1. ઇઝરાયેલના સરકારી સહિતના નેટવર્ક પર ચીની હેકર્સનો હુમલો
ટેલિકોમ કંપની સહિતના ડેટાઓ ચોરી લેવાયા : ઇરાન પર શક જાય તેવી લીંક ગોઠવી. ચીનના હેકર્સ દ્વારા ઇઝરાયલ પર મોટો સાયબર હુમલો કરવામાં આવ્યો છે અને ઇઝરાયેલની સરકારી સંસ્થાઓ આઇટી કંપનીઓ ઉપરાંત ટેલીકોમ સેકટર સાથે જોડાયેલી કંપનીઓને નિશાન બનાવાઇ છે. અમેરીકાના કેલીફોર્નીયાની સાયબર સીકયુરીટી ફર્સ્ટ આઇએ જાહેર કર્યુ છે કે આ હુમલા પાછળ ચીની હેકર્સનો હાથ છે.
2. અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિના દીકરાનું અપહરણ કર્યું, કંધાર સેન્ટ્રલ જેલ પર હુમલો કરી હજારો કેદીઓને છોડાવ્યા
તાલિબાનોએ કંધારની સરપોસા જેલમાંથી હજારો કેદીઓને છોડાવ્યા. તાલિબાનોનો અફઘાનિસ્તાનમાં સતત આતંક વધી રહ્યો છે. તાલિબાનોએ અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ અને અબ્દુલ રાશિદ દોસ્તમના દીકરાનું જવજ્જાન એરપોર્ટથી અપહરણ કરી લેવામાં આવ્યું છે. તેમની સાથે અમુક અફઘાની સૈનિકોને પણ બંધક બનાવવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનમાં હાજર ભાસ્કર સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જોકે તાલિબાન અથવા અફઘાનિસ્તાન સરકાર તરફથી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
Read Saurashtra Kranti E-Paper : Click Here
3. સુરતમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા OBC અનામત બિલનો આવકાર, કહ્યું- બધા જ પાટીદારો પૈસાદાર નથી, પાટીદાર સમાજનો OBCમાં સમાવેશ કરો. આર્થિક અને સામાજિક ધોરણે સર્વે કરી અનામતનો લાભ કયા સમાજને જરૂર છે તે મુજબ આપવો જોઈએ: હાર્દિક
હાર્દિક પટલે ત્રણ દિવસથી સામાજિક અગ્રણીઓને, વિવિધ સંગઠનોના નેતાઓ સાથે બેઠક કરી
આગામી લડત કેવી રીતે શરૂ કરવી, કયા મુદ્દાઓને લઈને પ્રજા હેરાન છે તેને વાચા આપવા નિર્ણય લીધા
4. વરસાદના કારણે ફરી એકવાર મેચ રોકવી પડી, રોહિત-રાહુલ વચ્ચે 46 રનની પાર્ટનરશિપ; ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગ લીધી
પહેલી ઈનિંગની 15મી ઓવરમાં રોહિત શર્માએ 4 ચોગ્ગા માર્યા. ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. જેમા ઇંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે અત્યારે વરસાદના કારણે મેચ રોકવાની ફરજ પડી છે. અત્યારે ઈન્ડિયન ટીમના ઓપનર કે.એલ.રાહુલ અને રોહિત શર્મા બેટિંગ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 46/0, ઇંગ્લિશ બોલર્સ ઓવરકાસ્ટ કંડિસનનો લાભ ઉઠાવી રહ્યા છે.
5. અમેરિકામાં ફૂટબોલ મેચ દરમિયાન 2 વર્ષના બાળકે મેદાનમાં કૂદકો માર્યો, માએ તેને પકડવા મેદાનમાં દોડ લગાવી
આમ તો તમે રમતના મેદાનમાં કેટલીક અજીબ ઘટનાઓ બનતા જોઈ જ હશે, પણ ખાલી વિચારો કે ચાલુ મેચમાં કોઈ બાળક મેદાન વચ્ચે આવી જાય તો કેવું અજીબ લાગશે? હકીકતમાં આવો જ એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં છવાયેલો છે, જેમાં એક નાનું બાળક પહેલા તો મેદાન પર ભાગીને આવી ગયું અને જ્યારે તેની મા તેને લેવા માટે મેદાનમાં આવી તો તે પણ નટખટ નીકળ્યું અને પોતાની માતાને પૂરા મેદાનમાં ચક્કર લગાવડાવ્યું.
