અમિતાભ અને અભિષેક બચ્ચનની જોડી ફરી પડદે જોવા મળશે!

અમિતાભ અને અભિષેક બચ્ચનની જોડી ફરી પડદે જોવા મળશે!
અમિતાભ અને અભિષેક બચ્ચનની જોડી ફરી પડદે જોવા મળશે!
અભિષેક બચ્ચનની વેબ સીરિઝ ‘બ્રીધઃ ઈનટૂ ધ શેડો -2 એમેઝોન પ્રાઇમ પર 9 નવેમ્બરે સ્ટ્રીમ થઈ ચુક્યો છે જે એકવાર ફરી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. લોકોને અભિષેકની એક્ટિંગ પણ ખૂબ જ પસંદ આવી રહી છે. સિરીઝ રિલીઝ થયાની સાથે એવી પણ ખબર સામે આવી રહી છે તે હવે બોલિવૂડના મહાનાયક અને તેના પિતા અમિતાભ બચ્ચન સાથે ફરી જોવા મળશે.

આ વખતે ખુદ અભિષેક પોતાના હમણા જ આપેલા એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.બોલિવૂડની આ બાપ-દીકરાની જોડી ફિલ્મ પા, સરકાર, કભી અલવિદા ના કહેના અને ફિલ્મ બંટી ઔર બબલીમાં સાથે જોવા મળ્યા હતા. આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ હિટ સાબિત થઈ હતી. આ પાંચમી વાર હશે જ્યારે અમિતાભ-અભિષેકને એક સાથે જોવા મળશે.

અભિષેકે આ અંગે જણાવ્યુ હતું કે તે એક નવા પ્રોજેક્ટમાં પિતા સાથે જોવા મળશે. વાતચીત દરમિયાન અભિષેકને પુછવામાં આવ્યુ હતું કે, શું ફેન્સ બંનેને ફરી સાથે જોવાની અપેક્ષા રાખી શકે? ત્યારે અભિષેકે કહ્યુ હતું તે, તે પિતા સાથે એક ફિલ્મ કરવા માંગશે જે છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ પડી છે. રિપોર્ટ અનુસાર, અભિષેકે કહ્યુ, “મને તે પસંદ આવશે. હું તેમની સાથે ફરી કામ કરવાનું પસંદ કરીશ. ફિલ્મ ‘પા’માં છેલ્લીવાર અમે સાથે કામ કર્યુ હતું. જે 2009માં રિલીઝ થઈ હતી. તેથી આ લાંબા સમયથી પેન્ડિંગમાં છે, હું તેમની સાથે એક ફિલ્મ પસંદ કરવાનું પસંદ કરીશ.