પંજાબનાં આકાશમાં ભેદી પ્રકાશ દેખાયો

પંજાબનાં આકાશમાં ભેદી પ્રકાશ દેખાયો
પંજાબનાં આકાશમાં ભેદી પ્રકાશ દેખાયો

પઠાણકોટ અને આસપાસનાં વિસ્તારમાં રહસ્યમય પ્રકાશ દેખાઈને થોડા સમય બાદ ગુમ: નજરે જોનારા લોકો એકદમ સ્તબધ્ધ બન્યા, અગાઉ જૂનાગઢમાં આવો પ્રકાશ દેખાયો હતો

પંજાબ નાં પઠાણકોટ વિસ્તારમાં શુક્રવારે મધરાતે આકાશમાં રહસ્યમય પ્રકાશનાં ચમકારા નજરે પડતા લોકો સ્તબધ્ધ થઇ ગયા હતા. સાંજનાં 7 વાગ્યાનાં સુમારે આકાશમાં થોડો સમય સુધી ભેદી પ્રકાશ રેલાતો દેખાયો હતો અને પછી અચાનક અલોપ થઇ ગયો હતો.

Read Local News / Articles : Saurashtra , Gujarat

પઠાણકોટનાં રહેવાસીઓએ જણાવ્યું હતું કે, ઝડપથી દોડતી ટ્રેનની જેમ પ્રકાશનો લીસોટો આકાશની અટારીએ દોડતો દેખાયો હતો. પ્રકાશ એકદમ સફેદ અને આંખઆંજી નાખે તેવો હતો.

આ પહેલી વખત જોવા મળ્યો હતો. આકાશી ઘટનાની ટ્વીટર ઉપર પણ જોરદાર ચર્ચા શરૂ થઇ ગઈ હતી.

નજરે જોનારા કેટલાકે જણાવ્યું હતું કે, ભેદી પ્રકાશ પઠાણકોટ અને જમ્મુનાં આકાશમાં પ્રસરતો દેખાયો હતો. બાદમાં અચાનક અલોપ થઇ ગયો છે. અગાઉ સૌરાષ્ટ્રનાં જૂનાગઢ શહેરમાં અને જંગલ વિસ્તારમાં પણ ભેદી પ્રકાશનો કુંજ આકાશમાં રેલાતો દેખાયો હતો.

Read About Weather here

એ સમયે નિષ્ણાંતોએ એવું જણાવ્યું હતું કે, અવકાશમાં તરતા મુકાયેલા ઉપગ્રહો પૃથ્વીની ભ્રમણકક્ષામાં નીચે સુધી આવી જાય ત્યારે આવો પ્રકાશ દેખાતો હોય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here