વૈજ્ઞાનિકોની ધારણા, કઈ રીતે ફેલાઇ છે કોરોના ?

વૈજ્ઞાનિકોની ધારણા
વૈજ્ઞાનિકોની ધારણા

વૈજ્ઞાનિકોને ગત વર્ષે લાગ્યું હતુ કે કોરોના વાયરસ કોઈ સ્પ્રે બૉટલથી નીકળનારા પાણીની માફક વ્યવાહર કરે છે. કેટલાક ફૂટ હવામાં આગળ વધ્યો અને પડી ગયો. આ વર્ષે વૈજ્ઞાનિકોવૈજ્ઞાનિકોની ધારણા બદલાઈ ગઈ. તેમને લાગે છે કે કોરોના વાયરસ ડિયોની માફક વ્યવહાર કરે છે. તમે થોડોક સ્પ્રે કર્યો અને આખો રૂમ તેનાથી ભરાઈ ગયો. ચિંતાની વાત છે કે જે વાયરસ હવામાં રહી શકે છે, તે હવાની ગતિની સાથે આગળ પણ વધી શકે છે અથવા પાછળ આવી શકે છે. જો કોઈ દર્દી એક રૂમમાં સૌથી અલગ રહી રહૃાો છે અને ઇલેક્ટ્રિક સગડી રસોઈઘરમાં છે તો વાયરસ કિચન સુધી પહોંચી જશે.

વૈજ્ઞાનિકોની ધારણા બદલાઇ, કોરોના ડિયોની માફક સ્પ્રે કરતાં જ આખા રૂમમાં ફેલાઇ જાય છે

Subscribe Saurashtra Kranti here

તો શું તેનો અર્થ એ છે કે એપાર્ટમેન્ટોમાં એક-બીજાની આસપાસ રહેનારા લોકોને એક-બીજાથી ખતરો છે, ભલે તેઓ અલગ-અલગ જ રહેતા હોય? વાયરસાન બાલ્કનીઓ ઓળંગવાના અથવા દરવાજા અથવા સામેની દીવાલોની આસપાસ ચક્કર લગાવવાના પુરાવા અત્યાર સુધી તો નથી મળ્યા, પરંતુ એક રસ્તો છે જ્યાંથી વાયરસ એક દર્દીથી પાડોશીઓની પાસે પહોંચી શકે છે. આ રસ્તો છે ટૉયલેટ.

ડાયરિયા કોવિડના સામાન્ય લક્ષણોમાં સામેલ છે અને દર્દીના મળમાં વાયરસનો આરએનએ અથવા જેનેટિક જોવા મળે છે. જો વાયરસ દર્દીના મળમાં જીવતો છે અને તેની સંક્રામક ક્ષમતા જળવાયેલી છે તો વિચારો કે જો દર્દી મળત્યાગ બાદ ફલશ કરે છે તો શું થશે?

એક રિપોર્ટ પ્રમાણે, ‘ફલશ કરવાથી મળમાં પરપોટા થાય છે અને વાયરસ હવાથી મળી જાય છે. હાર્વર્ડ યૂનિવર્સિટીના ટીએચ ચાન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થમાં હેલ્દી બિલ્ડિંગ પ્રોગ્રામના ડાયરેક્ટર જોસેફ જી. એલને આ વાત કહી છે. એલનનું કહેવું છે કે ફલશ કરતા જ પ્રતિ ક્યૂબિક મીટર હવામાં ૧૦ લાખ કણ મળી આવે છે. એ સત્ય છે કે આમાં તમામ વાયરસ નથી હોતા. ઑફિસ અથવા રેસ્ટોરન્ટના ટૉયલેટનો ઉપયોગ કરનારાઓ પર ખતરો રહે છે. એટલે કે જો કોઈ સંક્રમિતે ટૉયલેટનો ઉપયોગ કર્યો અને પછી તમે ગયા તો તમારા પર સંક્રમણનો ખતરો રહેશે, પરંતુ પ્રશ્ર્ન એ છે કે કોઈ બિલ્ડિંગમાં એક ફલેટના ટૉયલેટથી બીજા ટૉયલેટ સુધી વાયરસનો સંચાર કઈ રીતે થઈ શકે છે?

Read About Weather here

આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. હોંગકોંગમાં એક ૫૦ માળની બિલ્ડિંગ છે અમૉય ગાર્ડન. ૨૦૦૩માં જ્યારે સાર્સ મહામારી ફેલાઈ તો આ બિલ્ડિંગના ૩૪૨ રહેવાસી બીમાર પડી ગયા, જેમાંથી ૪૨ના મોત થયા. ઉલ્લેખનીય છે કે સાર્સ પણ કોવિડ વાયરસ પરિવારનો જ હતો. વૈજ્ઞાનિકોને લાગે છે કે એમૉય બિલ્ડિંગમાં વાયરસ પ્લમ્બિંગ સિસ્ટમ દ્વારા ફેલાયો હતો.

ઉલ્લેખનીય છે કે સાર્સથી સંક્રમિત એક દર્દી ૧૪ માર્ચ, ૨૦૦૩ને એમૉય ગાર્ડન બિલ્ડિંગ-ઈમાં આવ્યો. તે લગભગ-લગભગ વચ્ચેના કોઈ માળ પર બનેલા એક ફલેટમાં ગયો. કેમકે તેને ડાયરિયા હતો, આ કારણે તેણે ત્યાં ટોયલેટનો યૂઝ કર્યો. તે એપાર્ટમેન્ટમાં ફરી આવ્યો અને ૧૯ માર્ચના ફરીથી ટૉયલેટનો ઉપયોગ કર્યો. ત્યારબાદ જ સાર્સ સંક્રમિતોમાં વધારો થયો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here