આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યૂઝ પર એક નજર

1. તાલિબાને પંજશીરમાં કર્યો જીતનો દાવો; પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાલેહ તઝાકિસ્તાન ભાગી ગયા હોવાના અહેવાલ, તેમણે વીડિયો જાહેર કરી તમામ વાતોને ખોટી ગણાવી

    તાલિબાને શુક્રવારે પંજશીર જીતી ગયા હોવાનો દાવો કર્યો છે. સમાચાર એજન્સી રોઇટર્સે એક તાલિબાની કમાન્ડરના અહેવાલથી જણાવ્યું હતું કે હવે સમગ્ર અફઘાનિસ્તા પર તાલિબાનનું નિયંત્રણ છે. પંજશીરમાં તાલિબાન વિરુદ્ધ અહમદ મસૂદ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અબ્દુલ્લાહ સાલેહના નેતૃત્વમાં રેજિસ્ટેન્સ ફોર્સ લડાઈ કરે છે.

2. સુરત એરપોર્ટ પર ધસારો:કોરોના હળવો થતાં એરપોર્ટ પર 3 મહિનામાં મુસાફરો 15 હજારથી વધીને 78 હજાર થઈ ગયા, 5 ગણો વધારો થયો

  અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસ ઘટી જતા મુસાફરોની સંખ્યામાં વધારો થયો

Visit Saurashtra Kranti Homepage here

3. ડિંડોલીમાં મિલના પ્રદૂષણથી હજારોના સ્વાસ્થ્યને ખતરો

   મારૂતિ ડાઇંગ મિલ સામે GPCBમાં ફરિયાદ. કોઇ પણ પરવાનગી વગર ડિંડોલી રેલ્વે ટ્રેક પાસે ઉભી કરાયેલી મારૂતિ એન્ટરપ્રાઇઝ ડાઇંગ મિલના પ્રદુષણથી 10 જેટલી સોસાયટીના 62 હજારથી વધુ લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થતાં એકમ સામે પગલા લેવા જીપીસીબીને લેખિતમાં ફરિયાદ કરાઇ છે.ડિંડોલી રેલ્વે ટ્રેક પાસે પ્રમુખ પાર્કમાં મારૂતિ એન્ટરપ્રાઇઝનાં નામે કાપડ મિલના ધુમાડાથી રહીશોને આંખોમાં બળતરા થવાની ફરિયાદ કરાઇ છે. ડિંડોલી નંદનવન સોસાયટીના રહીશોએ જીપીસીબીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છેકે બિન અધિકૃત રીતે ઉભી કરાયેલી ડાઇંગ મિલમાંથી નિકળતા ધુમાડાથી આંખમાં બળતરા થાય છે.

4. અમેરિકામાં દર 55 સેક્ધડે એકનું મોત

   અમેરિકા કોરોનાના ડેલ્ટા વેરિયન્ટની ઝપટમાં છે. તે અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં છેલ્લા 8 મહિનાના સૌથી વધુ દર્દી મળી રહ્યા છે. એ હાલત છે કે દર 55 સેક્ધડે એક મોત અને દર એક મિનિટે 111 લોકો સંક્રમિત થઇ રહ્યા છે. એટલે કે અમેરિકામાં દર સેક્ધડે 2 કેસ સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ 4 કરોડને પાર પહોંચ્યા છે.

5. સેન્સેક્સ 58000 પાર: રિલાયન્સના ખાતામાં 15 લાખ કરોડ

 રિલાયન્સ 15 લાખ કરોડ Mcap ધરાવતી પહેલી કંપની, 8 મહિનામાં શેર 20% વધ્યા. રિલાયન્સના શેરના ભાવ 4.12%ના ઉછાળા સાથે 2,388.25 પર બંધ. એક સપ્તાહમાં સેન્સેક્સમાં 2 હજાર, નિફ્ટીમાં 618 પોઇન્ટની મજબૂતી

6. વિચારધારા: અમેરિકામાં ઉદારવાદને ડાબેરી એક્ટિવિસ્ટ સામે જોખમ; અભિવ્યક્તિની આઝાદી નબળી પડી

  વફાદારીના સોગંદ, ઈશ્વરની નિંદા પર દંડ જેવા ધાર્મિક રાજ્યની રીતો પુનર્જિવિત. 350 વર્ષ અગાઉ ઉદારવાદે ચર્ચ અને રાજ્યના ગઠબંધન વિરુદ્ધ અભિયાન ચલાવ્યું રહતું. આ વિચારધારાનું પરિણામ ત્રણ ક્રાંતિ તરીકે સામે આવ્યું હતું. અમેરિકામાં થોમસ જેફરસને ચર્ચ અને રાજ્યના ઘૃણાસ્પદ મિલાપને દુનિયાની તમામ બુરાઈઓનું મૂળ જણાવ્યું હતું.

7. 10 વર્ષ યુએસ આર્મીમાં રહ્યા મલિક રઝા, તાલિબાન સામે જંગ લડ્યા… હવે જયપુરનાં કૃષ્ણમંદિરોને સજાવી રહ્યા છે

  આતંકીઓને પકડનારા હાથ ફ્રેસ્કો આર્ટથી માંડીને મ્યૂરલ આર્ટવર્કનું ક્ધઝર્વેશન કરી ચૂક્યા છે. જયપુરના 42 વર્ષીય મલિક રઝા ખાને યુએસ આર્મીમાં 10 વર્ષ સેવા આપી. સર્વિસના છેલ્લા 3 વર્ષ અફઘાનિસ્તાનના વોર ઝોન કંદહાર, શિંદાદ અને હેરાતમાં ગોળીઓ ચલાવી. કંદહારમાં ISISના 2 આતંકીને પકડ્યા. 2015માં માતા-પિતાએ બોલાવતાં વતનમાં પાછા તો ફર્યા પણ પિતાના ઘરેલુ બિઝનેસમાં ન જોડાયા.

8. ચીનમાં મહિલાઓ જેવું વર્તન-મેકઅપ કરનાર પુરુષો ટીવી પર પ્રતિબંધિત, અધિકારીઓએ કહ્યું – છોકરાઓને મર્દાનગી માટે પ્રોત્સાહિત નથી કરતા

સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના નામે શી જિનપિંગ સરકારની દખલ અને નિયંત્રણ વધ્યાં. સરકાર કહે છે કે આવા પુરુષોથી દેશના ફછોકરાઓને મર્દાનગી માટે પ્રોત્સાહન નથી મળતું. ખરેખર ચીનમાં દેશની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના નામે કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગની દખલ અને નિયંત્રણ વધતાં જઈ રહ્યાં છે.

Read About Weather here

9. હની સિંહ પર ઘરેલુ હિંસાનો કેસ: સુનાવણી માટે તીસ હજારી કોર્ટમાં હની સિંહ હાજર થયો, જજને ચેમ્બરમાં રિપોર્ટર્સ વગર સુનાવણી હાથ ધરવા વિનંતી કરી

  3 સપ્ટેમ્બરના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં આ કેસની બીજી સુનાવણી થઈ

જજે હની સિંહ અને તેની પત્ની શાલિની તલવારને પોતાની ચેમ્બરમાં બોલાવીને સમજાવ્યા

10. ગોલ્ડન ગર્લ અવની લેખારાએ શૂટીંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો

    એક જ પેરાલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની : અગાઉ 10 મીટરમાં ગોલ્ડ જીત્યો હતો

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here