પેટ્રોલ અને ડીઝલમાં 40-40 પૈસા અને સીએનજીમાં 80 પૈસાનો વધારો
છેલ્લા 14 દિવસમાં 12 વખત ઇંધણનાં ભાવ વધવાથી જનતા ત્રાહિમામ
ગુજરાત સહિત દેશભરમાં ઇંધણ પેટ્રોલ અને ડીઝલ અને સીએનજીનાં ભાવમાં એકધારો આકરો વધારો ચાલુ રહ્યો છે.
જેના કારણે જનતા હેરાન પરેશાન થઇ રહી છે અને હવે બસ કરો એવા પોકારો ચારેતરફથી ઉઠી રહ્યા છે. છેલ્લા 14 દિવસ દરમ્યાન 12 વખત ઇંધણનાં ભાવોમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.
આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પ્રતિલીટર 40- 40 પૈસાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. બે સપ્તાહમાં 12 વખત ભાવસપાટીમાં ઉછાળો થયો છે. આ ભાવવધારાને પગલે પેટ્રોલ અને ડીઝલની ભાવસપાટી અનેક શહેરોમાં રૂ.100 થી પણ ઉપર ચાલી ગઈ છે. ડીઝલ પણ 100 ની સપાટીની નજીક છે.
Visit Saurashtra Kranti Homepage here
અવિરત ભાવવધારાને કારણે લોકોનાં ખિસ્સા પર પ્રચંડ બોજો આવી ગયો છે. આજે પેટ્રોલ અને ડીઝલની સાથે- સાથે સીએનજીનાં ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. પ્રતિકિલો ગ્રામ 80 પૈસા વધારો લાગુ કરવામાં આવતા દેકારો બોલી ગયો છે. એક સપ્તાહમાં ત્રીજી વખત ભાવ ઉછાળો થયો છે.
Read About Weather here
આ સાથે દિલ્હીમાં સીએનજીની નવી કિંમત પ્રતિકિલો રૂ. 61.61 થઇ ગઈ છે. પરિણામે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થયું છે તેના કારણે જીવન જરૂરી ચીજ-વસ્તુઓનાં ભાવ ભડકે બળી રહ્યા છે અને ગૃહિણીઓમાં ગજબનો રોષ ફેલાયો છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here