શ્રીગંગાનગરમાં સેનાની જિપ્સી દુર્ઘટનાગ્રસ્ત: 3 જવાન શહિદ

14
srinagar-attack-શ્રીગંગાનગર
srinagar-attack-શ્રીગંગાનગર

Subscribe Saurashtra Kranti here

શ્રીગંગાનગરમાં આર્મીની એક જિપ્સી અનિયંત્રિત થઈને ખાડામાં પલટી ગઈ

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા શ્રીગંગાનગર જિલ્લાના રાજિયાસર પોલીસ સ્ટેશનની હદમાં બુધવાર રાત્રે એક મોટી દૃુર્ઘટના થઈ છે. અહીં ભારતીય સેનાની એક જિપ્સી દૃુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. દૃુર્ઘટના બાદ જિપ્સી પલટી ગઈ અને તેમાં આગ લાગી ગઈ. તેનાથી જિપ્સીમાં સવારે આર્મીના ત્રણ જવાનોનાં મોત થયા.

પોલીસના જણાવ્યા અનુસાર, દૃુર્ઘટના સૂરતગઢ-છતરગઢ રોડ પર ઈન્દિરા ગાંધી કેનાલની ૩૩૦ આરડીની પાસે બુધવાર અડધી રાત્રે લગભગ અઢી-ત્રણ વાગ્યે થઈ. શ્રીગંગાનગર આર્મીની એક જિપ્સી અનિયંત્રિત થઈને ખાડામાં પલટી ગઈ. પલટતાં જ જિપ્સીમાં ભીષણ આગ લાગી ગઈ. દૃુર્ઘટનામાં જિપ્સીમાં સવાર આર્મીના ૩ જવાનનું આગની ઝપટમાં આવી જતાં મોત થયું. બીજી તરફ પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સૂરતગઢના ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મિલિટ્રી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

Read About Weather here

આર્મીના આ જવાન બિંઠડાની ૪૭-એડી યૂનિટના હોવાનું કહેવાય છે. આ તમામ જવાન યુદ્ધ અભ્યાસ માટે સૂરતગઢ આવ્યા હતા. ઘટના બાદ આસપાસના ગામ લોકોએ કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં ૩ જવાનનાં મોત થઈ ચૂક્યા હતા. ગામ લોકોએ જાણ કરતાં રાજિયાસર પોલીસ સ્ટેશનના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પાચ ગંભીર રીતે ઘાયલ જવાનોને સૂરતગઢની ટ્રોમા હૉસ્પિટલમાં લઈ ગયા. તેમની સાથે જ ૩ મૃત જવાનોના પાર્થિવદેહને સૂરતગઢ હૉસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યા.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleદિલ્હી પોલીસે બે ખૂંખાર ગુનેગારોના પગમાં ગોળી મારીને ઝડપ્યા
Next articleઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું: જાપાન ભડક્યું