આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

1.સુરતમાં દિવાળીની સફાઈ કરતી મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં મોત

વરાછાની અનુરાધા સોસાયટીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

55 વર્ષીય મહિલાના મોતને લઈને પરિવાર શોકમાં ગરક થઈ ગયું

2. 150 દેશમાં ઇસ્કોન સેન્ટરો પર વિરોધપ્રદર્શન યોજાશે; પ્રાર્થના સભાઓનું પણ આયોજન

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના વિરોધમાં 150 દેશમાં વિરોધપ્રદર્શન

Read Local News / Articles : Saurashtra , Gujarat

3. પહેલગામમાં પારો માઈનસમાં પહોંચ્યો; ગુલમર્ગમાં પ્રવાસીઓ સ્કીઇંગની મજા માણી રહ્યા છે

જમ્મુ કાશ્મીરમાં શનિવારે સવારે સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ

4. PM મોદીએ કહ્યું- ગોવા વિકાસનું નવું મોડલ; નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે રાજ્ય

મોદીએ કહ્યું- ગોવામાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવવાની સંખ્યામાં પણ વધારો થશે

5. શહેરમાં બપોર સુધીમાં 0 કેસ, અત્યાર સુધીમાં 14,35,655 લોકોના ટેસ્ટ કરાયા

આજ સુધીમાં રિકવરી રેટ 98.91 ટકા અને પોઝિટિવિટી રેટ 2.98 ટકા નોંધાયો

6. આણંદની ડમ્પિંગ સાઈટનું પ્રદૂષણ ચિંતાનો વિષય, હાઈકોર્ટે કહ્યું- વહેલી તકે પગલાં નહીં લેવાય તો આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે

રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કચરાના નિકાલની કાર્યવાહી કરવા નિર્દેશ

2016માં આણંદ નગરપાલિકા દ્વારા શહેર નજીકના લાંભેલ ગામમાં ડમ્પિંગ સાઈટ ઊભી કરી હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ પોતાનો રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મૂક્યો હતો

7. ‘OMG-2’માં અક્ષય કુમાર ભગવાન શિવ બનશે, મહાકાલના દર્શન કરવા માટે ઉજ્જૈન પહોંચ્યો

અક્ષય કુમારે ફિલ્મનું પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘કર્તા કરે ન કર સકે શિવ કરે સો હોય.’

રામનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનાર અરૂણ ગોવિલ ફરીથી આ ફિલ્મમાં રામના રોલમાં જોવા મળશે

8 નાગ ચૈતન્ય સાથે ડિવોર્સ લીધા પછી સમંથાએ ચારધામ યાત્રા કરી, બદ્રીનાથના દર્શન કરી ટ્રિપ પૂરી કરી

એક્ટ્રેસે કહ્યું,મારા દિલમાં હંમેશાં હિમાલય માટે ખાસ જગ્યા રહેશે

9. બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી મીનુ મુમતાઝનું 72 વર્ષની વયે કેનેડામાં નિધન

72 વર્ષની ઉંમરમાં 23 ઓક્ટોબરના રોજ સવારે છેલ્લા શ્વાસ લીધા

તેઓ જાણીતા કોમેડિયન મહેમૂદની બહેન હતા

Read About Weather here

10. શાહરુખ ખાનની મેનેજર પૂજા દદલાની NCBની ઓફિસમાં પહોંચી, ડ્રગ્સકેસમાં પૂછપરછ થશે

દદલાનીને આર્યન ખાન અંગે સવાલ કરવામાં આવી શકે છે

દદલાનીના હાથમાં ડોક્યુમેન્ટ હતા, જે સંપૂર્ણ રીતે સીલ પેક હતા

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here