આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. ભૂપેન્દ્ર પટેલ ઘણાં નવા ચહેરા લાવશે; સિનિયરોની મોટાપાયે બાદબાકી, હાલના મંત્રીમંડળના છથી સાત સભ્યો જ યથાવત રહેવાની સંભાવના

  દિલ્હીથી યાદી આવે પછી જાહેરાત, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, બાવળિયા, જવાહર ચાવડા, ઇશ્વર પરમારના નામ પર કાતર ફરશે. કેબિનેટ મંત્રીઓમાં પ્રદિપસિંહ, આત્મારામ પરમાર, રાજેન્દ્ર ત્રિવેદી, જિતુ વાઘાણીના નામ ઉમેરાશે. ફળદુ, ગણપત વસાવા, દિલીપ ઠાકોર, રાદડિયા રહેશે. રાજ્યકક્ષાના મંત્રીઓમાં બચુ ખાબડ, જયદ્રથસિંહ પરમાર, વાસણ આહિર, વિભાવરી દવે, રમણ પાટકર, કિશોર કાનાણી, યોગેશ પટેલ કપાઈ જશે

આ નવા ચહેરાઓનો મંત્રી મંડળમાં સમાવેશ થવાની શક્યતા, હાલના કેટલાક મંત્રીને પ્રમોશન મળશે

2. 10.66 લાખ યુનિટ શિપમેન્ટ સાથે HP એક નંબરે, સેમસંગે 134%નો વાર્ષિક ગ્રોથ મેળવ્યો

  2021ના બીજા ક્વાર્ટરમાં 24.95 લાખ નોટબુકનાં શિપમેન્ટ થયાં. વર્કફોર્મ હોમ અને ઓનલાઈન ક્લાસને કારણે PCની ડિમાન્ડમાં ધરખમ વધારો

Visit Saurashtra Kranti Homepage here

3. ઓગસ્ટમાં કાર ખરીદવા માટે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન 25% વધ્યું, 55% સાથે સૌથી વધુ ડિમાન્ડ અલ્ટો 800ની રહી

  વિશ્વભરમાં સેમીક્ધડક્ટરની અછતને કારણે નવી ગાડીઓનું પ્રોડક્શન ઓછું થઈ રહ્યું છે. લોકો હવે સેક્ધડ હેન્ડ ગાડીઓ તરફ વળી રહ્યાં છે.

આ જ કારણ છે કે સેક્ધડ હેન્ડ કાર માર્કેટ હવે 5%થી 10% સુધી મોંઘું થઈ ગયું છે. પરિણામે, ડ્રુમ, OLX, Cars24 જેવાં ઓનલાઇન સેક્ધડ હેન્ડ પ્લેટફોર્મમાં વેચાણ એપ્રિલથી ઓગસ્ટના સમયગાળા દરમિયાન ઓનલાઇન ટ્રાન્ઝેક્શન 25% સુધી વધી ગયું છે.

4. 3 વર્ષ થંભી ગયા બાદ હવે ફરી ઉડશે જેટ એરવેઝ; પહેલી ફ્લાઈટ મુંબઈથી દિલ્હી

  એપ્રિલ 2019થી બંધ જેટ એરવેઝની ફ્લાઈટો ફરી શરૂ થવાની છે. આશરે 3 વર્ષ સુધી થંભી રહ્યા બાદ એરલાઇન્સ 2022ના પ્રથમ ત્રિમાસિકથી તેની ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન શરૂ કરશે. તેના પછી આગામી નાણાકીય વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો શરૂ કરશે.

