અંતે નવા કૃષિ કાયદા રદ: સંસદમાં ખરડો પસાર

અંતે નવા કૃષિ કાયદા રદ: સંસદમાં ખરડો પસાર
અંતે નવા કૃષિ કાયદા રદ: સંસદમાં ખરડો પસાર

શિયાળુ સત્રના પહેલા જ દિવસે કૃષિ કાયદા રદબાતલ ખરડો લોકસભા અને બાદમાં રાજયસભામાં પણ પસાર, વિપક્ષોની ચર્ચાની માગણીનો અસ્વીકાર

સંસદનાં શિયાળુ સત્રનાં પ્રારંભે પહેલા જ દિવસે સરકારે ધ્વની મતથી ચર્ચા વિના ખરડો પસાર કરાવી લેતા વિરોધપક્ષો દ્વારા જોરદાર હોગ ઓકીરો, કાર્યવાહી ઠપ્પ; આંદોલન ચાલુ જ રહેશે: કિસાન નેતા રાકેશ ટીકૈત

સંસદનાં શિયાળુ સત્રનાં પહેલા જ દિવસે આજે લોકસભામાં નવા ત્રણ કૃષિ કાયદા રદ કરતો ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ખરડા પર પહેલા ચર્ચા આપવા માટેની કોંગ્રેસ સહિતનાં વિરોધપક્ષનાં સભ્યોની જોરદાર ઉગ્ર માંગણીને અવગણીને મોદી સરકારે ધ્વની મતથી ગૃહમાં વિધેયક પસાર કરાવી લીધું હતું. વિપક્ષી સભ્યોએ જબરદસ્ત હંગામો મચાવી દેતા લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી ઠપ્પ થઇ ગઈ હતી.

લોકસભાની બેઠક બપોરે બે વાગ્યા સુધી મોકૂફ રાખવાની સ્પીકર ઓમ બિરલાએ જાહેરાત કરી હતી. બીજીતરફ રાજ્યસભામાં પણ ખરડા પર ચર્ચા આપવાની માંગણી સાથે વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવી દેતા વડીલ ગૃહ પણ બપોર સુધી સ્થગિત રાખવાની ફરજ પડી હતી.

Read Local News / Articles : Saurashtra , Gujarat

કેન્દ્ર સરકારે અસાધારણ ઝડપ બતાવીને આ રીતે સત્રનાં પહેલા જ દિવસે બંને ગૃહ લોકસભા અને રાજ્યસભા એક જ દિવસમાં કૃષિ કાયદા રદબાતલ ખરડો 2021 પસાર કરાવવામાં સફળતા મેળવી હતી. લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે અને રાજ્યસભાની કામગીરી બપોરનાં 3 સુધી મુલતવી રાખવામાં આવી છે. વિપક્ષોનીમાંગ મુજબ સરકારે ચર્ચા આપી નથી.
સંસદનાં શિયાળુ સત્રનો આ રીતે હંગામેદાર પ્રારંભ થયો છે.

સવારે સત્ર શરૂ થયું ત્યારથી જ ધાંધલ ધમાલનાં દ્રશ્યો શરૂ થઇ ગયા હતા. વિપક્ષી સભ્યોએ બંને ગૃહમાં પ્રશ્નોતરી કલાક રદ કરવાની નોટીસો આપી હતી અને કૃષિ કાયદા રદ કરતા ખરડા પર પહેલા ચર્ચા આપવા જોરદાર માંગણી કરી હતી. જો કે સરકારે તેનો સ્વીકાર કર્યો નથી. લોકસભામાં સૌ પહેલી કાર્યવાહીમાં સરકારે આ ખરડો રજુ કરી દીધો હતો અને વિપક્ષી હોબાળા, ધાંધલ ધમાલ, સુત્રોચ્ચારો વચ્ચે ગૃહમાં ચર્ચા અપાયા વિના ધ્વનીમતથી ખરડો પસાર કરવામાં આવ્યો હતો.

બપોર પછી પણ ગૃહ ફરી મળે ત્યારે વિપક્ષો ભારે હંગામો મચાવશે એ નક્કી છે. લોકસભામાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખરડો રજુ કર્યો હતો. જે ચર્ચા વિના પસાર કરાવી લેવામાં આવ્યો છે.
આથી ગૃહમાં મામલો વધુ હંગામા ભર્યો બની રહેવાની શક્યતા છે. કોંગ્રેસના સભ્યોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે, સરકાર ચર્ચા વિના જ ખરડા પસાર કરાવવા માંગે છે. દરમ્યાન સંસદની બહાર કિસાન નેતાઓએ પણ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે. કિસાન નેતા રાકેશ ટીકૈતે કાયદા રદ કરવાનો ખરડો પસાર થયા છતાં જાહેર કર્યું હતું કે, આંદોલન હજુ ચાલુ છે. અમારા કાર્યક્રમો હજુ યથાવત છે.

સરકારે એમએસપીની બિમારીનો ઈલાજ કરવાનો છે. કિસાન નેતાએ એમએસપીના મુદ્દા પર સંસદમાં ચર્ચા આપવાની માંગણી કરી હતી. તેમણે જાહેર કર્યું હતું કે, ચોથી ડિસેમ્બરે કિસાન નેતાઓ આગળની રણનીતિ તૈયાર કરશે. સંસદના શિયાળુ સત્રનાં પ્રારંભે સંસદ પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, સંસદમાં સરકાર દરેક પ્રશ્ર્નોનો જવાબ આપવા માટે તૈયાર છે. પરંતુ દેશહિતમાં શાંતિ સાથે ચર્ચા થવી જોઈએ.

