એ મેરી જમી અફસોસ નહિ, જો તેરે લીયે સો દર્દ સહે, મહેફુજ રહે તેરી આન સદા, ચાહે જાન મેરી યે રહે ના રહે…
14 ફ્રેબુઆરી પુરી દુનિયામાં ઉજવાતો દિવસ એટેલે વેલેન્ટાઇન ડે. પુરી દુનિયા આ દિવસને તેમજ ઇંગ્લેન્ડના લોકો ઝઇંઊ ઉઅઢ ઘઋ કઘટઊના નામે બહાર પડેલ છે.
જો કે આ દિવસ આપણી ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય પણ ઉલ્લેખનીય નથી પરંતુ વસુધૈવ કુટુમ્બકમ ની વિચારશ્રેણીને અનુલક્ષીને ધરતી એક પરિવાર છે. તે વિચારને પ્રાધાન્ય આપીને દરેક દેશ તેમજ તે દેશમાં વસતા લોકોના ધર્મને પ્રાધાન્ય આપીને આપણે અનેક તહેવારોની ઉજવણી પુરા હર્ષોલ્લાસ સાથે કરીએ છીએ. તે ભારતીય હોવાની ખૂબ જ મોટી આગવી ઓળખ આપે છે. 14 ફેબ્રુઆરી 2019નો દિવસ એટલે અંધકાર ભર્યો દિવસ એમ કહેવું મુશ્કેલ નથી. જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ પર ભારતીય સુરક્ષા કર્મીઓને લઈ જનાર સી. આર. પી. એફના વાહનોના કાફલા ઉપર આત્મઘાતી હુમલો થયો જેમાં, ભારતના 45 સુરક્ષા કર્મીઓના જવાન આ ખતરનાક હુમલામા શહીદ થયા હતા.
જેમાં વાત કરીએ તો જમ્મુ કાશ્મીર રાજ્યના પુલવામા જીલ્લામાં આવેલા અવન્તીપોરા ક્ષેત્રમાં વેલેન્ટાઈન-ડે પર સુરક્ષાકર્મી પર હુમલો થયો હતો અને આપણા 45 જવાન શહીદ થયા હતા.અને અન્ય જવાનો ઘાયલ પણ થયા હતા. 300 કિલોગ્રામ વિસ્ફોટક ભરેલું હતું.આ હુમલા પાછળના જવાબદાર કે અપરાધી કહી શકાય એ છે જૈશ- એ -મહોમ્મદ .આપણે વાત કરીએ તો આ એવો દિવસ જે કાળો દિવસ પણ કહી શકાય.કારણ કે જે દ્દેશની સીમાડા પર રક્ષા કરી રહેલા જવાનોએ મોતને વ્હાલું કરી દીધું માત્ર ને માત્ર દેશને ખાતર તો વાત છે કે આ અંધકારભર્યા દિવસની, જેને ઘણા લોકો ભૂલી ગયા હશે ને યાદ હશે .માત્ર પશ્વિમી સંસ્કૃતિ જ યાદ હશે જે આજે આપણા સૌ માં ઘર કરી ગઈ છે. જેમાં આજે સૌ એ દિવસો પાછળ ઘેલા થયા હોય એવું લાગી રહ્યું છે.એ દિવસ છે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે.આપણે એ દિવસને મોટા આત્મ ઉત્સાહ સાથે ઉજવીએ છીએ.
એક પ્રેમી પોતાની પ્રેમિકાને ગુલાબ આપી આ દિવસને આનંદ ઉત્સાહથી ઉજવે છે. જાણે વિશ્વના ઘણા પ્રદેશોમાં રોમાન્સ અને રોમેન્ટિક પ્રેમની એક ધાર્મિક અને વ્યાપારિક ઉજવણી એટલે જ શાયદ વેલેન્ટાઈન ડે. પરંતુ આ વેલેન્ટાઈન ડે સાથે અસંખ્ય શહાદતની કથાઓ છુપાયેલી છે.હા આપણે એ વાત થી પણ અજાણ છીએ.
