સેન્સેક્સમાં 469 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ધડામ

સેન્સેક્સમાં 469 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ધડામ
સેન્સેક્સમાં 469 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ધડામ


ટાટા સ્ટીલ અને લાર્સન જેવી કંપનીઓનાં શેરોનાં ભાવ તૂટ્યા

મુંબઈ સહિતનાં ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદીનું વલણ જોવા મળ્યું હતું. સતત બીજા દિવસે સેન્સેક્સ ઘટ્યો હતો. આજે 469 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી પણ 171 અંક તૂટીને 17700 પર કારોબાર કરી રહ્યો છે.

આજે શેરબજારમાં મંદી હોવા છતાં ટીસીએસ, એચડીએફસી, કોટક મહિન્દ્રા, મારૂતિ સુઝુકી જેવી કંપનીઓનાં શેરોમાં તેજી જોવા મળી હતી.

જયારે ટાટા સ્ટીલ, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ અને બજાજ ટીનસર્વ સહિતની કંપનીનાં શેરોમાં ઘટાડો નોંધાયો હતો. ટાટા સ્ટીલનો ભાવ ઘટીને 1307.50 થયો હતો અને લાર્સનનો ભાવ ઘટીને 1744.75 પર કારોબાર કરી રહ્યો હતો. આ રીતે બે દિવસથી દેશની શેરબજારોમાં ઉથલપાથલ થતી જોવા મળી રહી છે.(2.12)