વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રાહતની લાગણી: કોરોનાની પરિસ્થિતિથી રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
કોરોનાની પરિસ્થિતિને મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓ અને વાલીઓનાં હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. શાળાઓની ફી માં 15 ટકા ઘટાડો કરવા રાજ્ય સરકારે તમામ બોર્ડ સાથે સંકળાયેલી તમામ ખાનગી શાળાઓને આદેશ આપ્યો છે. જેના પગલે વાલી અને વિદ્યાર્થી વર્ગમાં રાહતની લાગણી પ્રસરી છે.
મુખ્યમંત્રી ઉધવ ઠાકરે નાં અધ્યક્ષ સ્તાને મળેલી કેબીનેટની બેઠક બાદ રાજ્યનાં શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે ફી ઘટાડાનાં સરકારનાં નિર્ણયને જાહેરાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે વર્તમાન શૈક્ષણિક વર્ષથી જ આ નિર્ણય લાગુ થઇ જશે. રાજ્યભરનાં તમામ શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી તમામ શાળાઓને ફી ઘટાડો કરવા આદેશ આપતું જાહેરનામું બે દિવસમાં બહાર પાડવામાં આવશે.
Subscribe Saurashtra Kranti here
તેમને કહ્યું હતું કે, રાજસ્થાનનાં એક કેસમાં સુપ્રીમ કોર્ટએ આપેલા ચુકાદાને આધારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે કોરોના કાળમાં શાળાઓ બંધ રહી હોવાથી તેમના ખર્ચ ઘટાડો થયો છે. એટલે ફી માં પણ ઘટાડો 15 ટકા જેટલો કરવો જોઈએ.
Read About Weather here
જે વિદ્યાર્થીએ ફી ન ભરી હોય અથવા તો બાકી હોય તેવા વિદ્યાર્થીઓને ઓનલાઈન કે ઓફલાઈન વર્ગમાં પણ હાજરી આપવા શાળાઓ અટકાવી શકશે નહીં. મહારાષ્ટ્રમાં જે વાલીઓએ ફી ભરી નથી તેઓ જયારે ફી ભરે ત્યારે 15 ટકા ડિસ્કાઉન્ટ પણ અપાશે એવું શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here