ગેમ પણ કોઈનો જીવ લઈ શકે….!
બાળકો અત્યારે ભણવામાં જેટલો રસ નથી દાખવતાં આટલો બાળકોનો ગેમમાં રસ જોવા મળે છે. છેલ્લા દોઢ વર્ષથી તો બાળકોમાં ઓનલાઈન ભણતરના કારણે બાળકો ગેમ તરફ વધારે પ્રમાણેમાં વળ્યા છે. બાળક નાદાન હોવાથી ગેમમાં ટોપ અપ કરવા રૂપિયા પણ લગાવી દે છે. અને પછી ઠપકો આપતા ઊંધું પગલું ભરી લે છે.
આવો જ એક બનાવ મધ્યપ્રદેશના છતરપૂર જિલ્લાનો છે. સાગર રોડ પર રહેતા એક પરિવારમાં હદય કાપી ઉઠે તેવો બનાવ બન્યો છે. પરિવારમાં વિવેક પાંડેય તેની પત્નિ પ્રીતિ પાંડેય દીકરો કૃષ્ણા પાંડેય અને દીકરી રહે છે. વિવેક પેથોલોજી લેબોરેટરી ધરાવે છે. જ્યારે પ્રીતિ જિલ્લા હોસ્પિટલમાં કામ કરે છે. દીકરો કૃષ્ણા છઠ્ઠા ધોરણમાં ભણતો હતો.
Subscribe Saurashtra Kranti here
શુક્રવારે બપોરે 3 વાગ્યે પ્રીતિબેન જ્યારે હોસ્પિટલમાં હતા. ત્યારે તેના બેન્કમાંથી 1500 રૂ. કપાયાનો મેસેજ આવતા (બાળક)દીકરા કૃષ્ણાને ઘરે ફોન કરી પૂછતાં આ પૈસા કેમ કપાઈ ગયા? ત્યારે (બાળક)દીકરા એ કહ્યું કે ગેમના કારણે કપાય છે. આથી પ્રીતિબેને નારાજ થઈને કૃષ્ણ પર ગુસ્સે થયા હતા.
ત્યારબાદ બાળક કૃષ્ણાને માઠું લાગી જતાં કૃષ્ણા તેના રૂમમાં ચાલ્યો ગયો અને બારણું બંધ કરી દીધો. થોડીવાર પછી ઘરમાં હાજર મોટી બહેને દરવાજો ખખડાવતા કોઈ જવાબ ન મળતા પિતાને ફોન કરી માહિતી આપી. માતા-પિતા ઘરે પહોંચી બારણું તોડીને જોયુ તો અંદર દીકરો પંખે લટકતો હતો.
છેલ્લા કેટલાક દિવસથી કૃષ્ણા ઓનલાઈન ગેમ ફ્રી ફાયર રમતો હતો. આ પહેલા પણ ઘણીવાર પૈસા હારી ચૂક્યો હતો. મોત પછી કૃષ્ણાના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી જેમાં લખ્યું હતું કે,”આઇ એમ સોરી મમ્મી તમે રડતાં નહીં. ગેમમાં હું 40000 રૂ. હારી ગયો છું.”
Read About Weather here
ગેમ એ પૈસા તો લીધા સાથે બાળકનો જીવ પણ લીધો. આ બનાવ દરેક માતા પિતા માટે શીખ આપતો બનાવ છે કે તમે તમારા બાળકોને ગેમથી દૂર રાખો જેથી બાળકો ભણતર પર ધ્યાન આપે.તમારું બાળક ફોનમાં શું કરે છે.શું જોવે છે. તેનું પણ ધ્યાન રાખો જેથી બાળકો ઉંધા પગલાં ન ભરે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here