કોરોના કાળમાં કુંભ મેળો પ્રતીકાત્મક રાખો : વડાપ્રધાનનું સુચન

વડાપ્રધાનનું સુચન
વડાપ્રધાનનું સુચન

વડાપ્રધાનના સુચનનું સન્માન કરીએ છીએ : મહામંડલેશ્ર્વર

મહામંડલેશ્ર્વર અવધેશાનંદ ગીરી સાથે મોદીની ખાસ વાતચીત બાદ ટ્વીટ કર્યુ, કોરોના સંક્રમીત સાધુ-સંતોના સ્વાસ્થ્યની જાણકારી વડાપ્રધાને મેળવી

Subscribe Saurashtra Kranti here

દેશ આખો કોરોના મહામારીની બીજી અતીશય ધાતક લહેરનો સામાનો કરી રહયો છે એવા વીષમકાળ અને પરિસ્થિતિમાં ઉત્તરા ખંડના હરીદ્વાર ખાતે યોજાઇ રહેલા મહા કુંભ મેળામાં લાખો લોકો એકત્ર થતા અનેક સાધુ-સંતો અને ભાવિકો કોરોના સંક્રમીત થઇ ગયા છે. આજે ખુદ નરેન્દ્ર મોદોએ ટ્વીટ કરીને મહા કુંભના આયજકોને એવું સુચન કયું હતું કે, કોરોના કાળમાં મહા કુંભ મેળો પ્રતીકાત્મક રીતે રાખવો જોઇએ.

વડાપ્રધાન્રે આચાર્ય મહામંડલેશ્ર્વર સ્વામી અવધેસાનંદ ગીરીજી સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી અને સુચવ્યું હતું કે, આવા કાળમાં કુંભ પ્રતિકાત્મક રખાય. મોદીએ કોરોના સંક્રમીત સાધુ-સંતોના આરોગ્ય વિશે પણ જાણકારી મેળવી હતી. વડાપ્રધાને પ્રશાસનને દરેક પ્રકારને મદદ કરવા બદલ સંત જગતનો આભાર પણ માન્યો હતો.
હરીદ્વારમાં 100થી વધુ સાધુ-સંતો સંક્રમીત થયા છે. બે સાહી સ્નાન સંપુર્ણ થઇ ગયા છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મે વિનંતી કરી છે કે, બે સાહી સ્નાન થઇ ગયા છે તેથી હવે કુંભને પ્રતીકાત્મક રાખવામાં આવે જેનાથી કોરોના સંકટ સામે લડાઇ લડવામાં વધુ તાકાત મળશે.

Read About Weather here

વડા-પ્રધાનના નિવેદનના જવાબમાં સ્વામી અવધેસાનંદ ગીરીજીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીજીની અપીલનું અમે સન્માન કરી એ છીએ. સ્વયં અને બીજાના જીવનની રક્ષા કરવી એ મહત્વનું છે. ધર્મ પ્રેમી જનતાને મારો આગ્રહ છે કે, કોવિડના નિયમોનું પાલન કરવામાં આવે. હજુ બે દિવસ પહેલા અખીલ ભારતીય શ્રીપંચ નિર્વાણી અખાડાના મહામંડલેશ્ર્વર સ્વામી કપીલ દેવદાસનું કોરોનાથી નિધન થયું હતું. અત્યારે મોટા પાયે સાધુ-સંતોનું ટેસ્ટીંગ ચાલી રહયું છે. નિરંજની અખાડાએ તો કુંભ મેળો બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. 70થી વધુ સાધુઓ સંક્રમીત થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here