સરકારમાં નવી નોકરીઓની તકો ઉભી કરવા નરેન્દ્ર મોદીનો ઉચ્ચ અધિકારીઓને આદેશ

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ

કોઈ યોજનામાં ખોટું થઇ રહ્યું હોય તો સરકારને જાણ કરવાની સુચના નોકરીઓનાં મામલે વડાપ્રધાનનો ખૂબ મક્કમ અને મજબુત આદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ તાકીદે ભરવા અને રોજગારીની તકો ઉભી કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો. તમામ સરકારી યોજનાઓ અને કાર્યક્રમોનાં હાલહવાલ જાણવા માટે જાતે પ્રવાસ કરવા અને કોઈ ખામી અને ક્ષતિ હોય તો તુરંત સરકારને જાણ કરવા વડાપ્રધાને તમામ કેન્દ્રીય મંત્રાલયનાં સચિવોને સુચના આપી હતી.

કેન્દ્રનાં સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, દેશના ટોચનાં ઉચ્ચ અમલદારો સાથેની ચાર કલાક ચાલેલી બેઠકમાં તાકીદ કરી હતી કે, દેશની ગરીબીને ચગાવવાનું અને ભારતને ગરીબ રાષ્ટ્ર તરીકે આગળ ધરવાનું બંધ થવું જોઈએ. તમામ મંત્રાલયોએ અને સરકારી વિભાગોએ મોટા અને મહત્વનો પ્રોજેકટની હાલની સ્થિતિ અંગે સંતોષ માની લેવાને બદલે વિશ્ર્વકક્ષાનાં માપદંડ સુનિશ્ર્ચિત કરવા જોઈએ.

રોજગારી નિર્માણ અંગેનાં વડાપ્રધાનનાં આદેશને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. વિરોધ પક્ષો ખાલી સરકારી જગ્યાઓ અને બેરોજગારીનો મુદ્દો મોટાપાયે ઉઠાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મોદીએ આપેલો આદેશ ખૂબ સૂચક છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યસભામાં ફેબ્રુઆરી માસમાં ખૂદ સરકારે માહિતી આપી હતી કે, કેન્દ્ર સરકારનાં વિભાગોમાં 8.7 લાખ જગ્યાઓ ખાલી પડી છે. બેઠકમાં વડાપ્રધાને એ હકીકત પર ભાર મુક્યો હતો કે કેન્દ્રનાં ખૂબ જ વરિષ્ઠ અધિકારીઓએ પોતપોતાના વિભાગ પૂરતા સીમિત રહેવાને બદલે એક ટીમ તરીકે કામ કરવું જોઈએ. વધુ મોટા દ્રષ્ટિકોણથી દરેક કાર્યક્રમને નિહાળીને સહુએ સાથે મળીને કામ કરવું જોઈએ.

વડાપ્રધાને કેન્દ્રીય યોજનાઓ અને કાર્યક્રમો વિશેની એમના હાથ નીચેના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પર આધાર રાખવાને બદલે જાતે પ્રવાસમાં નીકળી યોજનાની સ્થિતિનો પ્રયાસ કાઢવો જોઈએ. જો કોઈ ખામી કે ક્ષતિ જોવા મળે તો સરકારને માહિતગાર કરવી જોઈએ. જેથી જરૂરી સુધારા- વધારા કરી શકાય. બેઠકમાં કેટલાક સચિવોએ પણ વક્તવ્ય આપ્યું હતું.

Read About Weather here

કેટલાક કેન્દ્રીય સચિવોએ લોકરંજક યોજનાઓ અને નિ:શુલ્ક સેવાઓની ભરમારથી ચિંતા દર્શાવી હતી અને એટલી હદ સુધી કહ્યું હતું કે કેટલાક રાજ્યો આવી યોજનાઓને કારણે ગ્રીસ અને શ્રીલંકા જેવી હાલતમાં મુકાઇ શકે છે. કેટલાક રાજ્યો જે યોજનાઓ જાહેર કરે છે એ આર્થિક રીતે ટકાઉ હોતા નથી. રાજકીય જરૂરિયાતની સાથે- સાથે નાણાંકીય તંત્રની સુરક્ષાનો પણ ખ્યાલ રાખવામાં આવે એવું રાજ્યોને કહેવું જોઈએ. સચિવોએ પંજાબ, દિલ્હી, તેલંગણા, આંધ્રપ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળમાં જાહેર થયેલી યોજનાઓ ટકી ન શકે તેવી ગણાવી હતી.

કેટલાક રાજ્યોએ જૂની પેન્શન યોજના દાખલ કરી હોવાથી નાણાંકીય માળખા પર થનારી પ્રતિકુળ અસર અંગે પણ સચિવોએ ચિંતા દર્શાવી હતી. વડાપ્રધાને તમામ સચિવોને ગરીબી નાબુદી માટે એમના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરવા માટે પણ સલાહ આપી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here