રાજકોટ સહિત ગુજરાતભરમાં ગજાનનની ઉપાસનાનો પ્રારંભ

રાજકોટ સહિત ગુજરાતભરમાં ગજાનનની ઉપાસનાનો પ્રારંભ
રાજકોટ સહિત ગુજરાતભરમાં ગજાનનની ઉપાસનાનો પ્રારંભ

સાર્વજનિક સ્થળો અને ઘરોમાં ગણેશની સ્થાપના: ભાવિકોમાં ઉલ્લાસ અને ઉત્સાહનાં દ્રશ્યો, સ્થાપના તથા વિસર્જન માટે સરકારની ખાસ ગાઈડલાઈન્સ, 19 મી સપ્ટેમ્બરે વિસર્જન થશે

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશચતુર્થીનાં પવિત્ર દિવસથી ગણેશ ઉત્સવનો ઉલ્લાસભેર પ્રારંભ થયો છે અને પાર્વતી પુત્ર તથા વિઘ્નહર્તા દેવ ગણેશજીની ઉપાસનાનો ભાવિકોએ આસ્થાભેર પ્રારંભ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ સહિત રાજ્યભરનાં મંદિરોમાં આજે સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે અને ગજાનનની પૂજા-અર્ચના તથા પ્રાર્થના માટે ભક્તોની કતારો જામી ગઈ છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ જ મહત્વનાં એવા ગણેશ ઉત્સવને પગલે 10 દિવસ સુધી દુંદાળા દેવની ભક્તિમાં અને દર્શન તથા આરતીમાં ભાવિકો લીન થઇ જશે.

રાજકોટ સહિત ગુજરાતભરમાં ગજાનનની ઉપાસનાનો પ્રારંભ રાજકોટ

ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં ખૂબ મોટા પાયે અને ભારે આસ્થા તથા ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીને કારણે ગુજરાત તથા મહારાષ્ટ્ર તથા ખાસ કરીને મુંબઈમાં ચોક્કસ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે એ મુજબ ઉત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે.

રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ વગેરે શહેરોમાં ગુજરાતનાં અગ્રણી મહાનગરો તથા નાના મોટા શહેરો અને ગામોમાં ઢોલ, ત્રાસા અને નગારાનાં નાદ સાથે લોકો ઉત્સાહભેર દુંદાળા દેવને ઘરે લાવીને સ્થાપના કરી રહ્યા છે. સરકારે જાહેર કરેલા નિયમો મુજબ ગણેશજીની સ્થાપના અને વિસર્જન માટે મોટા સરઘસ કાઢવાની મનાઈ કરવામાં આવી છે. સ્થાપના અને વિસર્જમાં માત્ર 15-15 વ્યક્તિને હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે.

લોકો ઉત્સાહભેર નાચતા-ગાતા અને ગણેશજીની સ્તુતિ કરતા કરતા ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓને ઘરે લાવી સ્થાપિત કરી રહ્યા છે. વિઘ્નહર્તા મનાતા રિધ્ધિ-સિધ્ધીનાં દેવ ગણેશજીનાં ઉત્સવનાં સાર્વજનિક કાર્યક્રમો પણ શરૂ થઇ ગયા છે. ઠેર-ઠેર અલગ-અલગ ચોક અને શેરી ગલ્લીઓમાં પંડાલ ઉભા કરવામાં આવ્યા છે. સાર્વજનિક સ્થળે 4 ફૂટ ઉંચી પ્રતિમા રાખવાની છૂટ અપાઈ છે.

સાર્વજનિક સ્થળે પૂજા-આરતી અને પ્રસાદ વિતરણની મંજૂરી અપાઈ છે. જયારે ઘરોમાં બે ફૂટ ઉંચી પ્રતિમા રાખવાની છૂટ અપાઈ છે. આજે સવારથી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.

લોકો એકબીજાને ગણેશચતુર્થીની શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને ભોલાનાથ શંકર અને પાર્વતીનાં પ્રિય પુત્ર એટલે કે ગજાનન તમામનાં દુ:ખ, દર્દ હરી લે, લોકોનાં રોજીંદા કામોના વિઘ્ન દૂર થાય, જીવન સુખમય અને સમૃધ્ધિમય બને એવી ગણેશજી પાસે પ્રાર્થના કરી આશિર્વાદ માંગી રહ્યા છે.

Read About Weather here

19 મી સપ્ટેમ્બરે મૂર્તિ વિસર્જન સાથે ગણેશ ઉત્સવની પૂર્ણહુતિ થશે. મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં એ દિવસે જાહેર રજા રાખવામાં આવે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here