હળવદ પંથકના ખેડૂતોએ વીજ લાઈનના વિરોધમાં કર્યા હાઈ-વે ચકકાજામ

35
ખેડૂતો
ખેડૂતો

Subscribe Saurashtra Kranti here

ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવ્યું

ખેડૂતોને ન્યાય ન કરવામાં આવે તો સામૂહિક આત્મવિલોપનની ચિમકી

હળવદમાં વીજ લાઈનથી ખેતીને થતા નુકશાન મામલે ખેડૂતોનો ચકકાજામ, રોષ પૂર્ણ આવેદન પાઠવ્યું. વડોદરથી લાકડીયા સુધીની વિઝ લાઈનના વળતર બાબતે ખેડૂતોનું નથી કોઈ સાંભળતું.! પોલીસ અને ખેડૂતો વચ્ચે ચકમક ઝરી હતી અંતે સમજાવટ બાદ ખેડૂતો હાઈવે પરથી હટ્યા હતા ખેડૂતો મામલતદાર કચેરીમાં એકઠા થઇ રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂત મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતરહી હતી.

હળવદ તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને હળવદ મામલતદારને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે લાકડિયા વડોદરા પ્રસ્થાપિત થતી વીજલાઈન ટાવરમાં અનેક ગામના ખેડૂતોને અન્યાય થતો હોય જેથી આવેદન પાઠવી જણાવીએ છીએ કે મહાકાય રાક્ષસ વીજ લાઈન પસાર થવાથી ખેતીલાયક જમીનમાં ખેતી કરવા જવું કે નહિ તે મોટો પ્રશ્ર્ન છે ટાવરને ખરાબાની જમીનમાં લઇ જવા વિનંતી કરી છે તેમજ તા. 15-02 ના રોજ મોરબી જીલ્લા કલેકટર ઓફિસે સર્વે ગામોના ખે-ડૂતો હાજર હતા અને હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા છતાં ગામોના હુકમ ઓર્ડરમાં જણાવવામાં આવ્યું કે ખેડૂત મિત્રો હાજર રહેલ નથી તેવું સાબિત કરેલ છે જેનો અર્થ એ થાય છે કે ખેડૂને જાણીજોઇને અન્યાય કરાઈ રહ્યો છે.

ખેડૂએ વીજપોલ માટે મામલતદારને લેખિતમાં જણાવ્યું હતું કે ટેલીગ્રાફ એક્ટની કલમ 16 (1) ની મંજુરી આપવા માટેનું પ્રોસીડીંગ જીલ્લા મેજીસ્ટ્રેટ જાતે ચલાવે નહિ કે તેના નીચેના દરજ્જાના નાયબ કલેકટર અને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ. જીલ્લા મેજીસ્ટ્રેટ ખુદ વીજપોલ પ્રસ્થાપિત કરતી કંપની પાસેથી રજુ થયેલ દરખાસ્તના તમામ દસ્તાવેજો આપવામાં આવે જેથી જમીનમાં કઈ જગ્યાએ લાઈન તથા વીજપોલ આવે છે તે સાચો ખ્યાલ આવે. જીલ્લા મેજીસ્ટ્રેટ ખુદ પ્રોસીડીંગ ચલાવીને ખેડૂને તથા વીજટાવર પ્રસ્થાપિત કરતી કંપનીને સાથે બેસાડી પહેલા સમાધાનકારી વલણ અપનાવીને સમાધાનકારી નિર્ણય કરે તેવી માંગ કરી છે

ખેડૂ દ્વારા અમારી જમીન અંગે મહત્વના પાસાઓ વિગેરે દસ્તાવેજો રજુ કરવાની તક આપે અને સાંભળવામાં આવે તેવી માંગ કરી છે ઘણા મહત્વના મુદે લેખિત રજૂઆત કરવા છતાં જીલ્લા મેજીસ્ટ્રેટ જગ્યાએ નીચેના દરજ્જાના નાયબ કલેકટર અને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રોસીડીંગ ચલાવવામાં આવેલ અને મામલતદાર પાસે લેખિતમાં રજૂઆત કરેલ તેવા કોઈપણ સમાધાનકારી વલણ અપનાવેલ નહિ ખેડૂને અમારા ન્યાયિક હક્ક માટે લેખિતમાં વીજટાવર કંપની પાસેથી દરખાસ્ત રજુ થયેલ તમામ દસ્તાવેજો બચાવ માટે માંગેલ છતાં આપેલ નથી

Read About Weather here

કંપની દ્વારા ખેડૂને વારંવાર પોલીસ રક્ષણ લાવીને વીજ ટાવર ઉભા કરીશું તેવી ખુલ્લી ધમકીઓ આવે છે અને પુરતા વળતર અંગે મૌન છે જેથી ખેડૂને કાયદાથી મળેલ અધિકારો આપવામાં ના આવે તો આજીવિકા પર અસર થશે અને ખેડૂતો સામુહિક આત્મવિલોપન કરવાની ફરજ પડશે જેના માટે સરકાર અને અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ તથા જીલ્લા મેજીસ્ટ્રેટ જવાબદાર રહેશે. ખેડૂએ અમદાવાદ કચ્છ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો ખેડૂએ જણાવ્યું હતું કેઅમારી માગણી જો જિલ્લા કલેકટરના સ્વીકારે તો અમે ખેડૂત સામુહિક આત્મવિલોપન કરવા તૈયાર છીએ.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here