સંસદમાં સવાલ અને શાંતિ બંને હોવા જોઈએ. વડાપ્રધાને સંસદ ગૃહ તથા સ્પીકરની ગરિમા જાળવવા માટે વિપક્ષને અપીલ કરી હતી. તેમણે નવા કોરોના વેરીયેન્ટ સામે સાવધ રહેવાનો પણ અનુરોધ કર્યો હતો. સંસદનું શિયાળુ સત્ર 23 મી ડિસેમ્બર સુધી ચાલનાર છે. વર્તમાન સત્રમાં સરકાર કુલ 26 ખરડા રજુ કરે તેવી શક્યતા છે.

નવા વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરવાનું વિધેયક પણ લાવવામાં આવશે. ઉપરાંત સંસદનાં ચોમાસું સત્રમાં હંગામો કરનાર 20 સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ પણ સરકાર મુકશે. તેવું જાણવા મળ્યું છે. નવા કૃષિકાયદા માટે 1 વર્ષથી કિસાનો આંદોલન ચલાવી રહ્યા છે. દરમ્યાન લોકસભામાં સરકારને વિવિધ મુદ્દાઓ પર ભીડવવા કોંગ્રેસ સહિતનાં વિરોધ પક્ષોએ વ્યૂહરચના ઘડી કાઢી છે. લોકસભામાં હાજરી આપવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ સભ્યોને વિહિપ આપ્યો છે. કેમકે કૃષિકાયદા રદ કરતો ખરડો આજે પહેલા દિવસે જ રજુ થઇ શકે છે.

કોંગ્રેસનાં સભ્ય મનીષ તિવારી સહિત સંખ્યાબંધ વિપક્ષી સભ્યોએ સવારે જ ખેડૂતોનાં મુદ્દા પર ચર્ચાની માંગણી કરતી નોટીસ મૂકી હતી. મનીષ તિવારીએ તો મોકુફી પ્રસ્તાવની નોટીસ રજુ કરી હતી જેમાં માંગણી કરવામાં આવી છે કે, આંદોલન દરમ્યાન જાન ગુમાવનાર કિસાનોની તમામ વિગત સંસદમાં રજુ કરવા અને પરિવારોને વળતર ચૂકવવા સરકારને આદેશ અપાવવો જોઈએ.

Read About Weather here

લોકસભામાં કોંગ્રેસ પક્ષનાં નેતા અધીરરંજન ચૌધરીએ પ્રશ્ર્નોતરી કલાક રદ કરવા અને એમએસપી પર ચર્ચા શરૂ કરવા માંગણી કરતી નોટીસ આપી હતી. રાજ્યસભામાં પણ ભારે ધમાલ થઇ પડતા બપોર સુધી કાર્યવાહી મોકૂફ કરવામાં આવી હતી. સરકાર ચર્ચા કર્યા વગર ખરડા પસાર કરવા માંગે છે. એવો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. સવારે સંસદમાં પ્રવેશ કરતા પહેલા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસનાં અન્ય સાંસદોએ ગાંધીજીની પ્રતિમા સામે ઉભા રહીને સરકાર સામે દેખાવો કર્યા હતા અને સુત્રોચ્ચાર કર્યા હતા.

લોકસભાનાં સ્પીકર ઓમ બિરલાએ પણ ગૃહની કાર્યવાહી શાંતિથી અને પધ્ધતિસર ચલાવવા દેવા વિપક્ષને અપીલ કરી હતી અને આશા દર્શાવી હતી કે, માનનીય સભ્યો શિસ્ત, શાંતિ અને વિવેક સાથે કાર્યવાહીમાં ભાગ લઇ એમની ફરજ બજાવશે અને ગૃહની ગરિમા જળવાશે.(2.12)


આજે કિસાનો માટે સૂર્યોદયની ઘડી: રાહુલ ગાંધી

નવી દિલ્હી: આજથી સંસદનાં શિયાળુ સત્રનો પ્રારંભ થતા કોંગ્રેસનાં સાંસદનાં નેતા રાહુલ ગાંધીએ ટવીટ કર્યું હતું કે આજે દેશના ખેડૂતો માટે સૂર્યોદય થયો છે. નવા વિવાદાસ્પદ કૃષિકાયદા સરકાર રદ કરવા જઈ રહી છે.

RAHUL-GANDHI
આજે કિસાનો માટે સૂર્યોદયની ઘડી: રાહુલ ગાંધી

તેમણે જણાવ્યું હતું કે કૃષિને લગતી સમસ્યાઓ અંગે સરકારને ભીડવવા અને વિરોધ કરવા માટે કોંગ્રેસ પક્ષે વ્યૂહરચના ઘડી કાઢી છે. સવારે સત્રમાં હાજરી આપવા સંસદભવનમાં આવી પહોંચેલા કોંગ્રેસનાં વડા સોનિયા ગાંધી, રાહુલ અને અન્ય નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ઉભા રહીને ભારત સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here