યેદિયુરપ્પાનું સીએમ પદેથી રાજીનામુ

યેદિયુરપ્પાનું સીએમ પદેથી રાજીનામુ
યેદિયુરપ્પાનું સીએમ પદેથી રાજીનામુ

હું હમેશાં અગ્નિપરીક્ષામાંથી પસાર થયો છું: યેદિયુરપ્પા

બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ છે. કર્ણાટક ભાજપ સરકારના બે વર્ષ પૂર્ણ થયા છે, એવામાં દરેકની નજર આ વાત પર છે કે હવે ભાજપ રાજ્યની કમાન કોને સોપે છે.

Subscribe Saurashtra Kranti here

રાજીનામાની જાહેરાત કરતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યુ કે તેમણે કર્ણાટકના લોકો માટે ઘણુ કામ કરવાનું છે. આપણે બધાએ મહેનત સાથે કામ કરવુ જોઇએ. યેદિયુરપ્પાએ કહ્યુ કે તે હંમેશા અગ્નિપરીક્ષામાંથી પસાર થયા છે. સોમવારે કર્ણાટકમાં ભાજપ સરકારના બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણી મનાવાઇ રહી છે, બીએસ યેદિયુરપ્પા પણ સવારે અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા હતા.

દિલ્હીમાં પીએમ મોદી, નડ્ડા સાથે કરી હતી મુલાકાત

મહત્વપૂર્ણ છે કે કર્ણાટકના રાજકારણને લઇને લાંબા સમયથી કેટલીક અટકળો લગાવવામાં આવી રહી હતી. તાજેતરમાં જ બીએસ યેદિયુરપ્પાએ નવી દિલ્હી આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી, ત્યારે આ વાત કહેવામાં આવી રહી હતી કે હવે યેદિયુરપ્પા પોતાનું પદ છોડી શકે છે. જ્યારથી યેદિયુરપ્પાના રાજીનામાની અટકળો લાગી રહી હતી ત્યારથી લિંગાયત સમુદાયના લોકો બીએસ યેદિયુરપ્પાને મળી રહ્યા હતા.

Read About Weather here

મહત્વપૂર્ણ છે કે 2018માં વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર બની હતી પરંતુ આ સરકાર એક વર્ષ જ ચાલી શકી હતી અને બાદમાં ભાજપે યેદિયુ યેદિયુરપ્પાની આગેવાનીમાં પોતાની સરકાર બનાવી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here