અડીખમ બહાદુર યોધ્ધા રાવતને ઋણી રાષ્ટ્રની શોકભરી ‘સેલ્યુટ’

અડીખમ બહાદુર યોધ્ધા રાવતને ઋણી રાષ્ટ્રની શોકભરી ‘સેલ્યુટ’
અડીખમ બહાદુર યોધ્ધા રાવતને ઋણી રાષ્ટ્રની શોકભરી ‘સેલ્યુટ’

બંને ગૃહોમાં દુર્ઘટના અંગે સંરક્ષણમંત્રીનું નિવેદન: બુધવારે બપોરે 12:08 કલાકે સંપર્ક કપાયા બાદ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું

લોકસભા અને રાજ્યસભામાં શહીદ જનરલને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ; બે મિનીટનું મૌન પાળવામાં આવ્યું, બિપીન રાવત અને મધુલિકા રાવતનાં નશ્ર્વર દેહ આજે સાંજે નવી દિલ્હી લવાશે; વાયુ સેના દ્વારા ખાસ તપાસ સમિતિની રચના, હેલીકોપ્ટરનું બ્લેક બોક્સ મળ્યું

દેશભરમાંથી શહીદ જનરલ પર શ્રધ્ધાંજલિનો ધોધ, તમામ મુખ્યમંત્રીઓ, રાજકીય પક્ષોનાં વડાઓએ ઘેરો શોક દર્શાવ્યો: સોનિયા ગાંધીએ બર્થ ડે પાર્ટી રદ કરી; ઉતરાખંડમાં ત્રણ દિવસનો શોક જાહેર: વેલિંગ્ટન હોસ્પિટલમાં જનરલ અને તમામ મૃતકોને પુષ્પાંજલિ અર્પણ: બ્લેક બોક્સ દુર્ઘટનાનું સાચું કારણ જાણવામાં મદદ કરશે
બુધવારે તમિલનાડુનાં કુન્નુર જંગલ વિસ્તારમાં ભારતીય સેનાનાં એરબેઝથી માત્ર 18 કિ.મી. દૂર ભારતીય વાયુ સેવાનું એમઆઈ-17 હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત થયું તેના કારણે દેશને એક અડીખમ, જાંબાઝ અને હિંમતવાન યોધ્ધા જનરલ બિપીન રાવતને ગુમાવવા પડ્યા છે.હેલિકોપ્ટર દુર્ઘટનાને પગલે દેશભરમાં ગમગીની પ્રસરી વળી છે.

આજે લોકસભા અને રાજ્યસભામાં શહીદ જનરલ બીપીન રાવતને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ મહાન યોધ્ધાને સેલ્યુટ કરવામાં આવી હતી. સંરક્ષણમંત્રી રાજનાથ સીંઘે સંસદનાં બંને ગૃહોમાં આજે દેશને હચમચાવી નાખતી દુર્ઘટનાની વિગતો જાહેર કરી હતી.

દેશભરમાંથી શ્રધ્ધાંજલિનો ધોધ વહી રહ્યો છે. દેશના તમામ પક્ષોનાં ટોચનાં આગેવાનો, મુખ્યમંત્રીઓ અને અધિકારીઓએ જનરલ રાવતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. વેલિંગ્ટન એરબેઝ પર ભારતીય સેનાએ જનરલ રાવત અને એમની સાથે શહીદ થયેલા અન્ય લશ્કરી અફસરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જનરલ રાવત, એમના ધર્મપત્ની મધુલિકા રાવત સહિતનાં તમામ 13 શહીદોનાં નશ્ર્વર દેહ આજે નવી દિલ્હી લાવવામાં આવશે. આવતીકાલે જનરલ રાવત અને એમના ધર્મપત્નીનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

દરમ્યાન આજે વાયુ સેનાનાં વડા એરચીફ માર્શલ વી.આર.ચૌધરી એ ઘટના સ્થળે પહોંચી સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને વિગતોથી વાકેફ થયા હતા. વાયુસેનાએ હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ માટે ખાસ સમિતિની રચના કરી છે. એર માર્શલ માનવેન્દ્ર સીંઘની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવામાં આવી છે. દરમ્યાન આજે દુર્ઘટના સ્થળેથી તપાસ માટે ખૂબ જ ચાવીરૂપ બ્લેક બોક્સ પણ મળી આવ્યું હતું. બ્લેક બોક્સ મળી આવતા દુર્ઘટનાનું સાચું કારણ અને માહિતીની જાણકારી મળી શકશે. ઘટના સ્થળે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ સમિતિનાં વડા અને એમની ટીમ ઘટના સ્થળનાં 1 કિ.મી. નાં આસપાસનાં વિસ્તારમાં તપાસ કરી રહ્યા છે. બ્લેક બોક્સમાં પાઈલોટની ભૂમીગત સેન્ટર સાથે થયેલી 2 કલાક સુધીની વાતચીત રેકોર્ડ થઇ શકે છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

