આજના ઈવનિંગ ન્યુઝ એક પર નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.ગુજરાતમાં 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર, 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે, 21મીએ મતગણતરી

આજથી 10,879 ગામમાં આચારસંહિતાનો અમલ

29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બરથી ઉમેદવારી કરી શકાશે

2. સુરતમાં ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું – હું ફરી કહું છું, પીડિતાનો ભાઈ છું અને એમની માતાનો દીકરો છું, આરોપીને ટૂંકા ગાળામાં દુનિયા સામે લાવીશું

નવસારીની પીડિતાની માતાની ગૃહરાજ્ય મંત્રી પાસે ન્યાયની ગુહાર લગાવી હતી

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. ડાર્ક વેબની મદદ લઈ વિદેશથી એર કાર્ગો દ્વારા ડ્રગ્સ મગાવનાર વંદિત પટેલે બે વર્ષમાં 50 અલગ અલગ સરનામાં પર 300 વાર ડિલિવરી મગાવી

બે વર્ષમાં રૂ.10 કરોડના ડ્રગ્સની ડિલિવરી મેળવી હતી, જેમાં 4 કરોડના ક્રિપ્ટો કરન્સીના વ્યવહાર કર્યા હતા

ગુજરાત અને અન્ય રાજ્યના પ્રીમિયમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને ડ્રગ્સ સપ્લાય કરતો

4. શંકાસ્પદ બાઇક સવારે કેમ્પના ગેટ પર કર્યો ગ્રેનેડ હુમલો, CCTV દ્વારા ઓળખ કરવાની કવાયત ચાલુ; સમગ્ર પંજાબમાં એલર્ટ જાહેર

અમૃતસર, જલંધર, ભટિંડા, ગુરદાસપુર અને અન્ય શહેરોમાં સુરક્ષા વધારી દેવામાં આવી

5. વુકેશા શહેરમાં ક્રિસમસ પરેડમાં ધસમસતી SUV ઘૂસી, 5નાં મૃત્યુ, 40 ઘાયલ; ઘાયલોમાં 12 બાળકનો પણ સમાવેશ, આતંકી હુમલાને નકારતી પોલીસ

કોરોનાને કારણે ગયા વર્ષે પરેડ રદ થઈ હતી

ઘટનાને લઈને લોકોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે

6. નિક્કી તંબોલીએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી

આ ફોટો શેર કરતાં નિક્કી તંબોલીએ કેપ્શન આપ્યું, ‘તે મારી ભૂલ નથી કે હું લોકપ્રિય છું અને એ પણ મારી ભૂલ નથી કે તમે ઈર્ષ્યાનો અનુભવ કરો છો’

7. અમેરિકાથી પરત ફરતા સાથે જ આ દિગ્ગજ અભિનેતા – નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : હોસ્પિટલમાં દાખલ થયા

8. અમિતાભ બચ્ચને પાન મસાલા કંપનીને લિગલ નોટિસ ફટકારી

પાન મસાલાની એડથી બચ્ચનની થઈ હતી ટીકા : કોન્ટ્રાકટ ખતમ ર્ક્યો છતાં કંપની એડ પ્રસારીત ક૨તી હોવાથી બિગ બીએ લીધું પગલું

9. ભણશાલીની ‘બૈજૂ બાવરા’માં મીનાકુમારીનો રોલ કરવા દીપિકા પાદૂકોણને રસ પડયો

જો કે ભણશાલીને રોલ માટે આલિયા બેસ્ટ લાગે છે

Read About Weather here

10. પરિણીતી ચોપરા સાત વર્ષ બાદ ટીવીના પરદે પાછી ફરશે

હુનરબાજ-દેશ કી શાનની પ્રથમ સીઝનમાં જજની ખુરશીમાં જોવા મળશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here