અફઘાનિસ્તાનમાં ચીનના જાસૂસ નેટવર્કનો ખુલાસો: ૧૦ ચીની જાસૂસોની ધરપકડ

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

દૃુનિયામાં પોતાનું વર્ચસ્વ વધારવાનો પ્રયાસ કરી રહેલ ચીન હવે માત્ર ભારતમાં જ નહીં પરંતુ તમામ દેશોમાં જાસૂસી નેટવર્કનું વિસ્તરણ કરી રહૃાું છે. તેના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં પણ ચીનના જાસૂસ નેટવર્કનો ખુલાસો થયો છે. કાબુલ પોલીસે દરોડા પાડીને દેશમાં ગુપ્તચર માહિતી એકત્રિત કરી રહેલા ૧૦ ચીની જાસૂસોની ધરપકડ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના એનડીએસએ જાસૂસી અને આતંકવાદૃી પ્રવૃત્તિઓ કરવા બદૃલ ૧૦ ડિસેમ્બરના રોજ ચીનના ૧૦ લોકોને પકડ્યા હતા. પકડાયેલા તમામ લોકો ચીનની ગુપ્તચર એજન્સી માટે કામ કરી રહૃાા હતા. તેમાંથી ૨ લોકો આતંકવાદૃી સંગઠન હક્કાની નેટવર્કના સંપર્કમાં હતા. હક્કાની નેટવર્કને તાલિબાનોનો ભયાનક ચહેરો માનવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે અમેરિકાની અફઘાનિસ્તાનમાંથી પીછેહઠની વચ્ચે ચીન ત્યાં પોતાનો પ્રભાવ વધારવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં જાસૂસ નેટવર્કનો ખુલાસો તેમના માટે શરમજનક હરકત બની ગઇ છે. ચીનના અધિકારીઓએ અફઘાનિસ્તાનને પ્રભાવ ઉભો કરવા માટે દબાવાની અને ચીની નાગરિકોને છોડવાની માંગણી કરી, પરંતુ તેમની માંગણીઓ ધ્યાનમાં લેવામાં આવી નહોતી.

દરમિયાનમાં જાસૂસી નેટવર્કનો ખુલાસો થયા બાદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને તપાસની દેખરેખની જવાબદૃારી પહેલા ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહને સોંપી દીધી છે. અમરૂલ્લાહ સાલેહ અફઘાન ગુપ્તચર એજન્સીના ભૂતપૂર્વ ચીફ રહી ચૂક્યા છે. આવા સંવેદનશીલ કેસોની તપાસ કરવામાં તેમનો ખાસ્સો અનુભવ છે.

અમરૂલ્લાહ સાલેહે કાબુલમાં તૈનાત ચીની રાજદૃૂત વાંગ યુ સાથે મુલાકાત કરી તેમણે ચીની નાગરિકોની અટકાયત વિશે માહિતી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર અમરૂલ્લાહ સાલેહે ચાઇનીઝ રાજદૃૂતે કહૃાું હતું કે જો આ મામલે ચીન માફી માંગી લે છે તો તેઓ તેના નાગરિકોને માફી આપી શકે છે. આમ ના કરવા પર તેમનો દૃેશ આરોપીઓની વિરૂદ્ધ ગુનાહિત તપાસ માટે કાર્યવાહી કરશે.