…અને જનરલે ઘાયલ હાલતમાં કહ્યું, હું બિપીન રાવત છું

…અને જનરલે ઘાયલ હાલતમાં કહ્યું, હું બિપીન રાવત છું
…અને જનરલે ઘાયલ હાલતમાં કહ્યું, હું બિપીન રાવત છું

રેસ્ક્યુ ટીમ પહોંચી ત્યારે જનરલ જીવીત હતા: હેલીકોપ્ટર પાઈલોટ તરફથી મદદનો કોઈ સંદેશો મળ્યો ન હતો: અચાનક બધું બની ગયાની શક્યતા જોતા તપાસનીશ અધિકારીઓ

સ્થાનિક સાક્ષીનું બયાન, ખૂબ નીચે ઉડતું હેલીકોપ્ટર વૃક્ષ સાથે ટકરાઈને નીચે પડ્યું હતું અને આગમાં લપેટાયું: આવો ભયાનક અવાજ કદી જોયો નથી: બચાવકાર ટીમ રાવતને હોસ્પિટલ લઇ જતી હતી ત્યારે માર્ગમાં જ નિધન થયું હતું

ભારતીય સેનાનાં સર સેનાપતિ સીડીએસ જનરલ બિપીન રાવતનાં હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના અંગે ઊંડી અને વેગીલી તપાસ ચલાવવામાં આવી રહી છે. ત્યારે એવી હકીકત બહાર આવી છે કે, હેલિકોપ્ટ દુર્ઘટના ગ્રસ્ત થયું હોય પહેલા પાઈલોટ પાસેથી મદદનો કોઈ તાકીદનો સંદેશો મળ્યો ન હતો. એટલે બધું અચાનક અને પલકવારમાં બની ગયું હોય તેવું મનાઈ છે. એવું પણ બહાર આવ્યું છે કે રેસ્ક્યુ ટીમ પહોંચી ત્યારે જનરલ રાવત જીવીત હતા અને એમનું નામ પણ બોલ્યા હતા. હોસ્પિટલ લઇ જતી વખતે માર્ગમાં જનરલનું નિધન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જાણકાર સુત્રો એવું કહી રહ્યા છે કે, જો કોઈ યાંત્રિક ખામી સર્જાય હોત અથવા તો કોઈ ગરબડ દેખાઈ હોય તો પાઈલોટે તાકીદની મદદનો સંદેશો જરૂર મોકલ્યો હોત. પરંતુ પાઈલોટ તરફથી કોઈ સંદેશો મળ્યો ન હતો. તપાસનીશ ટીમ અનુસાર હેલિકોપ્ટનાં પાઈલોટનો છેલ્લો સંદેશો એવો હતો કે કંટ્રોલરૂમ સાથે મારો સંપર્ક યથાવત છે. કોયમ્બતુરમાં કોઈ રડાર ન હોવાથી નીચી સપાટીએ ઉડી રહેલું હેલિકોપ્ટર રડારમાં જોઈ શક્યું ન હતું. વાસ્તવમાં કોઈપણ વિમાની હોનારત હોય ત્યારે પાઈલોટનો મે ડે સંદેશો તમામ ભૂમીગત કેન્દ્રોને મળી જતો હોય છે. પણ આ વખતે એવું બન્યું ન હતું.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટેકનીકલ ખામી નહીં પણ ગાઢ ધુમ્મસને કારણે દુર્ઘટના બની હોવાની સંભાવના વધુ છે. દુર્ઘટનાને જોનારા પાસેનાં ગામનાં એક સાક્ષીએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર બહુ જ નીચી સપાટીએ ઉડી રહ્યું હતું અને એક વિશાળકાય વૃક્ષ સાથે અથડાઈ પડ્યું હતું અને આગમાં લપેટાઈને નીચે પડ્યું હતું. અવો ભયંકર અવાજ ક્યારેય સાંભળ્યો ન હતો.

Read About Weather here

ઘટના પછી ભારતીય વાયુ સેનાનાં વડા એર ચીફ માર્શલ વી.આર.ચૌધરી પણ ઘટના સ્થળે ધસી ગયા હતા અને વિગતો જાણી હતી. વાયુ સેનાનાં વાઈસ ચીફ માર્શલ લેફ.જનરલ ચંદીપ્રસાદ મોહન્તીએ કતારની મુલાકાત ટુકાવીને દિલ્હી પાછા ફર્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here