માચીસની કિંમતમાં સીધો 100 ટકાનો વધારો, કાચામાલનાં ભાવોમાં પણ વધારો લાગુ થશે: ક્રેડીટકાર્ડ ધરાવનારાનાં માથા ઉપર પણ વધારાનો સર્વિસ ચાર્જ બોજો
માચીસથી માંડીને રસાયણો અને કાચામાલથી માંડીને ક્રેડિટકાર્ડની સુવિધા સુધી ઘણું બધું 1 લી ડિસેમ્બરથી મોંઘુ બની જશે. એમાય સૌથી વધુ ભાવવધારો આમ આદમીનાં વપરાશની ચીજોમાં થશે.
માચીસનાં ભાવમાં સીધો 100 ટકાનો વધારો થઇ રહ્યો છે. ક્રેડિટકાર્ડ ધરાવનારાઓ માટે દરેક ખરીદી પર વધારાનો ભારે સર્વિસ ચાર્જ લાગુ કરી દીધો છે. માચીસનો ભાવ રૂ. 1 હતો એ હવે વધીને રૂ. 2 થઇ જશે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
14 વર્ષનાં લાંબાગાળા બાદ માચીસની ડબ્બીનાં ભાવમાં વધારો થયો છે. જો કે મેચબોક્સ ઉદ્યોગનાં સુત્રોએ જણાવ્યા મુજબ ભાવવધારાની સાથે-સાથે મેચબોક્સમાં મુકાતી સળીની સંખ્યા વધારી દેવાશે. અત્યારે એક માચીસમાં 36 સળી હોય છે.
હવે 50 મુકવામાં આવશે. નેશનલ સ્મોલ મેચબોક્સ મેન્યુફેક્ચર એસો.નાં મંત્રી સેતુ રત્તીનમે જણાવ્યું હતું કે, માચીસનાં ઉત્પાદન ખર્ચમાં વધારો થઇ રહ્યો હોવાથી અમારા માટે રીટેઈલ ભાવવધારો કરવા સિવાય છૂટકો ન હતો. કેમકે માચીસ બનાવવા માટે જરૂરી કાચામાલનાં ભાવમાં ભારે વધારો થયો છે. ફોસ્ફરસ, પોટેશિયમ, મીણ, પૂઠાનાં બાહ્ય અને અંદરનાં બોક્સ દરેકનાં ભાવમાં અનેક ગણો વધારો થયો છે.
Read About Weather here
દરમ્યાન એસબીઆઈ દ્વારા પણ બેંક ગ્રાહકો ઉપર વધારાનો બોજો ઝીંકવામાં આવ્યો છે. એ મુજબ ક્રેડિટકાર્ડ વપરાશકારોએ દરેક ખરીદી વખતે રૂ. 99 ઉપરાંત વેરાની નવી પ્રોસેસિંગ ફી ભરવી પડશે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here