5. ફાર્મા ક્ષેત્રે પાંચ વર્ષમાં એપીઆઈમાં આત્મનિર્ભર બનીશું

  ચીનની નિર્ભરતા ઘટાડવા-સરકારે સ્થાનિકમાં ઉત્પાદન વધારવા API  પાર્કની રચના કરાતા. વિશ્વની 20 ટકા દવાઓ ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે છે. ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું વાર્ષિક ટર્નઓવર 43 અબજ ડોલર

USમાં 1/3, યુરોપમાંઞ પુરવઠો ભારતીય કંપનીઓનો હિસ્સો

6. કિયા, ટાટા મોટર્સ, મહિન્દ્રા અને હ્યુન્ડાઇ સામે કારની માર્કેટ લીડર મારુતિ સુઝુકી હવે બજાર પરથી પોતાની પકડ ગુમાવી રહી છે

 સવા વર્ષમાં મારુતિનો બજાર હિસ્સો આશારે 10% જેટલો ઘટ્યો. આજ સમયમાં કિયાનો માર્કેટ શેર લગભગ બમણો થઈ ગયો. ટાટા અને મહિન્દ્રાની હિસ્સેદારીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો

7. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો અમદાવાદમાં પેસેન્જર્સને 6 કલાકથી વધુ રાહ જોવી પડી

   રાજકોટ ડિવિઝનના અલિયાવાડા,જામવંથલી સેકશનમાં ટ્રેક પર પાણી ફરી વળ્યાં

8. પાર્કિંગ ચાર્જ લઈ માસિકથી શરૂ કરી વાર્ષિક પરમિટ ઈશ્યૂ કરવા અંગે વિચારણા; માગ અને વિસ્તારને આધારે પાર્કિંગના દર નક્કી કરાશે

   ઈલેક્ટ્રિક વાહનોને ત્રણ વર્ષ સુધી પાર્કિંગ ચાર્જમાંથી રાહત મળી શકે છે. શહેરમાં માગ આધારિત પાર્કિંગ ફી લાગુ કરવા મ્યુનિ.ની નવી પાર્કિંગ પોલિસીમાં વિચારણા હેઠળ છે. પાર્કિંગ માટે મ્યુનિ. માસિક, ત્રિમાસિક, છ માસિક, કે વાર્ષિક ધોરણે પણ વાહનમાલિકોને નિયત સ્થળે પરમિટ પણ ઇસ્યુ થઇ શકશે. ઇલેટ્રિક વાહનોને પણ પાર્કિંગ માટે 3 વર્ષ સુધી રાહત આપવામાં આવી શકે છે.

9. 30-45 વર્ષના 40% લોકો હેલ્ધી લાઇફ માટે આર્યુવેદ તરફ વળ્યા

  રુટિન લાઇફમાં પણ આર્યુવેદ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધતા વેચાણમાં 25% નો વધારો. કોરોના બાદ લોકો માત્ર આર્યુવેદિક ઉપચાર જ નહિ પણ રૂટિન લાઇફમાં આર્યુવેદિક પ્રોડક્ટ્સનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા થઇ ગયા છે. આ ટ્રેન્ડને લઇને સિટીભાસ્કરે વૈધ આદિત્યનાથ સાથે વાત કરતા જાણવા મળ્યું કે 35-55 વર્ષના લોકોમાં આ બદલાવ વધારે જોવા મળી રહ્યો છે.

આજ વાતને લઇને આર્યુવેદિક પ્રોડક્ટનું વેચાણ કરતા સ્ટોર ઓનર્સે જણાવ્યું હતું કે, આર્યુવેદિક પ્રોડક્ટનું વેચાણ વધતા તેમના બિઝનેસમાં પણ 15-20 ટકાનો વધારો થયો છે.

Read About Weather here

10. ઓગસ્ટમાં રિટેઈલ મોંઘવારી દર 5.30%; શાકભાજી સસ્તી થઈ, પરંતુ ખાવાનું તેલ હજુ પણ મોંઘુ

   સરકારે રિટેઈલ મોંઘવારી દરના ઓગસ્ટના આંકડા જાહેર કર્યા છે. ઓગસ્ટમાં રિટેઈલ મોંઘવારી દર 5.30% રહ્યો છે જે જુલાઈમાં 5.59% પર હતો. આ છેલ્લાં 4 મહિનામાં સૌથી ઓછો છે. એક વર્ષ પહેલાં ઓગસ્ટ 2020માં રિટેઈલ મોંઘવારી દર 6.69% હતો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here