આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. અમરિંદરે રાજીનામું આપ્યું, રાજ્યપાલ બીએલ પુરોહિતને સમગ્ર મંત્રીમંડળનું રાજીનામું આપ્યું, કહ્યું- મારું સતત અપમાન થતું હતું

   કેપ્ટનથી નારાજ 40 MLAના પત્ર બાદ આજે ધારાસભ્ય દળની બેઠક

સોનિયાને મળ્યા બાદ હરીશ રાવતે ટ્વીટ કર્યું

2. ચાર વર્ષ પહેલાં અલગ થયેલી પત્નીને એક્સિસ બેંકે ATM કાર્ડ-પિન મોકલી દીધા, પતિદેવને 1.66 લાખનો ચૂનો લાગ્યો

  ગ્રાહક અદાલતે વાર્ષિક 7% વ્યાજ સાથે અરજદાર પતિને વળતર ચૂકવવા એક્સિસ બેંકને આદેશ કર્યો. ATM કાર્ડ ખોવાઈ જતાં ખાતેદારે સપ્ટેમ્બર 2009માં બેંકને નવું કાર્ડ કાઢી આપવા માટે અરજી કરી હતી

Visit Saurashtra Kranti Homepage here

3. યુકેમાં ટ્રક ડ્રાઈવરોને આપવામાં આવી રહ્યો છે વાર્ષિક 72 લાખ રૂપિયા પગાર

હાલમાં યુકેમાં 1,00,000 જેટલા ટ્રક ડ્રાઈવરોની અછત સર્જાઈ છે જેના કારણે સુપરમાર્કેટમાં સ્ટોક જાળવી રાખવામાં મુશ્કેલી પડી રહી છે : તગડો પગાર જ નહીં પરંતુ નોકરી પર જોડાય ત્યારે દોઢ લાખ રૂપિયા જેટલું બોનસ પણ આપવામાં આવી રહ્યું છે

4. બેંગ્લુરૂના વ્યાદરહલ્લી વિસ્તારમાં સ્થિત એક ઘરમાં એક જ પરિવારના 5 સભ્યોની લાશ બહું ખરાબ સ્થતિમાં મળી છે. પોલીસ જયારે ઘરમાં દાખલ થઈ તો તેમણે જોયું તો 4 વયસ્કોની બોડી અલગ અલગ રુમમાં ફાંસી પર લટકેલી હતી.

જયારે 9 મહિનાના બાળકની લાશ બેડ પર હતું. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પરિવારના સભ્યોની આત્મહત્યા બાદ બાળકનુંમોતભૂખના કારણે થઈ છે. આ રીતે એક મામલો વર્ષ 2018માં દિલ્હીના બુરાડીમાં સામે આવ્યો હતો. જયાં એક પરિવારના 11 સભ્યો ઘરના છત પર ફાંસી લગાવેલા જોવા મળ્યા હતા.

5. રાજ કુંદ્રાએ કહ્યું- પોર્નોગ્રાફી કેસમાં મને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે, મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી

   મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ રાજ કુંદ્રાની વિરુદ્ધ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે 1500 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. રાજ કુંદ્રાએ શનિવારે મુંબઈની કોર્ટમાં જામીન અરજી કરી. તેને દાવો કર્યો છે કે, સપ્લિમેન્ટ્રી ચાર્જશીટમાં તેની વિરુદ્ધ એક પણ પુરાવો નથી

6. નાના બાળકો માટે સરકારી ડેન્ટલ કોલેજમાં 20 નવી ખુરશી મુકાઈ

   એક જ સમયે વધારે દર્દીઓની સારવાર કરવી સગવડભર્યું બની રહેશે. દાંત પર ડોકટરે કોઈ સારવાર કરવાની છે એ વિચારીને જ નાના બાળકો ડરે છે.

બાળકોના મનનો ડર દૂર કરતા વિવિધ સોફ્ટ ટોયઝથી સજાવેલી આકર્ષક રંગબેરંગી 20 નવી ખુરશીઓ સેંટ જ્યોર્જ હોસ્પિટલના પરિસરમાં આવેલ સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં મૂકવામાં આવી છે. તેથી હવે વધુ બાળકોની સારવાર કરવી ડોકટરો માટે સગવડભર્યું થશે.

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીક સેંટ જ્યોર્જ હોસ્પિટલના પ્રાંગણમાં સ્થિત સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સ્વતંત્ર બાળ દંત રોગ વિભાગ છેલ્લા અનેક વર્ષોથી કાર્યરત છે.

7. ઈન્સ્ટાગ્રામ ટીનેજર ગર્લ્સ માટે તણાવનું કારણ બન્યું, પેરેન્ટ કંપની ફેસબુક આ વાત જાણતી હોવા છતાં મૂંગી રહી

  અમેરિકન ન્યૂઝ પેપર ધ વોલ સ્ટ્રીટ જર્નલએ ઈન્સ્ટાગ્રામ પર ચોંકાવનારો ખુલાસો કર્યો. રિપોર્ટ પ્રમાણે, ટીનેજર ગર્લ્સનું કહેવું છે કે ઈન્સ્ટાગ્રામને કારણે તેઓ બોડી શેમિંગનો ભોગ બની રહી છે

8. પેન કાર્ડ આધાર લિંક કરાવવાની ડેડલાઈન 31 માર્ચ, 2022 થઈ, આની પહેલાં છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર હતી

  આધાર-PAN લિંક નહીં કરો તો તમારું પેન ઈનઓપરેટિવ (નિષ્ક્રિય) જાહેર કરી દેવામાં આવશે

ઈનઓપરેટિવ પેનનો ઉપયોગ કરવા બદલ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે

9. કોરોના કાબૂમાં મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ,ડેન્ગ્યુના 33 અને ચિકનગુનિયાના નવા 14 કેસ સામે આવ્યાં. કોરોના પોઝિટિવના હાલ 12 એક્ટિવ કેસ

Read About Weather here

10. ઓલપાડમાં એક જ દિવસે 4 કેસ, શહેરમાં કોરોના વિરોધી રસી મેળવનારનો આંકડો  92.08 ટકાએ પહોંચ્યો

    શહેર જિલ્લામાં કોરોનાના 71 એક્ટિવ કેસ. સુરત શહેરમાં 04 અને જિલ્લામાં 04 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 08 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143673 થઈ ગઈ છે.

શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી. શહેરમાં કોરોના વિરોધી રસી મેળવનારનો આંકડો 92.08 ટકાએ પહોંચ્યો છે. જેથી પ્રથમ ડોઝમાં 31,86,501 પહોંચતાં 92.08 ટકા અને બીજો ડોઝ 13,50,811 થતાં 42.40 ટકા સુધી પહોંચી ગયો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here