આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાની વિચારણા થશે

  દેશભરમાં એક જ ભાવની તૈયારી; 17 સપ્ટેમ્બરે લખનઉમાં બેઠક. મંત્રીઓનું સમૂહ સહમત થશે તો GST કાઉન્સિલને પ્રસ્તાવ મોકલાશે. પેટ્રોલ પર 143% અને ડીઝલ પર 108% ટેક્સ વસૂલાય છે.

2.રાજકોટના 12500 ચોરસ મીટરના રસ્તા ધોવાયા, 5 મકાન, 6 બ્રિજ-નાળા, 42 ભૂગર્ભ ગટર અને 6 બગીચામાં નુકસાની

  મવડી ગામના બ્રિજ પર વેરિંગ કોટ તૂટી ગયું, કુંભારવાડામાં મકાન તૂટી પડ્યું, 11 વૃક્ષ પડી ગયા, મવડી સ્મશાનની દીવાલ તૂટી. જે રોડ પર પેચવર્ક કર્યા હતા.

તેમાંથી મોટાભાગના તૂટી ગયા, ગેરંટીવાળા એક પણ રોડ તૂટ્યા ન હોવાનો મનપાના ઇજનેરનો દાવો. 2 સ્થળે પાણીની લાઇન, 3 સ્ટ્રીટલાઇટને નુકસાન, 11 વૃક્ષ તૂટી પડ્યા, તૂટેલા રોડનું રિપેરિંગ કરવા પેવિંગ બ્લોક ફિટ કરી કામ શરૂ.

Visit Saurashtra Kranti Homepage here

3. રાજકોટ આવેલા નવનિયુક્ત ભૂપેન્દ્ર પટેલને કલેક્ટર ઓફિસે બેસાડવા માટે ચાર વખત ખુરશી બદલવી પડી!

   કારણ કે વ્હિલવાળી સુરક્ષાકર્મીએ નકારી તો કેટલીક સંતુલિત ન હતી. નવનિયુક્ત CM ભૂપેન્દ્ર પટેલ મંગળવારે પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરીએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

બેઠક ચાલતી હતી તે સમયે કચેરીમાં પ્રેસ કોન્ફરન્સની તૈયારી થઇ હતી જેમાં સીએમને બેસવા એક બે નહીં ચાર ખુરશી બદલાઇ હતી અને પાંચમી ખુરશીમાં સીએમ બેઠા હતા.

4. એપલે લોંચ કર્યો આઈફોન 13 અને 13 મિની, જૂના મોડલ કરતાં વધારે બ્રાઈટ ડિસ્પ્લે મળશે, તેની પ્રારંભિક કિંમત રૂપિયા 51400

   એપલની પ્રોડક્ટ લોંચિંગ ઈન્વેન્ટ કેલિફોર્નિયા સ્ટ્રીમિંગ મંગળવારે રાત્રે 10.30 વાગે (ભારતીય સમય પ્રમાણે) શરૂ થઈ ચુકી છે. વર્ચ્યુઅલી યોજાઈ રહેલી આ ઈવેન્ટની શરૂઆત કેલિફોર્નિયા સોંગ સાથે થઈ હતી. ત્યારબાદ કંપનીના CEO ટીમ કૂકે સૌને આવકાર્યા હતા.

સૌથી પહેલા તેમણે એપલ ટીવી પ્લસની વાત કહી હતી. ત્યારબાદ ન્યૂ આઈપેડ અને આઈપેડ મિનિ લોંચ કર્યાં હતા. કૂકે જણાવ્યું હતું કે કેવી રીતે એપલ ટીવી પ્લસે પોતાના ટીવી શોથી લોકોને પોતાની તરફ ખેંચ્યા છે. આ ટીવી પર આવનારા ‘The Morning Show’ કૂકે પણ પસંદ કર્યો છે.

5. પિતા ભંગારમાંથી સાઇકલ લઇ આવ્યા, પુત્રએ માત્ર 12 હજારનો ખર્ચ કરી સોલર સાઇકલ બનાવી, ચલાવવામાં એક પણ રૂપિયાનો ખર્ચ નહીં

  વાડી રંગમહાલ વિસ્તારમાં રહેતો નીલ શાહે અનોખી સાયકલ બનાવી છે. ટીચર અને પિતાની મદદથી સોલર પેનલ અને ડાઇનેમોથી ચાલતી સોલર સાઇકલ તૈયાર કરી

6. હોરર મૂવીઝ જોવા માટે આ કંપની 95,700 રૂપિયાનો પગાર આપશે, ઉમેદવારે મૂવીઝનાં બજેટનું અનુમાન લગાવી રેન્ક આપવો પડશે

  અમેરિકાની ફાઈનાન્સબઝ કંપની હોરર મૂવીઝ જોવા માટે પૈસા આપશે. ફિટબિટ હેલ્થ ટ્રેકિંગ ડિવાઈસ પહેરી ઉમેદવારે મૂવીઝ જોવી પડશે. 9 દિવસમાં 13 મૂવીઝ જોઈ તેનાં બજેટનું અનુમાન લગાવી રેન્ક આપવાના રહેશે

7. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની આજે બપોરે શપથવિધિ, ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા આદેશ

  છેલ્લી ઘડીએ શપથવિધિ એક દિવસ વહેલી કરવાના નિર્ણયથી નો-રિપીટ થિયરી લાગુ કરાવાની પક્ષમાં આશંકા

પાટીદાર – 7થી 8, અન્ય સવર્ણ – 5, ઓબીસી- 8થી 10, દલિત – 2, આદિવાસી – 2થી 3 મંત્રીઓ હોઈ શકે છે

8. એપલ નથી બનાવતી આઈફોનના હાર્ડવેર, 8 દેશની 23 કંપની બનાવે છે 34 પાર્ટ્સ; અમેરિકામાં માત્ર 14 પાર્ટ્સ બને છે

  એપલ માત્ર આઈફોનની ડિઝાઈન અને બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે

9. સિંગલ ચાર્જમાં 1099 કિમી દોડીને ઇ-ટ્રકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું, 2 ડ્રાઇવરે 23 કલાકમાં સૌથી લાંબો ટેસ્ટ ટ્રેક પાર કર્યો

Read About Weather here

  અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં નવી નવી ગાડીઓ અને ટૂ-વ્હીલર તેમજ થ્રી-વ્હીલર આવતાં જોયાં છે. પરંતુ હવે આ સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક ટ્રકે એન્ટ્રી મારી છે અને આ એન્ટ્રી એટલી ગ્રાન્ડ છે કે તેણે આવતાંની સાથે જ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

10. આઈફોન 12ની ખરીદી ₹12,901માં કરી શકાશે, વિદ્યાર્થીઓ માટે ફ્રી એરપોડ્સની ઓફર

  એન્યુઅલ એજ્યુકેશન ઓફર હેઠળ વિદ્યાર્થીઓને એરપોડ્સ ફ્રીમાં મળશે. આઈફોન 12 પ્રો પર ફ્લિપકાર્ટ 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here