વેલિંગ્ટન ખાતેનાં એરબેઝ પર ભારતીય સેનાએ શહીદ સર સેનાપતિને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મદ્રાસ રેજીમેન્ટલ સેન્ટર પહોંચેલા તમિલનાડુનાં મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીને પણ જનરલ રાવતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને એમના નશ્ર્વર દેહ પર પુષ્પાંજલિ અર્પી હતી.

સંસદમાં નિવેદન કરતા સંરક્ષણમંત્રી રાજનાથ સીંઘે ભારતીય સેના અને દેશઆખાને હચમચાવી નાખતી દુર્ઘટનાની વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું કે, 11:48 કલાકે હેલિકોપ્ટરે સુલુરથી ઉડાન ભરી હતી. ત્યારે હેલિકોપ્ટરમાં જનરલ રાવત અને એમના ધર્મપત્ની મધુલિકા રાવત સહિત 14 વ્યક્તિઓ સવાર હતી. બપોરે 12:08 કલાકે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.

જનરલ રાવત વેલિંગ્ટન એરબેઝ પહોંચવાના હતા. પણ એરબેઝથી માત્ર 18 કિ.મી. દૂર હતા ત્યાં હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. જેમાં દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત શહીદ થઇ ગયા હતા. એમના ધર્મપત્ની અને 11 બીજા અધિકારીઓ તથા જવાનો પણ દુર્ઘટનામાં મૃત્યુને ભેટ્યા હતા. એમઆઈ-17 હેલીકોપ્ટર અતિઆધુનિક અને સુરક્ષિત માનવામાં આવે છે. છેલ્લે આ હેલિકોપ્ટરની સર્વિસ થયા પહેલા કોઈ વિઘ્ન વિના એ 26 કલાકની ઉડાન પરીપૂર્ણ કરી ચૂક્યું હતું.

સુલુર એરબેઝનાં હેલીકોપ્ટર યુનિટનું એ ભાગ હતું. અત્યાર સુધી આ હેલિકોપ્ટરમાં કોઈપણ યાંત્રિક ખામી જોવા મળી ન હતી. વળી એમઆઈ-17 અત્યંત આધુનિક અને સૌથી સુરક્ષિત ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર ગણાય છે. એટલે સઘન અને ઊંડી તપાસ થયા બાદ અને બ્લેક બોર્ડની ચકાસણી કર્યા બાદ જ દુર્ઘટનાનું કારણ જાણી શકાશે. અચાનક આ પ્રકારે આવું સક્ષમ હેલિકોપ્ટર તૂટી પડ્યું તેનાથી લશ્કરી નિષ્ણાંતો પણ અવાચક થઇ ગયા છે.

Read About Weather here

એક નિવૃત અધિકારીએ જણાવ્યું હતું કે, આ હેલિકોપ્ટરનો રેકોર્ડ 100 ટકા સારો રહ્યો છે. એટલે વિગતપૂર્ણ તપાસની આપણે રાહ જોવી પડે. દરમ્યાન ભારતીય વાયુ સેનાનાં વડા ચૌધરી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નિરીક્ષણ કર્યું હતું. એમની સાથે તમિલનાડુનાં ડીજીપી સૈલેન્દ્ર બાબુ પણ હતા. દરમ્યાન દેહરાદુન ખાતેની ઇન્ડિયન મીલીટરી એકેડમી ખાતે તમામ પ્રકારની પરેડ આજે રદ કરવામાં આવી છે. આર્મી વડા મથકનાં આદેશ બાદ પરેડ યોજવામાં આવશે.

આ દુર્ઘટનામાંથી ઉગરી ગયેલા એક માત્ર લશ્કરી અધિકારી ગ્રુપ કેપ્ટન વરૂણ સીંઘ અંગે રાજનાથ સીંઘે સંસદમાં જણાવ્યું હતું કે, વરૂણ સીંઘ ગંભીર રીતે દાઝી ગયા છે અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મુકવામાં આવ્યા છે. એમને બચાવી લેવાના શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જનરલ રાવત અને એમના ધર્મપત્નીનાં આવતીકાલે શુક્રવારે દિલ્હી કેન્ટોન્મેન્ટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here