1. ભારત-અફઘાનના ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ઓટ, સૂકા મેવા મોંઘા થતાં તહેવારો ડ્રાય બનશે
2020-21માં બંને દેશ વચ્ચે 1.4 અબજ ડોલરનો વેપાર થયો છે. ભારતનું 22 હજાર કરોડ રૂપિયાનું રોકાણ ફસાયું
2. આજનો સેન્સેક્સ 210 અંક વધ્યો, નિફ્ટી 16614 પર બંધ; ટેક મહિન્દ્રા, TCSના શેર વધ્યા
કારોબાર દરમિયાન સેન્સેક્સ 55854.88 અને નિફ્ટી 16628.55ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક, NTPC, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, લાર્સનના શેર ઘટ્યા
Visit Saurashtra Kranti Homepage here
3. અફઘાનિસ્તાનમાં જે તાલિબાનોની જીત પર પાકિસ્તાન હસી રહ્યું છે તે જ તાલિબાનો તેમને રોવડાવી પણ શકે છે
આશંકા હતી એ પ્રમાણે તાલિબાને આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. હવે એવું સ્પષ્ટ કહી શકાય કે અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો છે. આની અસર ના માત્ર દુનિયા કે દક્ષિણ એશિયા પર થશે, પરંતુ પાકિસ્તાન પર પણ થવાની છે.
4. PM મોદીએ કહ્યું- અફઘાનિસ્તાનના હિંદુ અને શીખ નાગરિકોને ભારતમાં આશરો આપીશું
અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને PM નિવાસ સ્થાને મંગળવારે બેઠક મળી, જેમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સકુશલ પરત કરવાના સુનિશ્ર્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે.
5. રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ નહીં: સુપ્રીમ
જો કાયદેસર જાસૂસી થઈ હોય તો મંજૂરી આપનારો વિભાગ એફિડેવિટ કરે. સુપ્રીમકોર્ટે પેગાસસ સોફ્ટવેર થકી જાસૂસીના કેસમાં મંગળવારે બીજા દિવસે પણ સુનાવણી કરી. આ દરમિયાન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવવા મુદ્દે જજોએ કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમાધાન થાય. જો કાયદેસર રીતે જાસૂસી થઈ હોય, તો તેમની મંજૂરી આપનારા વિભાગે એફિડેવિટ દાખલ કરવી જોઈએ.
6. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન; અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ; શહેરીજનોને બફારામાંથી રાહત
કાલુપુર, દિલ્હી ચકલા, શાહપુર, દરિયાપુર સહિતના પૂર્વ અમદાવાદમાં ધોધમાર વરસાદ ચાલુ થયો. સરખેજ, નરોડા પાટિયા સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી.
7. સુરતમાં ઘરના સરનામે ૠજઝ નંબર માંગનારાની અરજી રદ, તંત્રને બોગસ બિલિંગનો ડર
કોરોનાકાળ પહેલાં મહિનાની 300 અરજી આવતી, જે હવે 500 થઈ ગઈ. કોરોના કાળ બાદ નવા જીએસટી નંબર લેવા હોડ જામી છે. પરંતુ બોગસ બિલિંગના લીધે અધિકારીઓ બિલોરી કાચ મૂકીને બેઠા હોવાથી ઓડધોઅડધ અરજીઓ રદ થઈ રહી છે. ખાસ કરીને ઘરના એડ્રેથી ઇ-કોમર્સ જેવા ધંધા કરવા કરાતી મોટાભાગની અરજીઓ નામંજૂર થઈ રહી છે.
8. અમેરિકાની 20 વર્ષની મહેનત પર તાલિબાને ફક્ત 10 દિવસમાં પાણી ફેરવ્યું; આ કારણોથી જગત જમાદારની અફઘાન મોરચે થઈ ધોબીપછાડ
નિષ્ણાંતોના મતે એવા કેટલાક ભૂતિયા સૈનિકો ફક્ત કાગળ પર હતા. સૈનિકોની સંખ્યાને લઈ વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થયેલું. અમેરિકા અફઘાનિસ્તાનના ઈતિહાસ અને એની સંસ્કૃતિને સમજવામાં થાપ ખાઈ ગયું. અમેરિકાએ વર્ષ 2001 બાદ આશરે બે દાયકા સુધી અફઘાનિસ્તાનમાં યુદ્ધ-પુનર્વસન પાછળ કરોડો ડોલરનો ધુમાડો કર્યા બાદ છેવટે બિસ્ત્રા-પોટલાં બાંધીને પરત ફરવું પડ્યું છે.
Read About Weather here
9. ‘ધ વોલ’ માત્ર ટેગ નથી, તે એક જવાબદારી છે જેને નિભાવવાની છે; ઓલિમ્પિકના પ્રદર્શનથી ભારતીય હોકીનો વિકાસ થશે: સવિતા
ભારતીય મહિલા હોકી ટીમની સેમિફાઇનલ સુધીની સફરમાં ગોલકીપર સવિતા પુનિયાનું યોગદાન મહત્ત્વનું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું. ટીમ સેમિ ફાઇનલ સુધી પહોંચી. આ ટીમનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.
10. આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય; ભટ્ટજી મહારાજ, પૂનમિયા સંઘ અને વેપારીઓએ કહ્યું, ‘સ્વાસ્થ્યની ચિંતા સૌથી પહેલી’
છ મહિના અગાઉ તંત્ર દ્વારા તૈયારીઓ થતી હતી મેળાને એક મહિનો પણ બાકી નથી છતાં કોઈ તૈયારી નહીં તે સ્પષ્ટ સંકેત. મોટા ભાગના સંઘો શ્રાવણ માસમાં માં અંબાના દર્શને પહોંચી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here