વેક્સિનેશન કરાવો અને ખાદ્યતેલનું પાઉચ મેળવો

વેક્સિનેશન કરાવો અને ખાદ્યતેલનું પાઉચ મેળવો
વેક્સિનેશન કરાવો અને ખાદ્યતેલનું પાઉચ મેળવો

લોકોમાં જાગૃતિ અને ઉત્સાહ લાવવા ભાવનગર જિલ્લા વહીવટીતંત્રનો નવતર પ્રયોગ: જે વ્યક્તિ રસી મુકાવે એટલે તુરંત 1 લીટર ખાદ્યતેલનાં પાઉચની ભેટ: અત્યાર સુધીમાં ખાદ્યતેલનાં 10 હજાર પાઉચનું વિતરણ

કોરોના વિરોધી રસી અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને વધુને વધુ લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી રસી સામે ખાદ્યતેલની ભેટ નામની નવતર યોજના ભાવનગર જિલ્લાનાં વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે વ્યક્તિ રસી મુકાવે તેને 1 લીટર ખાદ્યતેલનું પાઉચ ભેટ આપવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

ભાવનગર જિલ્લા વહીવટીતંત્રનો આ પ્રયોગ અનુકરણીય બન્યો છે. સ્થાનિક તંત્ર દ્વારા ખાદ્યતેલ ભેટ યોજના માટે એક સ્વૈચ્છિક સંસ્થા યુવા અનસ્ટોપેબલ સાથે કરાર કર્યો છે અને સંસ્થા થકી ગ્રામ્ય વિસ્તારોમાં યોજના અમલમાં મુકવામાં આવી છે.

લોકોને વળગેલી અંધશ્રધ્ધા દૂર કરવા અને રસી માટે તૈયાર કરવાની સાથે ખાદ્યતેલની ભેટ આપવમાં આવી રહી છે. યુવા સંસ્થાએ આવા 1 લાખ પાઉચની વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે. પહેલા તબ્બકે જ સિંહોર તાલુકામાં ગામડાઓમાં આવા 10 હજાર પાઉચનું વિતરણ થઇ ગયું છે.

એટલે કે 10 હજાર લોકોએ રસી લઇ લીધી છે. ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જીલોવાએ જણાવ્યું હતું કે, અમે દરેક તાલુકામાંથી રસીકરણનો ડેટા મંગાવ્યો છે. ગયા બે સપ્તાહ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનનાં બે લાખ ડોઝ અપાય છે.

Read About Weather here

જિલ્લાની 68% વસ્તીને રસી અપાઈ ગઈ છે. જયારે મનપા વિસ્તારમાં 84% વસ્તીને એક યા બંને ડોઝ અપાઈ ગયા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here