‘સ્વનિધિ સે સમૃધ્ધિ યોજના’નો લાભ લેવા મનપાનો અનુરોધ

‘સ્વનિધિ સે સમૃધ્ધિ યોજના’નો લાભ લેવા મનપાનો અનુરોધ
‘સ્વનિધિ સે સમૃધ્ધિ યોજના’નો લાભ લેવા મનપાનો અનુરોધ

મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, નવી દિલ્હી દ્વારા સામાજીક આર્થિક મૂલ્યાંકન અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે.

જેમાં PMSVANidhi યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી આત્મનિર્ભર બને તેમજ તેમનો વ્યવસાય શરૂ કરી શકે તે હેતુથી રૂ.10,000/- સુધીની વર્કિંગ કેપિટલ લોન આપવામાં આવે છે આ લોન મેળવેલ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો માટે વિશેષ આઠ પ્રકારની અન્ય યોજનાઓ પણ આપવામાં આવી રહી છે તો તે તમામ યોજનાઓનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વિવિધ આઠ પ્રકારની યોજનાઓમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ લેવા માટે શેરી ફેરીયાઓ અને તેમના પરિવારજનોએ પાસપોર્ટ સાઈઝનો ફોટો, પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડની નકલ, બેંક પાસબુક જેવા ડોક્યુમેન્ટ સાથે પ્રોજેક્ટ શાખાના ગઞકખ સેલ, રાજકોટ મ્યુનિસિપલ ક્રેડીટ સોસાયટીની ઉપરના ભાગે, ડો.આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, મહાનગરપાલિકાનો સંપર્ક કરવાનો રહેશે.

Read About Weather here

વિશેષમાં,PMSVANidhi યોજના અંતર્ગત રૂ. 10,000/-ની લોન મેળવેલ રાજકોટ શહેરના તમામ લાભાર્થીઓને આ વિવિધ યોજનાનો લાભ લેવા અને પોતાના પરિવારજનોની વિગતો અપડેટ કરાવવા તથા પ્રથમ તબક્કામાં રૂ. 10,000/- ની લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને બીજા તબક્કામાં રૂ. 20,000/- ની લોન લેવા પણ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here