કાલે આકશમાં ખગ્રાસ ચંદ્રગ્રહણનો નજારો

જયોતિષીઓ પાસે ઉપકરણ કે વિજ્ઞાન સાધનો નથી: જાથા

ભારતનાં પૂર્વીય વિસ્તારોમાં ખંડગ્રાસ ગ્રહણ જોવા મળશે

આવતી કાલે તા.૨૬ મી એ ભારતના પૂર્વીય વિસ્તારોમાં ખંડગ્રાસ અને પૂર્વ એશિયા, પેસિફિક, ઓસ્ટ્રેલીયા અને અમેરિકામાં વર્ષ ૨૦૨૧ નો પ્રથમ ખગ્રાસ ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો જોવા માટે ખગોળ પ્રેમીઓમાં જબરી ઉત્કંઠા જોવા મળે છે. આશરે 3 કલાક ૮ મિનીટનો અદ્દભુત અવકાશી નજારો જોવા મળશે. ભારતમાં આંશિક ગ્રસ્તોદિત નજારો આસામ તરફનાં લોકો જોઈ શકવાના છે. રાજ્યમાં ભારત જન વિજ્ઞાન જ્થાની કચેરી ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપવાના કાર્યક્રમો અમલમાં મુક્યા છે.

Subscribe Saurashtra Kranti here

જાથાનાં રાજ્ય ચેરમેન, એડવોકેટ જયંત પંડ્યા એ જણાવ્યું કે આવતીકાલ ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ બપોરના સવા ત્રણે અને ગ્રહણ મોક્ષ સાડા છ કલાકે થવાના છે. ભારતનાં પૂર્વ વિસ્તારના લોકોને આંશિક ગ્રહણ જોવાનો મોકો મળશે. વૈજ્ઞાનિકો ગ્રહણ સમયે માનવ કલ્યાણકારી સંશોધનો કરે છે. જયારે ભારતમાં અમુક જ્યોતિષીઓ ગ્રહણના ફળકથનો, ભૌગોલિક અસરો, રાશી ફળકથ કરી લોકોને ઊંચા ચશ્માંથી ગુમરાહ કરશે. ગ્રહો કે ગ્રહનો માનવજીવન કે દૈનિક ક્રિયાઓ સાથે સ્નાનસૂતક સંબંધ નથી તેવું વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે.

Read About Weather here

વધુમાં પંડ્યા જણાવે છે કે રાજ્યમાં ગ્રહણ સમયે લોકોને સૂર્ય-ચંદ્રગ્રહણ થવાના કારણોની વિસ્તૃત સમાજ આપશે. ભવિષ્યનાં વર્ષો પછી ગ્રહણ અમાસ પુનમનો સાથ છોડી ગમે તે તિથીએ ગ્રહણની ખગોળીય ઘટના બનવાની છે. લેભાગુઓની ગ્રહણ સંબંધ વાહિયાત અસરો વિગેરેનો છેદ ઉડી જશે. વિજ્ઞાનથી માનવને લાભ થયો છે. વિજ્ઞાનની ઉપલબ્ધિના કારણે વાવાઝોડામાં લોકો સલામતી પગલા લઇ શકે છે. જ્યોતિષીઓ પાસે એકપણ ઉપકરણ નથી કે વિજ્ઞાની સાધનો નથી. ચોપડી જોઈ ગેરમાર્ગે દોરે છે. કોરોના વિશે દુનિયામાં કશી જ માહિતી ન હતી. હવે વિજ્ઞાન મદદથી રસીનાં કારણે ક્રમશઃ લાભપ્રદ સાબિત થશે. અંતમાં આવતી કાળે ચંદ્રગ્રહણનો નજારો   ટી.વી ઉપર જોઈ શકાશે. તેનો લાભ લેવા જાથાએ લોકોને અપીલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here