શાળાઓ ખોલવા અને કોરોના સંક્રમણ વચ્ચે કોઈ સંબંધ નથી…

શાળાઓ ખોલવા અને કોરોના સંક્રમણ વચ્ચે કોઈ સંબંધ નથી...
શાળાઓ ખોલવા અને કોરોના સંક્રમણ વચ્ચે કોઈ સંબંધ નથી...

છેલ્લા ઉપાય રૂપે જ શાળા શિક્ષણ બંધ કરવું જોઈએ, શિક્ષણ નિયામક

વિશ્વ બેંકનાં આંતરરાષ્ટ્રીય વૈશ્ર્વિક શિક્ષણ નિયમક જૈમી સાવેદ્રા એ એવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે, કોરોનાનાં વર્તમાન સંક્રમણ સમયે શાળાઓ બંધ કરી દેવાનું પગલું વાજબી નથી. સંક્રમણનાં ફેલાવા અને શાળાઓ ખોલવા વચ્ચે કોઈ સંબંધ નથી. છેલ્લા ઉપાય રૂપે જ આ પગલું લઇ શાળાઓ બંધ કરવી જોઈએ.

વિશ્વ સ્તરે શાળાઓમાં પ્રસરતા કોરોના પર નજર રાખી નિયમન કરતા વિશ્વ બેંકનાં નિયામકે જણાવ્યું હતું કે, શાળાઓ ખોલવાથી સંક્રમણ વધી ગયું એ દર્શાવતો કોઈ પુરાવો મળ્યો નથી. શાળાઓ સુરક્ષિત ન હોવાનો પણ પુરાવો નથી.

બાળકોને રસી મુકાઇ જાય ત્યાં સુધી રાહ જોવાની નીતિ પાછળ કોઈ તર્ક નથી. કેમકે એવું કરવાના કોઈ વૈજ્ઞાનિક કારણો જ નથી.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે ઉમેર્યું હતું કે, રેસ્ટોરાં, બાર, બજારો, શોપિંગ મોલ ખુલ્લા રાખવા અને શાળાઓ બંધ રાખવી એ પગલું બુધ્ધિગમ્ય નથી. વિશ્ર્વબેંકનો અભ્યાસ દર્શાવે છે કે, જો શાળાઓ ખુલ્લે તો બાળકો માટેનો ભય ઉલટાનો ઓછો થઇ જશે. પણ બંધ કરવાની કિંમત ઘણી ઉંચી ચૂકવી પડશે. જેનવા ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

તેનું તારણ એ છે કે શાળાઓ ખોલવાથી વાયરસ સંક્રમણની ગતિ વધી નથી. જે દેશોમાં શાળાઓ સાવ બંધ હતી ત્યાં પણ સંક્રમણ બેકાબુ જ રહ્યું છે.

ભારતમાં શાળાઓ બંધ કરવાની અસર વિશે સાવેદ્રા એ જણાવ્યું હતું કે, અગાઉ કરતા વધુ તિવ્ર અસર થઇ છે. હજુ વધુ ગંભીર અસર થવાની શક્યતા છે. કેમકે સતત બંધ રાખવાથી શિક્ષણની દીનતામાં વધારો થાય છે.

Read About Weather here

બાળકો લખવા, વાંચવાનું ભૂલી શકે છે. હું તેને શિક્ષણની ગરીબી કહું છું. જે ભારતમાં 55 ટકા થઇ છે એ વધીને 70 ટકા થઇ શકે છે. બાળકો અભ્યાસથી વંચિત થઇ જાય તે પગલું નૈતિક રીતે અસ્વીકારીય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here