અમેરિકાની ટેક્નોલોજી અને ઈ-કોમર્સ દિગ્ગજ કંપની અમેઝોને વધી રહેલી આર્થિક મંદી વચ્ચે પોતાના ગેર-લાભકારી કર્મચારીઓને છૂટા કરવાનું શરૂ કરી દીધું છે. અમેઝોન આ રીતે હજારો કર્મચારીઓને છૂટા કરવાનું તેમજ ખર્ચમાં કાપ મુકવાની યોજના બનાવી રહ્યું છે કેમ કે રિપોર્ટ પ્રમાણે પાછલો ત્રિ-માસિક ગાળો તેના માટે લાભકારક રહ્યો નથી.
Visit Saurashtra Kranti Homepage here
ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે કંપની આ સપ્તાહની શરૂઆતમાં 10,000 જેટલા કર્મચારીઓને છૂટા કરી શકે છે. જો આ સંખ્યા 10,000ની આસપાસ રહે છે તો તે અમેઝોનના ઈતિહાસની સૌથી મોટી સંખ્યા હશે. જો કે કંપનીના કાર્યબળના 1%થી પણ તે ઓછા છે કેમ કે અમેઝોન વૈશ્ર્વિક સ્તરે 16 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે. નોકરીમાં કાપ અમેઝોનની ડિવાઈસ યુનિટ પર કેન્દ્રીત હશે જેમાં વોઈસ આસિસ્ટન્ટ એલેક્સા અને તેના રિટેઈલ તેમજ માનવ સંશાધન ડિવિઝન સામેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here