આજના ઈવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1. સોનુ સુદની ઓફિસ પર  IT ટીમ ત્રાટકી, એક્ટર 19 દિવસ પહેલાં કેજરીવાલને મળ્યો હતો

 સોનુ સૂદની ઓફિસમાં  IT ના અધિકારીઓ આવ્યા, અકાઉન્ટ બુકમાં. ગડબડ કરી હોવાના આરોપો બાદ પ્રોપર્ટી સર્વે કર્યો

2. રાજકોટમાં જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં નાણાપંચની રૂ.1702 લાખની ગ્રાંટના આયોજનને મંજુરી, બેઠકવાઈઝ ગ્રાન્ટની ફાળવણી કરાશે

  સેનિટેશનના કામ માટે રૂ.466 લાખની ફાળવણી કરાઈ. 36 બેઠકમાંથી 25 ભાજપ અને 11 કોંગ્રસ પાસે છે

Visit Saurashtra Kranti Homepage here

3. લગભગ 28 મહિના પછી સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ મળશે, 16 સપ્ટેમ્બરથી ટિકિટનું વિતરણ શરૂ થશે

   ઈન્ડિયન પ્રીમિયર લીગના બીજા ફેઝની શરૂઆત પહેલા ફેન્સ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. BCCIએ બુધવારે આ ફેઝમાં દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે પ્રવેશ આપવાની અનુમતિ આપી દીધી છે.

તેવામાં 19 સપ્ટેમ્બરથી શરૂ થતા ફેઝ-2ની પહેલી મેચ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમાશે. તેવામાં ફેન્સ 16 સપ્ટમ્બરથી પોતાની ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકશે.

4. રીતિક રોશનના ઘરની દીવાલ પર ભેજ જોવા મળતાં ચાહકોએ સવાલ કર્યો, એક્ટરે આપ્યો જવાબ

  રીતિક રોશને સો.મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. બોલિવૂડ એક્ટર રીતિક રોશન પોતાની માતા સાથે બ્રેકફાસ્ટ કરતો હોય તેવી તસવીર સો.મીડિયામાં શેર કરી હતી. જોકે, યુઝર્સનું ધ્યાન રીતિકને બદલે ઘરની દીવાલ પર પડ્યું હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ડિરેક્ટર માલવ રાજડાએ પણ તસવીર પર કમેન્ટ કરી હતી. તસવીર પર અઢળક કમેન્ટ આવતા રીતિકે પણ છેલ્લે જવાબ આપ્યો હતો.

5. મુંબઈમાં ઉંદર મારવાની પેસ્ટથી દાંત ઘસતાં યુવતીનું મોત નિપજ્યું, ટૂથપેસ્ટની સાથે ઝેરી પેસ્ટ મૂકી હતી!

   મુંબઈના ધારાવી પરિસરમાં રહેતી અફસાના ખાને રવિવારે સવારે બ્રશ કરવા પેસ્ટ લીધી અને એ સવાર એની જિંદગીની છેલ્લી સવાર બની હતી. અફસાના ભૂલમાં ટૂથપેસ્ટના બદલે ઉંદર મારવા માટે રાખેલી ઝેરી પેસ્ટ બ્રશ પર લગાડી અને દાંત ઘસ્યા હતા. બાથરૂમમાં ટૂથપેસ્ટની બાજુમાં ઉંદર મારવાની પેસ્ટ રાખી અને આ ભૂલ જીવલેણ સાબિત થઈ હતી.

6. એક વખત સેન્સેક્સ 58700 અને નિફ્ટી 17500ને પાર બંધ; NTPC, ભારતી એરટેલના શેર વધ્યા

  એક્સિસ બેન્ક, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે, સનફાર્માના શેર ઘટ્યા. ભારતીય શેરબજારો આજે એક નવો રેકોર્ડ બનાવી બંધ થયા હતા. દિવસના અંતે સેન્સેક્સ 476 અંક વધી 58723 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 139 અંક વધી 17519 પર બંધ થયો હતો.

7. કઠોળની કિંમત કાબૂમાં રાખવા ફ્રી આયાતની મુદત વધી, એગ્રિ કોમોડિટીમાં ભાવ ઘટવાની સંભાવના

સરકારે તુવેર, અડદની ફ્રી આયાત 31 ડિસેમ્બર સુધી લંબાવી, ભાવ ઘટી શકે. ખાદ્યપદાર્થોની કિંમતોને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં ખાદ્યતેલોની તેજીને અટકાવવા માટે સમયાંતરે બે વખત આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો ત્યાર બાદ સરકારે હવે કઠોળની ફ્રી આયાત ડ્યૂટીની મર્યાદા લંબાવી છે.

8. કોર્પોરેટ કંપનીઓ નોકરીઓનો વરસાદ કરશે: 64% કંપનીઓનું ફ્રેશર્સને પ્રાધાન્ય

  સિનિયર પદ પર ભરતી પછી ભારતીય કંપનીઓ હવે ફ્રેશર્સની શોધમાં. કોરોના મહામારીની બીજી લહેર પછી દેશમાં ભરતી પ્રક્રિયામાં ઝડપી વધારો થયો છે. તાજેતરના મહિનાઓમાં વરિષ્ઠ સ્તર અને અનુભવી લોકોની ભરતી કર્યા પછી, ભારતીય કંપનીઓ હવે ફ્રેશર્સની ભરતી કરવાની તૈયારી કરી રહી હોવાનું ભરતી એજન્સીઓ અનુસાર જાણવા મળ્યું છે.

9. અમેરિકી ડ્રોન હુમલા વચ્ચે મારું બાળપણ વીત્યું, હંમેશાં અફઘાનિસ્તાન માટે લડવા માગતો હતો; પણ યુદ્ધ વખતે પત્નીની યાદ આવતી

  અમે નથી ઈચ્છતા કે મહિલાઓ એવું કોઈ કામ કરે, જે તેમના માટે મુશ્કેલ હોય: તાલિબાન. આ છે ઉકાબ અલ હનફી. અફઘાનિસ્તાનનો તાલિબાની સૈનિક. ઉંમર 28 વર્ષ અને એમાંથી 10 વર્ષ તાલિબાન સાથે વીત્યું.

ઉકાબ સાથે અમે ચર્ચા કરી હતી. ઘણીવાર વ્હોટ્સએપ-કોલ પણ કર્યા હતા. ટ્રાન્સલેટરની સહાયતાથી એ સમજ્યા અને ઈન્ટરવ્યુ લખ્યો હતો.

Read About Weather here

10. અમદાવાદથી ધારી જઈ રહેલી બસમાં ઢસા પાસે આગ ફાટી નીકળી, 47 મુસાફરનો ચમત્કારિક બચાવ થયો

  એસટી બસમાં આગ લાગી, 47 મુસાફરનો ચમત્કારિક બચાવ. શોર્ટસર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન. ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here