અયોધ્યામાં ટ્રકે બસને અડફેટે લેતાં અકસ્માત: 6ના મોત

45
BUS-TRUCK-ACCIDENT-અકસ્માત
BUS-TRUCK-ACCIDENT-અકસ્માત

Subscribe Saurashtra Kranti here

બસના ચાલકે અકસ્માતની નોંધ લેવા બસને બાજુમાં પાર્ક કરી હતી

ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના રૂડોલી વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં ૨ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને ૬ લોકોનાં મોત નીપજ્યાં છે. રૂદૌલી કોટવાલી વિસ્તારના રૌજાગાંવ લાય ઓવર નજીક આ અકસ્માત સર્જાયો હતો. મુખ્યમંત્રી યોગીએ અકસ્માતની નોંધ લેતા પીડિતોને તમામ સંભવિત રીતે મદદ કરવાની સૂચના આપી છે. સરકારે મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ કોતવાલી રૂદૌલી વિસ્તાર હેઠળ લખનૌ-અયોધ્યા માર્ગ પર કાનપુરથી બસ્તી તરફ જઈ રહી હતી. તેવામાં બે રોડવે બસમાંથી આગળ ચાલતી બસને રઝાગાંવ ઓવરબ્રીજ પાસે બાજુમાંથી પસાર થતી ડીસીએમએ ટક્કર મારી હતી. રોડવેઝ બસના ચાલકે એકસીડન્ટની નોંધ લેવા બસને બાજુમાં પાર્ક કરી હતી. ત્યારે તેની પાછળ આવી રહેલી બીજી બસના ચાલકે પણ બસ અટકાવી હતી અને ડીસીએમ સાથે થયેલા એકસીડન્ટને જોઈને ઓવરબ્રીજ નજીક બસનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું હતું.

બસની અંદર મુસાફરી કરી રહેલા યાત્રીઓ પણ બહાર ઉતરી ગયા હતા. તે દરમિયાન લખનૌથી અયોધ્યા તરફ જતા ટ્રકે અનિયંત્રિત અવસ્થામાં બસને પાછળથી જોરદૃાર ટક્કર મારી હતી. ટ્રેલરની ભારે ટક્કરને કારણે બસમાંથી નીચે ઉતરી આવેલા આઠ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

Read About Weather here

અકસ્માતના પગલે સ્થાનિક ગ્રામજનોની ભીડ ઘટનાસ્થળે એકઠી થઈ હતી અને આ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. ગણતરીના સમયમાં પોલીસે એકસીડન્ટના સ્થળે પહોંચીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક સાધીને તમામ ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં મોકલી દીધા હતા. તેમાંથી ૬ લોકોનું મૃત્યું થયું હતું. બે લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચાર લોકોનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here