જન્મદિવસની પાર્ટીમાં કરતા થઇ બબાલ, મારામારી દરમિયાન બર્થ ડે બોયનું મોત (13)

BIRTHDAY-PARTY-DEATH
BIRTHDAY-PARTY-DEATH

જન્મદિવસની પાર્ટી

ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ઢાબા ઉપર જન્મદિવસ મનાવવા ગયેલા એક ગ્રામ વિકાસ અધિકારીની હત્યા કરવામાં આવી હતી. કાલિકા ઢાબા ઉપર ખાવા અંગે વિવાદ થયો હતો. ગ્રામ વિકાસ અધિકારી જિય યાદવ જૌનપુરના ડોભી વિકાસ ખંડમાં તૈનાત હતા. ઢાબા ઉપર ખાવાના વિવાદને લઈને ઢાબામાં ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે ભારે મારામારી થઈ હતી. આ દરમિયાન વિજયનું મોત થયું હતું. જ્યારે બીજા ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. પોલીસ આ મામલો ફરિયાદ નોંધીને ચાર લોકોની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વિજય યાદવનો બુધવારે જન્મદિવસ હતો. તે પોતાના દોસ્તો સાથે નગર કોતવાલીના તુલસીપુર સ્થિત કાલિકા ઢાબા ઉપર જન્મદિવસ મનાવવા માટે ગયો હતો.

Subscribe Saurashtra Kranti here.

આ દરમિયાન કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો. અને મારા મારી થઈ હતી. જેમાં વિજય યાદવ અને તેમના મોટા ભાઈ સોમા યાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. વિજયને સારવાર માટે ટ્રોમા સેન્ટર વારાણસી મોકલવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. મારામારીમાં ઘાયલ સોમાની હાલત પણ ગંભીર જણાવવામાં આવી રહી છે. વિજય યાદવ જૌનપુરના ચંદ્રવકમાં ગ્રામ વિકાસ અધિકારીના પદ ઉપર ફરજ બજાવતા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસે ઢાબાના કેટલાક કર્મચારીઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. અને ફરિયાદ નોંધી હતી.

Read About Weather here

ત્યારબાદૃ પોલીસે મામલામાં ઢાબાના મેનેજર સહિત ૪ કર્મચારીઓની ધરપકડ કરી હતી. પોલીસ અધિક્ષક ડો. ઓમપ્રકાશ સિંહ કાલિકા ઢાબા ઉપર પહોંચ્યા હતા. ઘટના સ્થળનું ઝિણવટ પૂર્વક અવલોકન કર્યું હતું. તેમણે ઉપસ્થિત સીઓ સીટી ઓજસ્વી ચાવલા તેમને કોતવાલ વિમલ કુમાર મિશ્રાને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યા છે. ઘટના સ્થળથી પેપ્સીના બોટલના ટુકડા અને રોડ મળ્યા છે. આ ઘટના બાદ લોકોમાં રોષ ફેલાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here