જો 10મી સુધીમાં તબીબો હાજર નહીં થાય તો એપીડેમીક એકટ હેઠળ કાર્યવાહી કરાશે ; આરોગ્ય કમિશનર ડો. શિવહરે
હડતાળમાં 48 બોન્ડેડ તબીબો, 250 રેસિડેન્ટ, 150ઇન્ટરની તબીબો જોડાયા: ગરીબ દર્દીઓને લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ચોથા વર્ષના 48 બોન્ડેડ સ્પેશિયાલિસ્ટ તબિબીને બોન્ડ સહિતના પ્રશ્ર્ને અન્યાય થતાં હડતાલનો પ્રારંભ કરતા અને ઇમરજન્સી સેવાથી અલિપ્ત રહેતા દર્દીઓ રામભરોષે મુકાઈ ગયા હતા.આજે તેમના ટેકામાં પ્રથમ ત્રણ વર્ષના તબિબી છાત્રો તથા રેસિડેન્ટ ડોકટર્સ પણ જોડાયા જતાં તમામ ઓપીડી અને ઇમર્જન્સી સેવા ઠપ્પ થઇ ગઇ હતી
Visit Saurashtra Kranti Homepage here
ઇમરજન્સી સહિતના વિભાગોમાં કલાસ-2 અને ક્ધસલ્ટન્ટ તબિબોને મુકવાની વ્યવસ્થા હોસ્પિટલના સત્તાધીશોએ કરવી પડી છે. 48 બોન્ડેડ તબિબો સાથે 250 રેસિડેન્ટ ડોકટર્સ અને 150 ઇન્ટર્ની ડોકટર્સ પણ હડતાલમાં જોડાઇ ગયા છે.
આ બધાએ આજે સિવિલના દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કર્યુ હતું.જ્યાં સુધી પ્રશ્ર્નનો નિવેડો નહિ આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ આરોગ્ય વિભાગે જો 10મી સુધીમાં હડતાલ પુરી કરીને તબિબો નિમણુંકના સ્થળે હાજર નહિ થાય તો તમામ સામે એપેડેમિક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે
તેવો કોરોનાની બીજી લહેર આવી હતી. તે વખતે સરકારે જાહેર કર્યુ હતું કે આ તબિબો સરકારી હોસ્પિટલમાં જ નિમણુંક મેળવશે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો કાળ 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિના ગણાશે. આ રીતે અગિયાર મહિનાના કરાર પર નિમણુંક થઇ હતી.
Read About Weather here
પરંતુ ગત 12 એપ્રિલના આ પરિપત્ર બાદ 31મી જુલાઇએ નવો પરિપત્ર આવી ગયો હતો. જેમાં આ તમામ તબિબોની બદલી અલગ અલગ ગામડાઓમાં કરી નાંખવામાં આવી હતી. તેમજ બોન્ડનો સમય પણ 1:1 જ ગણી નાંખ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here