6. 25 વર્ષમાં બ્રિટન એક ગોલ્ડથી 22+ સુધી પહોંચી ગયું, કારણ પસંદગીની રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું
ઓલિમ્પિકમાં બ્રિટનની સફળતાનું રાઝ, સ્વિમિંગમાં મેડલ માટે પોલિસી બદલી
બ્રિટને ટોક્યો ઓલિમ્પિકમાં 22 ગોલ્ડ સહિત 65 મેડલ જીત્યા અને ચોથા નંબર પર રહ્યું. 2008 માં પણ બ્રિટન ચોથા નંબર પર રહ્યું હતું. ત્યારે તે પોતાની બરોબરી વાળા દેશ ઇટલી, ફ્રાન્સ, સ્પેનથી ઘણું આગળ હતું. 2012 લંડન ગેમ્સમાં ત્રીજા અને 2016 રિયોમાં બીજા સ્થાન પર રહ્યું. ટોક્યોમાં તેની સફળતામાં સૌથી વધુ યોગદાન તેના સાઇકલિસ્ટ અને સ્વિમર્સનું રહ્યું.
7. યુદ્ધગ્રસ્ત સીરિયામાં વિસ્થાપિત બાળકોની પોતાની ટેન્ટ ઓલિમ્પિક, ભયથી દૂર ટોક્યો જેવો ઉત્સાહ દેખાયો
12 કેમ્પના 120 બાળકોએ દેખાડ્યો દમ, આ અનોખા ગેમ્સમાં 8થી 12 વર્ષનાં બાળકો રમે છે
જેવેલિન થ્રો કરતા, હર્ડલ્સ પાર કરતા અને ઘોડા પર બેસીને પરફોર્મ કરતા બધા ખેલાડીઓને હાલમાં જ ટોક્યોમાં જોયા. પણ મિડલ ઈસ્ટના યુદ્ધગ્રસ્ત દેશ સીરિયામાં પણ આવો નજારો જોવા મળ્યો. ઉત્તર-પશ્ર્ચિમી શહેર ઇદલિબમાં વિસ્થાપિત બાળકો માટે તેમનું પોતાનું ટેન્ટ ઓલિમ્પિક આયોજીત કરવામાં આવ્યું. તેમાં 12 અલગ-અલગ કેમ્પના 120 બાળકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો. આ બાળકોના ચહેરા પર યુદ્ધનો ભય નહીં પણ એકબીજા સાથે પ્રતિસ્પર્ધાનું ઝનૂન જોવા મળ્યું.
8. ઓઈલ કંપનીઓની આવકમાં વૃદ્ધિ થવાનો આશાવાદ: મૂડીઝ
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. સહિતની ઓઈલ કંપનીઓની આવકો આગામી 12થી 18 માસમાં વધવાનો આશાવાદ મૂડીઝે વ્યક્ત કર્યો છે. આર્થિક ગતિવિધિઓમાં રિકવરી તેમજ ઈંધણની માગમાં વૃદ્ધિના પગલે ઓઈલ કંપનીમાં ઝડપી રિકવરી આવશે. ઈંધણની વધચતી માગ તેમજ માર્કેટિંગ ઓપરેશન્સની આવકોમાં સ્થિરતા રિફાઈનિંગ માર્જિનમાં સુધારો કરશે. માગમાં સુધારો એશિયન રિફાઈનિંગ માર્જિનમાં વૃદ્ધિ કરશે. ગતવર્ષે કોવિડ-19ના લીધે લાગૂ લોકડાઉનના કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની માગ એપ્રિલ-મે, 2020થી સતત ઘટી હતી.
Read About Weather here
9. સેન્સેક્સ 318 અંક વધ્યો, નિફ્ટી 16364 પર બંધ; ટેક મહિન્દ્રા, HCL ટેકના શેર વધ્યા
ડો.રેડડી લેબ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ખખ, રિલાયન્સના શેર ઘટ્યા. ભારત શેરબજારોમાં આજે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 318 અંક વધી 54843 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 82 અંક વધી 16364 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ 54874.10 અને નિફ્ટી 16375.50ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.
10. 75 હજારમાં બનાવી દીધી સોલર કાર: જ્યારે તડકો નહિ હોય ત્યારે બેટરીથી ચાલશે, એક ચાર્જમાં 100 KM દોડશે; 5 મહિનામાં વિદ્યાર્થીઓએ તૈયાર કરી
સ્માર્ટ પાર્કિગનું મોડલ બનાવી રહ્યા હતા, HOD એ કહ્યું, ભવિષ્યને વિચારી કંઈક મોટું કરો. ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલ છોડીને લોકો સોલર એનર્જીનો ઉપયોગ કરશે. રાજસ્થાનના અલવર જિલ્લાના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ફોર સીટર ઈલેક્ટ્રિક કાર તૈયાર કરી છે. દેખાવમાં એ ગોલ્ફ કાર જેવી છે. દેશ અને દુનિયામાં ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ ઈલેક્ટ્રિક કાર બનાવી બજારમાં ઉતારી ચૂકી છે. યુવાનોએ બનાવેલી આ કાર અન્ય કારની તુલનામાં ખૂબ જ સસ્તી છે. વધતા પેટ્રોલ-ડીઝલના ભાવો અને પર્યાવરણ પ્રદૂષણના ભયને ધ્યાનમાં લઈને આ વિદ્યાર્થીઓએ આ કાર બનાવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here