સંપૂર્ણ રસીકરણ એ જ ઉપાય !

સંપૂર્ણ રસીકરણ
સંપૂર્ણ રસીકરણ

અમેરિકામાં જ્યાં સૌથી વધારે સંક્રમણના કેસો સામે આવ્યા અને જ્યાં દૃુનિયાના અન્ય દેશોની સરખામણીએ સૌથી ઝડપી રસીકરણ થઈ રહૃાું છે

રસીકરણ બાદ તેમનામાં પ્રાકૃતિક રીતે હર્ડ ઇમ્યુનિટી પણ વિકસિત થઈ ચુકી હોય છે

ગત વર્ષે આપણે વિચારી રહૃાા હતા કે કેટલાક સમય બાદ કોરોના વાયરસથી ઉત્પન્ન થયેલી મહામારી સમાપ્ત થઈ જશે અને પછી અમારું જીવન સામાન્ય થઈ જશે, પરંતુ આ વિચાર નિશ્ર્ચિત રીતે ખોટો સાબિત થયો છે. આ ફલૂની માફક જ નુકસાનકારક થશે, પરંતુ તેનાથી વધારે ખરાબ થશે. અને જો આ ધીરેધીરે ખત્મ થઈ ગયો તો આપણું જીવન અને રોજિંદી જિંદગી ત્યાં સુધી સંપૂર્ણ બદલાઈ ચુકી હશે. ત્યારે જીવનના ફરીથી પાટા પર આવવાનો વિકલ્પ ખત્મ થઈ ગયો હશે અને ફક્ત આગળ વધવાનું હશે, પરંતુ પ્રશ્ર્ન છે કે વાસ્તવમાં શું થશે?

Subscribe Saurashtra Kranti here

એ સમાન્ય વાત છે કે વસ્તી જો એકવાર હર્ડ ઇમ્યુનિટી એટલે કે બીમારીથી લડવાની ક્ષમતા મેળવી લે છે તો મહામારી ખત્મ થઈ જાય છે અને મોટાભાગના લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ ચુકી હોય છે. આવામાં સંક્રામક બીમારીને ફેલાવાની શક્યતા નહીવત થઈ જાય છે. આ પ્રતિરોધક ક્ષમતા તેમનામાં વિકસિત થાય છે જે સંક્રમણથી ઉભરી ચુક્યા છે. રસીકરણ બાદ તેમનામાં પ્રાકૃતિક રીતે હર્ડ ઇમ્યુનિટી પણ વિકસિત થઈ ચુકી હોય છે. દૃુનિયાભરમાં આ એક ક્રમ છે જે મહામારીથી બહાર નીકળવા દરમિયાન જોવા મળે છે.

પરંતુ કોરોનાના મામલે તાજેતરનો ઘટનાક્રમ દર્શાવે છે કે કદાચ કોવિડ-૧૯થી લડવા માટે આપણે ક્યારેય હર્ડ ઇમ્યુનિટી ના મેળવી શકીએ. ત્યાં સુધી કે અમેરિકામાં જ્યાં સૌથી વધારે સંક્રમણના કેસો સામે આવ્યા અને જ્યાં દૃુનિયાના અન્ય દેશોની સરખામણીએ સૌથી ઝડપી વેક્સિનેશન થઈ રહૃાું છે, ત્યાં પણ આ શક્ય નથી થઈ રહૃાું. યૂનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનના ક્રિસ્ટોફર મૂર્રે અને લંડન સ્કૂલ ઑફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પીટર પિયોટે પોતાના વિશ્ર્લેષણમાં આ શોધ્યું.

Read About Weather here

એક રિપોર્ટ પ્રમાણે જે નવા વેરિએન્ટ્સ મળ્યા છે તેમનું વલણ બિલકુલ નવા વાયરસની માફક છે. દક્ષિણ આફ્રિકામાં એક ગ્રુપ પર ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન જોવા મળ્યું કે તે પહેલા એક સ્ટ્રેનથી સંક્રમિત હતા, પરંતુ બાદમાં તેમનામાં તેના મ્યૂટેંટથી લડવાને લઇને હર્ડ ઇમ્યુનિટી અથવા રોગ પ્રતિકારક શક્તિ વિકસિત ના થઈ અને તેઓ ફરી સંક્રમિત થઈ ગયા. બ્રાઝિલના કેટલાક ભાગોથી આ પ્રકારના રિપોર્ટ મળ્યા, જ્યાં કોરોનાનો પ્રકોપ હતો અને બાદમાં તેમણે નવેસરથી મહામારીનો સામનો કરવો પડ્યો. આથી વર્તમાન સંક્રમણથી બચવાનો એક માત્ર ઉપાય સંપૂર્ણ રસીકરણ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here