માટે સ્વર્ણિમ સંકુલના બીજા માળે બનાવેલી આલીશાન ચેમ્બર હવે રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવાઈ છે.

2. અમદાવાદ શહેરમાં દર એક સેકેન્ડમાં ત્રણને કોરોનાની રસી, મહાઅભિયાનના ભાગરૂપે એક દિવસમાં રેકોર્ડબ્રેક 1.5 લાખને વેક્સિન અપાઈ

    મોદીના 71મા જન્મદિવસ નિમિત્તે અંદાજે 700 સ્થળે સવારે 8થી રાત્રે 12 સુધી 16 કલાક અભિયાન ચલાવાયું. વધુમાં વધુ લોકોને રસી આપવા નવા વાડજ અને ચાંદખેડા સહિત અનેક BRTS-AMTS બસ સ્ટેન્ડ પર જ રસી મુકવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં અત્યાર સુધી 37 લાખને રસીનો પ્રથમ જ્યારે 17 લાખ લોકોને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે

3. દર્દી હોસ્પિ.માં પહોંચે કે તરત હેલ્થ કાર્ડ બનશે, ડોક્ટર કે બીજા કર્મી હેલ્થ રેકોર્ડ અપડેટ કરી શકશે; તપાસની ફાઇલથી છુટકારો મળશે

    14 ડિજિટવાળા યુનિક હેલ્થ આઇડીની સાથોસાથ ઇમેલ એડ્રેસ પર પણ પૂરો હેલ્થ રેકોર્ડ હશે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHH)નું નામ બદલીને પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન રાખવા વિચારણા થઇ રહી છે. 14 ડિજિટવાળા યુનિક હેલ્થ આઇડી નંબરની સાથોસાથ ઇમેલ જેવું એક આઇડી પણ બની શકે છે.

તેના પર પણ તમારી હેલ્થની તમામ વિગતો ઉપલબ્ધ હશે. તમારા નામથી એક ઇમેલ આઇડી બનશે, જે PHR (પર્સનલ હેલ્થ રેકોર્ડ) એડ્રેસ તરીકે ઓળખાશે. તેનો પાસવર્ડ તમે જાતે સેટ કરી શકો છો.

4. દેશમાં માત્ર 9 કલાકમાં 2 કરોડ લોકોને વેક્સિન આપવાનો ઈતિહાસ બનાવ્યો, દર સેકન્ડે 527થી વધારે ડોઝ અપાયા

    વડાપ્રધાનના જન્મદિનને ખાસ બનાવવા પાર્ટીએ આજથી શરૂ કરેલા સેવા સમર્પણ કેમ્પેનમાં વેક્સિનેશન અભિયાન પણ શરૂ કરાયું છે. ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શુક્રવારે માત્ર 9 કલાકમાં જ કોકોના વાઈયરસ સામે 2 કરોડથી વધારે લોકોને વેક્સિન આપવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. અત્યારે પણ વેક્સિનેશન ચાલુ છે. એટલે કે આ આંકડો હજી પણ વધી શકે છે.

5. વન નેશન-વન રાશન કાર્ડ, વન નેશન-વન ટેક્સ પછી હવે વન નેશન-વન હેલ્થ કાર્ડની તૈયારી છે. કેન્દ્ર સરકાર આ જ મહિને નેશનલ ડિજિટલ હેલ્થ મિશનને દેશભરમાં લોન્ચ કરી શકે છે.

  હાલ, પાયલટ પ્રોજેક્ટ તરીકે આ યોજના આંદામાન-નિકોબાર, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ-દીવ, લડાખ અને લક્ષદ્વિપમાં ચાલી રહી છે. 15 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત કરી હતી.

6. તેલીબિયા ખોળની નિકાસ ઓગસ્ટમાં 4 ટકા ઘટી ખાદ્યતેલોની કિંમતો કાબુમાં હોવાનો સરકારનો દાવો

    ખાદ્યતેલોની ઉંચી કિંમતો અને તેલીબિયા ખોળનો પુરવઠો નહીંવત્ હોવાથી નિકાસ ઘટી. પશુ આહાર તરીકે ઉપયોગમાં લેવાતા ભારતના તેલીબિયાં ખોળની નિકાસ ઓગસ્ટમાં 4 ટકા ઘટીને 1,64,831 ટન રહી છે.

 નિકાસ ઘટવાનું મુખ્ય કારણ સ્થાનિક બજારમાં તેલીબિયાં ખોળના ઉત્પાદનમાં ઘટાડો થવા સાથે ઉંચા ભાવ કારણભૂત રહ્યાં હોવાનું ઉદ્યોગ સંસ્થા સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન (SEA)એ જણાવ્યું હતું.

7. 16 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં મળે, નેગેટિવ પીસીઆર કોવિડ-19 રિપોર્ટ સાથે લઇને આવવું ફરજીયાત

    યુએઈએ દર્શકોને એન્ટ્રી આપવા માટે પ્રોટોકોલ તૈયાર કર્યો, સૌથી સસ્તી ટિકિટ 1200ની આઈપીએલના બીજા ચરણમાં દર્શકોને પ્રવેશ મળશે. જેની શરૂઆત 19 સપ્ટેમ્બરથી મુંબઈ અને ચેન્નઈ મેચથી થશે.

યુએઈમાં કોરોનાની શરૂઆત બાદ પહેલીવાર દર્શકો સ્ટેડિયમમાં આવશે. ટૂર્નામેન્ટની 31 મેચ દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે. મેચ માટે ટિકિટની વહેંચણીની શરૂઆત થઇ ગઇ છે.

8. સોનું સુદનાં ઘર – ઓફિસ પર સતત એક સાથે ત્રીજા દિવસે દરોડા ચાલુ; વિદેશી નાણાંના કાયદાના ઉલ્લંઘનનો આરોપ, શૂટિંગ માટે લીધેલ ફીમાં અનિયમિતતા અને ચેરિટી ફાઉન્ડેશન એકાઉન્ટની પણ તપાસ ચાલુ

Read About Weather here

9.  ન્યુઝીલેન્ડ ટીમે સુરક્ષાનું કારણ આપી અડધો કલાક પહેલાં મેચ કરાવ્યો રદ્દ

     રાવલપિંડીમાં બપોરે 3 વાગ્યે વન-ડે મેચનો ટોસ થાય તે પહેલાં જ ન્યુઝીલેન્ડ ટીમે રમવાનો કર્યો ઈનકાર: વડાપ્રધાન ઈમરાન ખાનની બેચેની વધી: ટીમ શ્રેણી રમ્યા વગર જ પાછી ફરશે

10. રોહિતને હટાવવાની જિદ્દ કોહલીને ભારે પડી ! ખેલાડીઓ સાથેનો વ્યવહાર પણ નડ્યો

     રોહિતને હટાવવાનો કોહલીનો પ્રસ્તાવ ક્રિકેટ બોર્ડને બિલકુલ પસંદ નહોતો પડ્યો; ધોની જ્યારે કેપ્ટન હતો ત્યારે ખેલાડીઓ માટે તેનો રૂમ 24 કલાક ખુલ્લો રહેતો, કોહલીને મેદાન બહાર સાધવો અત્યંત મુશ્કેલ બની ગયું હતું

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here