5G ટેકનોલોજી, કંપનીઓ માટે ટ્રાયલની મંજુરી !

5G ટેકનોલોજી
5G ટેકનોલોજી

5G ટેકનોલોજીની ટ્રાયલ માટે જે બેન્ડવિડ્થ આપવામાં આવશે તેમાં મીડ-બેન્ડ, મીલીમીટર વેવ બેન્ડ અને 700 જીએચઝેડ હશે

કેન્દ્ર સરકારે ભારતી એરટેલ, રિલાયન્સ જીઓ અને વોડાફોનને 5G ટ્રાયલ છ મહિના માટે શરૂ કરવાની અનુમતિ આપી છે. એ માટે તેઓ ચીન સિવાયના દેશોની કંપનીઓનો સહયોગ લઇ શકાશે એમ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમમ્યુનિકેશને મંગળવારે કહૃાું હતું.’

Subscribe Saurashtra Kranti here

આ ટીએસપીએ ઓરીજીનલ એકવીપમેન્ટ ઉત્પાદકો અને ટેકનોલોજી પ્રોવાઇડર્સ સાથે કરાર કર્યા છે જેમાં એરિકસન, નોકિયા, સેમસંગ અને સી- ડોટનો સમાવેશ થાય છે. રિલાયન્સ જીઓ પોતાની ટેકનોલોજીનો વપરાશ કરશે એમ જાહેરાતમાં કહેવાયું હતું. હુવૈ અને ઝેડટીઈ એ બે ચીની કંપનીઓ આ યાદીમાં નથી.

5G ટેકનોલોજીની ટ્રાયલ માટે જે બેન્ડવિડ્થ આપવામાં આવશે તેમાં મીડ-બેન્ડ, મીલીમીટર વેવ બેન્ડ અને 700 જીએચઝેડ હશે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ તેમના પોતાના સ્પેકટ્રમનો વપરાશ કરી શકશે એમ સરકારી નિવેદને કહૃાું હતું.

ટેલિકોમ કંપનીઓને સ્થાનિક ૫જીઆઇ ટેકનોલોજીના વપરાશ માટે ઉત્સાહિત કરવામાં આવી છે. 5G આઇ જાણીતી ટેકનોલોજી પણ તેઓ ઉપયોગમાં લઇ શકશે.

Read About Weather here

જો કે સરકારે આ સાથે કેટલીક શરતો મૂકી છે. કંપનીઓએ ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં ટેસ્ટિગ કરવું પડશે. નેટવર્કની સલામતી પર પણ ખાસ ધ્યાન આપવું પડશે. ટ્રાયલ માટે અપાયેલા એરવેવ્ઝને કમર્શિયલ હેતુ માટે વાપરી શકાશે નહિ. જો આ શરતનો ભંગ થાય તો તેના ગંભીર પરિણામ આવી શકે એવી ચેતવણી આપવામાં આવી છે. ટ્રાયલમાં જે ડેટા ઉત્પન્ન થાય તેને ભારતમાં જ સ્ટોર કરવા પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here