જેમાં આ એ જ દિવસે આપણા ક્રાંતિકારીઓને લાહોર કાવતરા કેસ માટે 1931માં ફાંસીની સજાની સુનાવણી કરવામાં આવી હતી.એ બીજું કોઈ નહી પણ એ છે આપણા મહાન ક્રાંતિકારીઓ જેમણે હસતા મોઢે દેશને માટે ફાંસીએ ચઢ્યા એ છે વીર ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવ.શું છુપાયેલું છે આ દિવસમાં રાઝ ?કે આ દિવસે આપણા મહાનવીરો ના લોહીની નદી વહેતી થઈ ગઈ હતી.કેમ ઉજાગર નથી કરતા આપણે એમને જે આજે પણ પશ્વિમી સંસ્કૃતિ પાછળ આ શહાદતના દિવસને ભૂલી જાય છે.જો ભગતસિંહ, સુખદેવ તેમજ રાજ્યગુરૂ એ તે જીવલેણ હારમાળાને ધારણ ન કરી હોત તો કદાચ આપણે હજુ પણ ગુલામોની હારમાળામાં ઝકડાયેલા રહીને જીવન વિતાવી રહ્યા હોત તેમાં કોઈ શંકા ન સ્થાન જ નથી. એટલું જ નહી આજે આપણે જે શુકુનનો શ્વાસ લઇ રહીએ છીએ તેનો પૂરેપૂરો શ્રેય માત્રને માત્ર સરહદને જ પોતાનો જીવ માનતા આપણા દેશના વીર સૈનિકોને જ આપવામાં આવે છે. એ વીર જવાનો કે જે પોતાના પરિવારથી ખૂબ જ દૂર તેમજ સામાજીક મોહમાયાનો ત્યાગ કરી દેશ માટે નિ:સ્વાર્થ ભાવે પોતાનું જીવનદાન આપી રહ્યા છે. લોકો જાણે ગાડરિયા પ્રવાહની જેમ વેહેતા જોવા મળેલ. લોકોને માત્ર વેલેન્ટાઈન ડેની ઉજવણી ખુબ મોટા હર્ષ, ઉલ્લાસ સાથે તેમજ તેની સાથો સાથ સોશિયલ મીડિયા પર પોસ્ટ તેમજ લાખો કરોડો લોકોની પોસ્ટને લાઇક તેમજ કોમેન્ટ્સ કરતા જ જોવા મળ્યા છે.
ધરતીનો ખોળો ખુંદનાર આપણા વીરો ક્યારે ભગવાનને પ્યારા થઈ ગયા એની આપણને જાણ પણ નથી હોતી.એ ધરતીના લાલ જે દેશ માટે ઘણું બધું કરી ચુક્યા છે ને કેટકેટલીય આહુતિ આપી દીધી છે,અને એનો પૂરો હક હોય છે દેશ માટે અને એજ સપૂતોમાં ભારતનો ખોળો ખૂંદશે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે બધા આ ભૂલી રહ્યા છીએ આ કાળભર્યો દિવસને .. ત્યારે આ દિવસને ઉદ્દેશીને ચોક્કસ કહી શકાય કે લાલ રક્ત થી ભૂમિનો સેથો પૂરશે એ સપુત, આજ ફરી માતના ખોળે ઉઠશે એ સપુત, આ ભોમકા છે ભોમકાની લાજ જેના હાથમાં, છે ફક્ત અનો હક અહી અને એ જ એનો ખોળો ખૂંદશે .આ સપુત બોલ્યા વિના જ ગગન ઉલેછશે સીમાં પર પહોંચી શકો ન સીમા પાર આવતા સવાલ જેવા ઉઠશે જવાબ એવા જ ફૂટશે .. આ શહાદતને વર્ણવવા મારી પાસે કોઈ શબ્દ નથી કેમ કે એ માટે આપણા બસ ની કોઈ વાત નથી ત્યારે કહી શકાય કે રોમેન્ટિક પ્રેમના એ દિવસને બાજુમાં મૂકી એક શહાદતના દિવસ તરીકે ઉજવીએ અને આપણા શહીદોને યાદ કરીએ.