વિદેશમાં મેડિકલમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ દેશમાં જ ‘ફેલ’..!

વિદેશમાં મેડિકલમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ દેશમાં જ ‘ફેલ’..!
વિદેશમાં મેડિકલમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ દેશમાં જ ‘ફેલ’..!

ભારતમાંથી અનેક વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે જાય છે. તેઓ ત્યાં ફાઇનાન્સ., વિકાલત, પત્રકાર, ડૉક્ટર વગેરેનો અભ્યાસ કરી વિદેશી ડિગ્રી મેળવે છે. પરંતુ જ્યારે ભારત પાછા આવે ત્યારે આવી ડિગ્રી ને માન્યતા આપવાના અમુક માપદંડો નક્કી કરવાંમાં આવે છે.

જોવા જઈએ તો મેડિકલ વિદ્યાર્થીઓનો દબદબો વધારે રહેલો છે. વિદ્યાર્થીઓને વિદેશની ડિગ્રી લેવામાં વધુ રસ છે. જ્યારે  ભારતમાં વિદેશી ડિગ્રીને માન્યતા આપવા ભારતે નક્કી કારેલી પરીક્ષા આપવી પડે છે. પરંતુ 100 માંથી માત્ર 20-21 વિદ્યાર્થીઓ જ પાસ થાય છે., માત્ર 21% જ પરિણામ આવે છે.અને લાયસન્સ મેળવે છે.

પાછલાં વર્ષોની ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE)ની પરીક્ષાનાં પરિણામ આપી રહ્યાં છે. ભારતમાં મેડિકલમાં પ્રવેશ ન મેળવી શકનારા ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં ડૉક્ટરનો અભ્યાસ કરવા જતા હોય છે અને તેમણે દેશમાં પરત ફરી પ્રેક્ટિસ કરવા માટે FMGEની પરીક્ષા આપવી પડે છે,

Subscribe Saurashtra Kranti here

જોકે આ એક્ઝામનાંપાછલાં 3 વર્ષમાં 6 સેશનમાં FMGEની પરીક્ષાનાં પરિણામના આંકડા પર નજર કરવામાં આવે તો કુલ 85,722 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 17,812 વિદ્યાર્થીને પરીક્ષા પાસ કરી લાઇસન્સ મેળવવામાં સફળતા મળી છે, એટલે કે માત્ર 21% પરીક્ષાર્થીઓ જ આ પરીક્ષા પાસ કરી શક્યા છે. આ આંકડા વિદેશમાં અભ્યાસ કરી આવેલા વિદ્યાર્થીઓની ગુણવત્તા સામે સવાલો ઊભા કરે એવા છે અને દેશના મેડિકલ શિક્ષણ જગતમાં ચિંતા વધારી છે.

વર્ષમાં બેવાર નેશનલ એક્ઝામિનેશન​​​​​ બોર્ડ(NEB) આ લાઇસન્સ માટેની પરીક્ષાનું આયોજન કરતું હોય છે. 2002થી વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરી દેશમાં પરત ફરતા ભારતીય વિદ્યાર્થીઓને લાઇસન્સ આપવા માટે સ્ક્રીનિંગ ટેસ્ટની શરૂઆત કરાવવામાં આવી હતી. વિદેશમાં MBBS કર્યા બાદ આ FMGE પાસ કરવી પડતી હોય છે. બાદમાં આવા વિદ્યાર્થીઓએ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરવી પડે છે.

ત્યારબાદ જ તેમને સ્થાનિક સ્તરે પ્રેક્ટિસ કરવાનું મેડિકલ કાઉન્સિલ તરફથી લાઇસન્સ આપવામાં આવે છે. ચીન, ફિલિપિન્સ તથા રશિયા વગેરે જેવા દેશમાં ગુજરાત અને દેશનાં વિવિધ રાજ્યોમાંથી વિદેશમાં અભ્યાસ માટે જાય છે.

આપણા દેશમાં મેડિકલ શિક્ષણનાં ધારા-ધોરણો અન્ય દેશો કરતાં સારાં છે. ઉપરાંત ભારતમાં મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ મર્યાદિત હોય છે, જેની સામે વિદેશમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધુ હોય છે. સૌથી મોટી વાત એ છે કે વિદેશમાં મેડિકલ કોલેજો પણ મોટા પ્રમાણમાં ખૂલી છે, એટલે આપણા દેશ જેવા માપદંડો જળવાતા નથી, જેથી મેડિકલ એજ્યુકેશનની ગુણવત્તાએ મોટો પ્રશ્ન બન્યો છે અને આ સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્ર​મુખ અને MK શાહ મેડિકલ કોલેજના અધ્યાપક બિપિન પટેલનું કહેવું છે કે એ વાત ચોક્કસ છે કે પહેલાં કરતાં પરિણામની ટકાવારી થોડી વધી છે, પરંતુ સંતોષકારક પરિણામ નથી આવી રહ્યું. ઉપરાંત વિદેશના ક્લિનિકલ નોલેજ તથા ભણાવવાની પદ્ધતિમાં પણ મોટો તફાવત હોય છે, જેને કારણે આ સ્થિતિ સર્જાઇ છે.

Read About Weather here

સૌથી મોટી વાત એ છે કે ઓછી ટકાવારી હોવાથી વિદ્યાર્થીઓ ભારત પ્રવેશ ન મળી શકવાથી વિદેશ જાય છે, જેથી લાઇસન્સ પરીક્ષાના પરિણામમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. જોકે 2023થી NEET-એક્સિટ એક્ઝામ અમલમાં આવી રહી છે, જેમાં MBBSના અભ્યાસ બાદ ન માત્ર વિદેશના, પરંતુ દેશમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓએ મેડિકલનો અભ્યાસ કર્યા બાદ ફરજિયાત એક્સિટ એક્ઝામ પાસ કરવી પડશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here