પરમબીર સિંહની અરજી પર સુનાવણીનો સુપ્રિમનો ઇન્કાર: હાઇકોર્ટમાં જવા કહૃાું

Parambirsinh-SC-પરમબીર
Parambirsinh-SC-પરમબીર

Subscribe Saurashtra Kranti here

પરમબીર સિંહે સુપ્રિમમાથી અરજી પાછી ખેંચી લીધી હતી અને કહૃાું હતું કે તેઓ હાઇકોર્ટમાં જશે

સુપ્રીમ કોર્ટે આઇપીએસ અધિકારી પરમબીર સિંહને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવા જણાવ્યું છે. પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર પોલીસના માધ્યમથી ‘મની કલેક્શન સ્કીમ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને આર આર સુભાષ રેડ્ડીની ખંડપીઠે કહૃાું કે, આ મામલો ખૂબ ગંભીર છે, તમારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવી જોઈએ. આ પછી સિંહે સુપ્રિમમાથી અરજી પાછી ખેંચી લીધી હતી અને કહૃાું હતું કે તેઓ હાઇકોર્ટમાં જશે.

સુપ્રીમ કોર્ટે આદેશમાં કહૃાું છે કે અમને શંકા નથી કે આ કેસ ખૂબ ગંભીર છે. તેમને હાઇકોર્ટમાં જવાની મંજૂરી આપવામાં આવે છે. કોર્ટે કહૃાું કે, અરજદાર અનુસાર તેઓ આજે આ અરજી હાઇકોર્ટમાં દાખલ કરશે અને તેઓ ઇચ્છે છે કે આ મામલે આવતીકાલે સુનાવણી થાય. આ અંગે હાઈકોર્ટને જ વિનંતી કરવી પડશે.

જસ્ટિસ કૌલે કહૃાું કે, તેઓ (અરજદારે) કઈક આક્ષેપો કરી રહૃાા છે અને મંત્રી પણ કઈક આક્ષેપો કરી રહૃાા છે. મને સમજાતું નથી કે તમારે હાઇકોર્ટ કેમ ન જવુ જોઈએ. અમારું માનવું છે કે આ મામલો ગંભીર છે પરંતુ આર્ટિકલ ૨૨૬ની સત્તાઓ એકદમ વિશાળ છે. રોહતગીએ કોર્ટને વિનંતી કરી કે હાઈકોર્ટને કાલે સુનાવણી કરવાનો આદેશ આપવામાં આવે કેમ કે સીસીટીવી ફૂટેજ સામેલ છે.

Read About Weather here

રોહતગીએ આર્ટિકલ ૩૨ હેઠળ અરજી દાખલ કરવાની દલીલ કરતાં કહૃાું કે, આ દેશ માટે એક ગંભીર લોકહિતનો મુદ્દો છે. આ પોલીસ અધિકારીને વહીવટી આધાર પર ટ્રાન્સફર કરવામાં આવ્યા પરંતુ ગૃહમંત્રીએ ખુદ ટીવી પર કહૃાું હતું કે તે કોઈ વહીવટી ટ્રાન્સફર નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here